World Cup Breaking News : પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થતાં શુભમન ગિલ ચેન્નાઈમાં હોસ્પિટલમાં દાખલ, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાંથી થશે બહાર !

ભારતના વર્લ્ડ કપ અભિયાનને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલને ચેન્નાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થતાં ગિલને દાખલ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે તે 14 તારીખે અમદાવાદમાં યોજાનાર ભારત અને પાકિસ્તાન મુકાબલામાંથી પણ બહાર થઈ શકે છે.

World Cup Breaking News : પ્લેટલેટ કાઉન્ટમાં ઘટાડો થતાં શુભમન ગિલ ચેન્નાઈમાં હોસ્પિટલમાં દાખલ, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાંથી થશે બહાર !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2023 | 8:34 AM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ભારતે પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી વિજયી શરૂઆત કરી હતી, પરંતુ રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગમાં ફ્લોપ સાબિત થયા હતા. શુભમન ગિલ (Shubman Gill) ની ગેરહાજરીમાં ભારતની ખરાબ શરૂઆત બાદ બધા ગિલના ટીમ ઈન્ડિયા (Team India) માં જલ્દી કમબેકની રાહ જોઈ રહ્યા છે, એવામાં તેની હેલ્થને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.

શુભમન ગિલ ચેન્નાઈમાં હોસ્પિટલમાં દાખલ

ડેન્ગ્યુ સામે ઝઝૂમી રહેલા શુભમન ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને સોમવારે સવારથી ચેન્નાઈમાં કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) ના ડોક્ટર ડો. રિઝવાન ખાને શુભમ ગિલની તબિયતને લઈ અપડેટ આપી હતી. ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઓછા થતાં ગિલ અફઘાનિસ્તાન સામેની બીજી મેચ ગુમાવશે એ નક્કી હતું, હવે તેણે હોસ્પિટલમાં દાખલ કરતાં તે પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવશે એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : World Cup 2023 : બાબર આઝમ એશિયા કપનો બદલો ભારતમાં પૂરો કરશે, શ્રીલંકાની હાર નિશ્ચિત !

BCCIએ ગિલના સ્વાસ્થ્ય અંગે નિવેદન બહાર પાડ્યું

BCCIના નિવેદનમાં જણાવાયું છે કે, “ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શુભમન ગિલ 9મી ઓક્ટોબર 2023ના રોજ ટીમ સાથે દિલ્હી જશે નહીં. ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાયેલ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ટીમનો પહેલો મેચ ચૂકી ગયેલો ઓપનિંગ બેટર ટીમની આગામી મેચમાં રમવાનું ચૂકી જશે. જેમાં 11મી ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમાનાર મેચ ગુમાવશે એ નકી છે, સાથે જ તે અમદાવાદમાં યોજાનાર પાકિસ્તાન સામેનો મહા મુકાબલો પણ ગુમાવશે તેવી શક્યતા છે. તે ચેન્નાઈમાં જ રહેશે અને તબીબી ટીમની દેખરેખ હેઠળ રહેશે, જો તેમની તબિયતમાં સુધારો થશે તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.”

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">