Breaking News : ભારતીય ટીમે જીત્યો Asia Cup 2023, ચાર વખતની ચેમ્પિયન ટીમને ફાઈનલમાં હરાવી
Women's Junior Asia Cup Hockey 2023: જૂનિયર મહિલા હોકી એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે એકપણ મેચ હારી ન હતી.
JAPAN : ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે આજે ભારતનું ગૌરવ વધાર્યું છે. જૂનિયર મહિલા હોકી (Women’s Junior Hockey) એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે સાઉથ કોરિયાને 2-1થી હરાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે એકપણ મેચ હારી ન હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટનો ખિતાબ પહેલીવાર જીતી છે. હાલમાં જ ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ એશિયા કપ જીતી હતી. આજ વર્ષે ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે એશિયાકપ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમે આ વર્ષ એશિયા કપમાં ધમાલ મચાવી હતી. આખી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ 40 ગોલ કર્યા છે, જ્યારે વિરોધી ટીમને માત્ર 4 ગોલ કરવા દીધા છે. ભારતીય જૂનિયર પુરુષ હોકી ટીમ હાલમાં જ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીતી હતી.
ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમની ઐતિહાસિક જીત
The winning moments ✨️
Here a glimpse of the winning moments after the victory in the Final of Women’s Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
ભારત અને સાઉથ કોરિયા વચ્ચે રમાયેલી આ ફાઈનલ મેચની પહેલી 20 મિનિટમાં એક પણ ગોલ થયો ના હતો. 22મી મિનિટમાં અન્નૂ એ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરીને ભારતને 1-0થી લીડ અપાવી હતી. તેના 3 મિનિટ બાદ કોરિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર કોરિયાની પ્લેયરે ગોલ કરીને 1-1થી સ્કોર બરાબર કર્યો હતો. 40 મિનિટ સુધી સ્કોર બરાબર રહ્યો હતો.
41મી મિનિટે ભારતીય ટીમને કોર્નર મળ્યો હતો. તેના પર ભારતીય પ્લેયર નીલમે ગોલ કરીને 2-1થી લીડ અપાવી હતી. જણાવી દઈએ કે જાપાનમાં 3થી 11 જૂન વચ્ચે 10 ટીમો વચ્ચે આ હોકી એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્લેયર્સ અને સ્પોર્ટ સ્ટાફને મળી આટલી પ્રાઈઝ મની
A historic moment etched in Gold 🥇
With grit, determination and unyielding spirit the Indian Women’s Junior Team are the Champions of Asia.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/C5EjyWXPTH
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
Such historic achievements deserves a great reward 😍
Hockey India announces the Players will receive a cash prize of Rs. 2 lakhs each and Support Staff will receive a cash prize of Rs.1 lakh each for clinching their maiden Women’s Junior Asia Cup 2023 Title.#HockeyIndia… pic.twitter.com/yTkB2oq2Jq
— Hockey India (@TheHockeyIndia) June 11, 2023
ભારતીય જૂનિયર મહિલા ટીમની આ ઐતિહાસક જીત બાદ આખી ટીમને ગોલ્ડ મેડલ અને એશિયા કપની ટ્રોફી મળી હતી. ટીમની દરેક જૂનિયર મહિલા પ્લેયર્સને 2-2 લાખની પ્રાઈઝ મની મળી છે. જ્યારે ભારતીય ટીમની સપોર્ટ સ્ટાફને 1-1 લાખ રુપિયા મળ્યા છે.
ફાઈનલમાં જીતનાર ત્રીજો દેશ બન્યો ભારત
મહિલા જૂનિયર એશિયા કપની આ ટુર્નામેન્ટની આ 8મી સિઝન હતી. આ ટુર્નામેન્ટને જીતનાર ભારત ત્રીજો દેશ બન્યું છે. સાઉથ કોરિયાની ટીમ સૌથી વધુ 4 વાર આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. જ્યારે ચીન 3 વાર ફાઈનલ મેચમાં જીત્યું છે. વર્ષ 2021માં કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ યોજાઈ શકી ન હતી.