AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Championship: દેશની દીકરીએ વધાર્યુ ગૌરવ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મીનાક્ષી હુડ્ડા જીતી અને રચ્યો ઈતિહાસ, PM થયા ગદ્દગદ

ભારતની મીનાક્ષી હુડા રવિવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં મહિલાઓની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી. મીનાક્ષીએ કઝાકિસ્તાનની નાઝિમ કાયઝાઇબે સામે જીત મેળવી.

World Championship: દેશની દીકરીએ વધાર્યુ ગૌરવ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મીનાક્ષી હુડ્ડા જીતી અને રચ્યો ઈતિહાસ, PM થયા ગદ્દગદ
Image Credit source: Screengrab From X
| Updated on: Sep 14, 2025 | 8:48 PM
Share

ભારતની મીનાક્ષી હુડા રવિવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં મહિલાઓની 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યુ છે.  22 વર્ષીય મીનાક્ષીએ કઝાકિસ્તાનની નાઝિમ કાયઝાઇબે સામે જીત મેળવી છે, જે પહેલાં વર્લ્ડ ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા રહી છે.

મીનાક્ષીએ ફાઇનલ મુકાબલામાં 4-1 થી જીત મેળવી અને ગોલ્ડ મેડલ જીત્યો. મીનાક્ષીની આ જીત પર PM મોદીએ X પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને તેને શુભકામના પાઠવી હતી. લિવરપૂલના ઇકો એરેના ખાતે થયેલ આ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો હતો.

શરૂઆતથી જ મીનાક્ષી આત્મવિશ્વાસ અને જોશથી ભરપૂર જોવા મળી હતી. મીનાક્ષીએ અનુભવી પ્રતિસ્પર્ધી નાઝિમ કાયઝાઇબેને મજબૂત લડત આપી. પહેલા જ રાઉન્ડમાં મીનાક્ષીનું પ્રભુત્વ દેખાયું અને તેના ક્લીન પન્ચે કાયઝાઇબેને ધ્વસ્ત કરી નાખી દીધી હતી.

જો કે, કાયઝાઇબેને બીજા રાઉન્ડમાં પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો અને લીડ ઘટાડવા માટે અનુભવનો ઉપયોગ કર્યો. ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં બંને બોક્સર્સે એકબીજાને ટક્કર આપી અને મુકાબલાને અત્યંત રોમાંચક બનાવ્યો હતો. જો કે, અંતે મીનાક્ષી આ મુકાબલો 4-1 થી જીતી ગઈ હતી.

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">