BWF ભારતના દિગ્ગજ પ્રકાશ પાદુકોણને વિશેષ સન્માન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માન થશે

|

Nov 19, 2021 | 1:23 PM

પ્રકાશ પાદુકોણનો ભારતના બેડમિંટનના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડીઓમાં સમાવેશ થાય છે. તેણે 1980માં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતી હતી

BWF ભારતના દિગ્ગજ પ્રકાશ પાદુકોણને વિશેષ સન્માન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માન થશે
prakash padukone

Follow us on

BWF : ભારતના મહાન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ (prakash padukone)ને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા આ વર્ષે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (Lifetime Achievement Award)માટે પસંદ કરવામાં આવ્યા છે. BWFએ એવોર્ડ કમિશનની ભલામણ પર તેમની પસંદગી કરી હતી. ભારતીય બેડમિન્ટન એસોસિએશને (Indian Badminton Association) તેનું નામ એવોર્ડ માટે મોકલ્યું હતું.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

પાદુકોણ, ભૂતપૂર્વ વિશ્વ નંબર વન ખેલાડી અને વિશ્વ ચેમ્પિયનશિપ (World Championships) મેડલ જીતનાર પ્રથમ ભારતીય, 2018 માં BAIનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. BWF કાઉન્સિલે હરિયાણા બેડમિન્ટન એસોસિએશન ( Badminton Association)ના પ્રમુખ દેવેન્દ્ર સિંહ, મહારાષ્ટ્ર બેડમિન્ટન એસોસિએશનના જનરલ સેક્રેટરી એસએ શેટ્ટી, BAIના ઉપપ્રમુખ ઓડી શર્મા ભૂતપૂર્વ ઉપપ્રમુખ માણિક સાહાને ઉત્કૃષ્ટ સેવા માટે નામાંકિત કર્યા છે.

ઉત્તરાખંડ બેડમિન્ટન એસોસિએશન (Uttarakhand Badminton Association)ના પ્રમુખ અલકનંદા અશોકને મહિલા અને જાતિ સમાનતા પુરસ્કાર આપવામાં આવ્યો છે. BAIના જનરલ સેક્રેટરી અજય સિંઘાનિયાએ કહ્યું, “અમને ખુશી છે કે, આ સન્માન દિગ્ગજ ખેલાડી પ્રકાશ પાદુકોણ (prakash padukone)ને આપવામાં આવી રહ્યું છે. ભારતીય બેડમિન્ટન આજે જ્યાં પણ છે, તેમાં તેમનો ઘણો મોટો ફાળો છે.

 

 

1980માં ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીત્યા બાદ, તેણે પ્રથમ રેન્ક હાંસલ કરતાની સાથે જ તે વિશ્વનો નંબર વન બેડમિન્ટન ખેલાડી બની ગયો. પ્રકાશ પાદુકોણે વર્ષ 1991માં બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લીધી અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (Badminton Association of India)ના અધ્યક્ષ બન્યા. પ્રકાશ પાદુકોણે તેની કારકિર્દીમાં વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ સહિતની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ સહિત ડઝનેક મેડલ જીત્યા છે.

સાત વર્ષની ઉંમરે પ્રથમ ટુર્નામેન્ટ રમી હતી

અનુભવી શટલર પ્રકાશ પાદુકોણે 1962માં 7 વર્ષની ઉંમરે સત્તાવાર રીતે જુનિયર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જો કે તે આ મેચમાં હારી ગયો હતો, તેમાંથી બોધપાઠ લઈને તેણે આગામી બે વર્ષ સુધી સખત મહેનત કરી અને 1964માં તેણે પ્રથમ વખત સ્ટેટ જુનિયર ખિતાબ જીત્યો. રાષ્ટ્રીય ચેમ્પિયન પ્રકાશ પાદુકોણ 1972માં પ્રથમ વખત સતત 7 વર્ષ સુધી નેશનલ જુનિયર ચેમ્પિયન બન્યો હતો.

તે જ વર્ષે, તે સિનિયર નેશનલ ચેમ્પિયન પણ બન્યો અને સતત સાત વર્ષ સુધી આ ખિતાબ પોતાના નામે કર્યો. 1978 માં, તેણે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લીધો. કેનેડાના એડમોન્ટનમાં કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. 1979માં તે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ઈવનિંગ ઓફ ચેમ્પિયન બન્યો. તે 1980માં ડેનિશ ઓપન, સ્વીડિશ ઓપન જીતીને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ, 2nd T20I, LIVE Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

Published On - 12:40 pm, Fri, 19 November 21

Next Article