AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો, હવે IPL ફ્રીમાં નહીં જોઈ શકાય! Jio સિનેમા માટે ચૂકવવો પડશે ચાર્જ, જાણો કારણ

IPL જોવા માટે તમારે પૈસા ચૂકવવા પડી શકે છે. એટલે કે તમારે Jio સિનેમાનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓ મફતમાં IPL જોઈ શકશે નહીં.

ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો, હવે IPL ફ્રીમાં નહીં જોઈ શકાય! Jio સિનેમા માટે ચૂકવવો પડશે ચાર્જ, જાણો કારણ
IPL જોવા માટે હવે ચાર્જ ચુકવવો પડશે !Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 5:40 PM
Share

જિયો દ્વારા ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. Jioએ તેના Jio સિનેમા પ્લેટફોર્મ માટે ચાર્જ લેવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે Jio સિનેમા અત્યાર સુધી સંપૂર્ણપણે ફ્રી હતું. પરંતુ હવે Jio સિનેમા એપ ચલાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. જો કે કેટલો ચાર્જ ચૂકવવો પડશે, તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ પુષ્ટિ કરી છે કે Jio સિનેમા રિચાર્જ આ વર્ષે IPL સિઝન પહેલા રોલઆઉટ કરવામાં આવશે.

આ પણ વાચો: મુકેશ અંબાણીની JIO Financial Services હશે દેશની 5મી સૌથી મોટી બેન્ક બજાજ ફાઈનાન્સ, પેટીએમ, ફોનપેને આપશે ટક્કર

Jio સિનેમા માટે ચૂકવણી કરવી પડશે

Jio Cinemaએ એપ આધારિત ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઈડર પ્લેટફોર્મ છે, જેને Jioનું સમર્થન છે. આ એપ પર યુઝર્સ ફ્રીમાં ટીવી ચેનલોનો આનંદ લેતા હતા. આ માટે મોબાઈલમાં Jio રિચાર્જ કરાવવું જરૂરી હતું. આ પછી યુઝર્સ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરીને મૂવી, શો, ન્યૂઝ, મ્યુઝિક અને ક્રિકેટનો ફ્રીમાં આનંદ લેતા હતા.

આ વખતે Jio સિનેમા પર IPLનું મફતમાં પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ કારણે જિયોના ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી હતી. કારણ કે માત્ર Jio યુઝર્સ જ Jio Cinema એપનો આનંદ લઈ શકશે. આવી સ્થિતિમાં એરટેલને નુકસાન થઈ રહ્યું હતું.

એરટેલે Jio પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો લગાવ્યો આરોપ

તેના કારણે જિયોની હરીફ કંપની એરટેલે તેને નિયમોનું ઉલ્લંઘન માન્યું અને જિયો વિરુદ્ધ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈને ફરિયાદ કરી છે. જેમાં બ્રોડબેન્ડ અને ડિજિટલ એપ્સ માટે કાયદો બનાવવાની માગ કરવામાં આવી હતી. એરટેલનું કહેવું છે કે Jio DTHને ખતમ કરવા માંગે છે. જ્યાં DTH પર મેચ જોવા માટે 19 રૂપિયા લેવામાં આવે છે. આ જ ક્રિકેટ મેચ Jio સિનેમા પર ફ્રીમાં જોઈ શકાશે.

મહત્વનું છે કે આઈપીએલ શરૂ થઈ હતી ત્યારે JIO સીનેમા પર ફ્રી દર્શાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ એરટેલના વિરોધ બાદ હવે ચાર્જેબલ થઈ શકે છે. એક મેચમાં  હાલમાં 2 કરોડથી વધારે લોકો ફ્રીમાં આનંદ માણી રહ્યા છે, જ્યારે ચાર્જ વસુલ કરવામાં આવશે ત્યારે દર્શકોની સંખ્યામાં ઘટડો થઈ શકે છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">