BWF એ કારણ આપ્યા વગર ભારતમાં યોજાનારી આ પ્રખ્યાત ટુર્નામેન્ટ રદ કરી, સતત બીજા વર્ષે ટુર્નામેન્ટ યોજાશે નહીં

|

Sep 10, 2021 | 5:15 PM

છેલ્લી વખત ભારતમાં આ ટુર્નામેન્ટ 2019 માં રમાઈ હતી, પરંતુ તે પછી કોવિડને કારણે સર્જાયેલી પરિસ્થિતિને જોતા તેનું આયોજન કરવું મુશ્કેલ બની રહ્યું છે.

BWF એ કારણ આપ્યા વગર ભારતમાં યોજાનારી આ પ્રખ્યાત ટુર્નામેન્ટ રદ કરી, સતત બીજા વર્ષે ટુર્નામેન્ટ યોજાશે નહીં
BEF cancel syed modi international tournament

Follow us on

BWF : (Badminton World Federation) ભારતમાં રમાતી પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટુર્નામેન્ટ સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 (Syed Modi International Super 300) સતત બીજા વર્ષે રદ કરવામાં આવી છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF) એ આ માહિતી આપી. આ ટુર્નામેન્ટ ગયા વર્ષે કોવિડ -19 ને કારણે રદ કરવામાં આવી હતી અને આ વર્ષે 12 થી 17 ઓક્ટોબર દરમિયાન લખનઉમાં તેનું આયોજન થવાનું હતું.

બીડબ્લ્યુએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓગસ્ટમાં બીડબ્લ્યુએફ કેલેન્ડર 2021ની જાહેરાત પહેલા, બીડબ્લ્યુએફ પુષ્ટિ કરે છે કે સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2021 હવે રદ કરવામાં આવ્યું છે.”

BWF (Badminton World Federation)એ કોવિડને કારણે ઘણી ટુર્નામેન્ટ રદ કરી છે અને મુલતવી રાખી છે પરંતુ તેણે આ ટુર્નામેન્ટ રદ કરવા પાછળનું કારણ આપ્યું નથી. BWF એ કહ્યું કે, “ટુર્નામેન્ટના આયોજક બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા (Badminton Association Of India) એ સ્થાનિક સરકાર સાથે સલાહ અને ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે.”

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

BWF એ દુખ વ્યક્ત કર્યું

BWF (Badminton World Federation)એ ટુર્નામેન્ટ રદ્દ થવા પર દુખ વ્યક્ત કર્યું છે. BWF ને આ ટુર્નામેન્ટ રદ કરવાનો અફસોસ છે, પરંતુ એચએસબીસી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર સહિત સમગ્ર વર્ષ દરમિયાન વિશ્વભરમાં બેડમિન્ટન ટુર્નામેન્ટ સુરક્ષિત રીતે યોજવા માટે પ્રતિબદ્ધ છે.

આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી

ગયા મહિને, BWF (Badminton World Federation) એ 31 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર કોરિયા ઓપન રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય 2 થી 7 નવેમ્બર વચ્ચે રમાનાર મકાઉ ઓપન રદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાઇનીઝ તાઇપેઇ 7 થી 12 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ આ ટુર્નામેન્ટ પણ રદ કરવામાં આવી હતી.

આ બધાનું કારણ કોવિડ -19 ને કારણે મેજબાનીમાં આવનારી મુશ્કેલીઓ છે. ચાઇના ઓપન 21 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ તે પણ રદ કરવામાં આવી હતી. જાપાન ઓપન 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાવાની હતી, પરંતુ આ ટુર્નામેન્ટ પણ રદ કરવામાં આવી હતી. ફુઝો ચાઇના ઓપન 9 થી 14 મી નવેમ્બરમાં રમવાની હતી, પરંતુ હવે આ ટુર્નામેન્ટ પણ રમાશે નહીં. હોંગકોંગ ઓપન નવેમ્બર મહિનામાં જ 16 થી 21 તારીખ સુધી રમાવાની હતી, પરંતુ આ ટુર્નામેન્ટનું નામ પણ રદ થયેલી ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

2019માં આયોજન કરવામાં આવ્યું હતું

છેલ્લે 2019 માં સૈયદ મોદી ટુર્નામેન્ટ (Syed Modi Tournament)નું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષ સિંગલ્સમાં, વાંગ ત્ઝુ વેઇએ ટુર્નામેન્ટ જીતી હતી, જ્યારે સ્પેનની કેરોલિના મારિન મહિલા સિંગલ્સમાં વિજેતા બની હતી. ભારતના સમીર વર્માએ 2018માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો અને આ વર્ષે મહિલા વિભાગમાં ચીનની હાન યુ વિજેતા બની હતી. 2017માં સમીર મેન્સ સિંગલ્સ કેટેગરી (Men’s Singles Category)માં અને પીવી સિંધુ વિમેન્સ સિંગલ્સ કેટેગરીમાં જીતવામાં સફળ રહી હતી.

 

આ પણ વાંચો : PM modi ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યા, વડાપ્રધાને ભેટ તરીકે આ ખાસ વસ્તુ મળી

Next Article