
ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી પોતાને નામ કરી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડી આ જીતના જશ્નના ડબ્યા છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યાં તેનું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. પરંતુ ખિતાબી જીત પછી અંદાજે 3 મહિનાની અંદર ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક મુસીબતમાં ફસાયો છે. પુણેના એક એડવોકેટે હાર્દિક પર રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
જાણકારી મુજબ હાર્દિક પંડ્યા વિરુદ્ધ પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. આ ફરિયાદ એક સ્થાનિક એડવોકેટ વાઝિદ ખાને નોંધાવી છે. તેમજ આરોપ લગાવ્યો છે કે, હાર્દિક પંડ્યાએ મેચ પૂર્ણ થયા બાગ જશ્ન મનાવતી વખતે રાષ્ટ્રીય ધવ્જનું અપમાન કર્યું છે. તેની ફરિયાદમાં એડવોકેટે કહ્યું કે, પંડ્યા એક મંચ પર રાષ્ટ્રીય ધ્વજને પોતાના શરીર પર લપેટી જોવા મળ્યો હતો. તેમજ તેની તેની ગર્લફ્રેન્ડ પણ જોવા મળી હતી.
ફરિયાદીએ આ મામલે ભારતીય ક્રિકેટર વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.હાલમાં પોલીસે ફરિયાદ તો દાખલ કરી નથી પરંતુ ફરિયાદ મળવાની વાત કરી છે તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
All the #T20WorldCup2026final scenes were adorable but Hardik Pandya doing PDA with GF were ewww pic.twitter.com/ohOaXRl5ib
— Godman Chikna (@Madan_Chikna) March 9, 2026
આ ઘટના હાલમાં બની છે. જ્યારે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ જીતવાનો જશ્ન મનાવી રહી હતી. જીત્યા બાદ તમામ ખેલાડીઓ પોતાના પરિવાર સાથે જશ્ન મનાવી રહ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા પણ જોવા મળી હતી. આ દરમિયાન હાર્દિક અને માહિકા શર્મા ટ્રોફીના પોડિયમ પર બેસતા જોવા મળ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યાએ રાષ્ટ્રધવ્જ પોતાના શરીર પર લપેટ્યો હતો. પછી, તેઓ બંને થોડીક સેકન્ડ માટે પોડિયમ પર સૂઈ ગયા, અને હવે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published On - 9:24 am, Thu, 12 March 26