Breaking News : તીરંદાજીમાં ગોલ્ડ પછી સિલ્વર મેડલ આવ્યો, જુઓ ભારતના ખાતામાં કેટલા છે મેડલ
ભારત પાસે હવે તીરંદાજી (archery )માં ગોલ્ડ પછી એક સિલ્વર મેડલ (silver medal ) છે. કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્મદેવરાની જોડી રિકર્વ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં ચીની જોડી સામે 3-5થી હારી ગઈ. એશિયન ગેમ્સમાં મિક્સ્ડ રિકર્વ ટીમ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો મેડલ છે.

એશિયન ગેમ્સ 2026માં રિકર્વ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં, ભારતની કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્મદેવરાની જોડી ચીન સામે હારી ગઈ, પરંતુ ભારત માટે સિલ્વર મેડલ મેળવ્યો. ભારતીય જોડી ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતી શકી નહીં, શરૂઆતના સેટમાં 7 અને 8 પોઈન્ટ ગુમાવ્યા. આમ છતાં, બંને ખેલાડીઓએ બહાદુરીથી લડાઈ આપી અને ભારતને ઐતિહાસિક મેડલ અપાવ્યો છે.
આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે એશિયન ગેમ્સના ઇતિહાસમાં, ભારતે આ ઇવેન્ટમાં ક્યારેય બ્રોન્ઝથી વધુ સારો મેડલ જીત્યો નથી. હવે, કુમકુમ અને ધીરજએ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
આજે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો
The smiles say it all. Ankita Bhakat (TOPS Core), Kumkum Anil Mohod (TAGG Athlete) and Kirti (TAGG Athlete) celebrate a historic Gold Medal in the Recurve Women’s Team event at the Asian Games 2026.
A 5–3 victory over South Korea in a thrilling final has etched their names into Indian Archery history — delivering India’s first-ever Gold Medal in a Recurve Team event at the Asian Games and the first-ever Gold for the Indian women’s recurve team.
Three archers. One team. One historic triumph.
A moment to celebrate, remember and cherish.
#AsianGames2026 #Cheer4Bharat
— SAI Media (@Media_SAI) October 2, 2026
મહિલા ટીમ આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી
આજે 2 ઓક્ટોબરના રોજ ભારતીય મહિલા ટીમે તીરંદાજી રિકર્વ ઇવેન્ટની ફાઇનલમાં સાઉથ કોરિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે ભારતીય મહિલા ટીમ આ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી અને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. કુમકુમ મોહોડ, કીર્તિ અને અંકિતા ભકટની ત્રિપુટીએ આ ઇવેન્ટમાં બારમાસી ગોલ્ડ મેડલ વિજેતા સાઉથ કોરિયાને આશ્ચર્યચકિત કરીને ઇતિહાસ રચ્યો હતો.
ભારતે મેડલ ટેલીમાં ટોચના 10માં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે, કુલ 68 મેડલ સાથે 7મા સ્થાને રહ્યું છે. આ 67મેડલમાં 11 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. આશા છે કે, ભારતના ખાતામાં હજુ પણ વધારે ગોલ્ડ મેડલ આવે અને મેડલ ટેલીમાં સ્થાન આગળ આવે.
