બ્રેટ લીએ વિરાટ કોહલીના બાળકનુ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સ્વાગત કરવા માટે કરી અનોખી ઓફર

બ્રેટ લીએ વિરાટ કોહલીના બાળકનુ ઓસ્ટ્રેલિયાની ધરતી પર સ્વાગત કરવા માટે કરી અનોખી ઓફર
Brett Lee Virat Kohli Anushka Sharma

એડીલેડમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી રજા પર જનાર છે. પોતાના પ્રથમ બાળકના જન્મને લઇને તે સ્વદેશ પરત ફરશે. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ વિરાટ કોહલીને ઓફર આપી છે. જો તે ચાહે તો તેમના પ્રથમ બાળકનો જન્મ ઓસ્ટ્રેલીયામાં થાય, આમ કરશો તો અહીં બાહોં ફેલાવીને તેમનુ […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 2:49 PM

એડીલેડમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી રજા પર જનાર છે. પોતાના પ્રથમ બાળકના જન્મને લઇને તે સ્વદેશ પરત ફરશે. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ વિરાટ કોહલીને ઓફર આપી છે. જો તે ચાહે તો તેમના પ્રથમ બાળકનો જન્મ ઓસ્ટ્રેલીયામાં થાય, આમ કરશો તો અહીં બાહોં ફેલાવીને તેમનુ સ્વાગત છે. લી એ એટલે સુધી કહ્યુ કે, આમ થાય તો આવનારા વર્ષોમાં વિરાટનુ બાળક બેગી ગ્રીન કેપ પહેરશે.

બ્રેટ લી એ કહ્યુ કે આમ કરવામાં આવે તો ઓસ્ટ્રેલીયા ખુલ્લા હ્રદયે તેમનો સ્વિકાર કરશે. આ પૂર્વ દિગ્ગજ ઝડપી બોલરે કહ્યુ હતુ કે, વિરાટને પ્રથમ સંતાન પુત્ર કે પુત્રી જન્મે તેનો કોઇ મતલબ નથી. જો તેમનુ સંતાન ઓસ્ટ્રેલીયાની ધરતી પર જન્મ લે તો તે ભવિષ્યમાં ઓસ્ટ્રેલીયાની ટીમની ટોપી પહેરશે.

44 વર્ષીય આ પૂર્વ બોલરે એક સમાચાર સંસ્થા સાથે ચર્ચા કરતા આમ કહ્યુ હતુ. જો એમ ઇચ્છો છો શ્રીમાન કોહલી, ઓસ્ટ્રેલીયામાં આપના પ્રથમ બાળકનો જન્મ થાય તો આપનુ સ્વાગત છે. કારણ કે અમે આપનો સ્વિકાર કરીશુ. જો આપને પુત્રી જન્મે છે, તો શાનદાર. અગર પુત્ર જન્મે છે તો પણ શાનદાર. તે મોટા થઇ ને બેગી ગ્રીન બનશે. તેમણે એ પણ કહ્યુ કે વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ ને હટીને સીરીઝ ને જોવી મુશ્કેલ છે. તો પણ માર્નસ લાબુશેન, ઋષભ ંત અને પૃથ્વી શોની કેટલીક ધમાકેદાર પારી જોવા માટે ઉત્સુક છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati