Breaking News: IND vs WI: ડેબ્યૂ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલે કમાલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં જ તેણે શાનદાર સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો અને ભારતના મહાન બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ થયો હતો.

Breaking News: IND vs WI: ડેબ્યૂ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 11:48 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે (Yashaswi Jaiswal) ઇતિહાસ રચ્યો હતો. પહેલી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે કેપ્ટન રોહિત શર્મા સાથે 200થી વધુ રનની ભાગીદારી પણ કરી હતી. રોહિતે પણ 10 વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારી હતી.

પહેલી જ મેચમાં શાનદાર સદી

જે કામ સુનીલ ગાવસ્કર 52 વર્ષ પહેલા ન કરી શક્યા, જે કામ વિરાટ કોહલી 12 વર્ષ પહેલા ન કરી શક્યા તે કામ 21 વર્ષની યશસ્વી જયસ્વાલે કરી બતાવ્યું છે. ટીમ ઈન્ડિયામાં ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી રહેલી યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી છે. યશસ્વીએ પોતાની ડેબ્યૂ ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ સાથે જ જયસ્વાલે સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર શર્મા, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું.

મજબૂત બેટિંગ સાથે શાનદાર સદી

ડોમિનિકા ટેસ્ટના બીજા દિવસે યશસ્વીએ પોતાની ઇનિંગને 40 રન સુધી લંબાવી હતી અને પ્રથમ સેશનમાં જ તેની અડધી સદી પૂરી કરી હતી. યશસ્વીએ ફિફ્ટી સુધી પહોંચવા માટે 104 બોલનો સામનો કર્યો હતો. યશસ્વી લંચ સુધી 62 રન બનાવીને અણનમ રહ્યો હતો. અહીંથી બીજા સેશનમાં તેણે રનની ગતિ થોડી વધારી. ત્યારપછી યશસ્વીએ એલિક એથાનેજના બોલને સ્ક્વેર લેગ તરફ રમીને સિંગલ લીધો અને યાદગાર સદી (215 બોલ) પૂરી કરી.

આ પણ વાંચો : 1500 રૂપિયામાં જીવન ગુજારતો યશસ્વી જયસ્વાલ કેવી રીતે બન્યો કરોડપતિ? જાણો પાણીપુરીની લારીથી ટીમ ઈન્ડિયા સુધીની રોચક સફર

યશસ્વીનું ફર્સ્ટ ક્લાસ કરિયર

યશસ્વીએ ટેસ્ટ ડેબ્યુ પહેલા તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં ધમાકેદાર સદી ફટકારી હતી. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઈરાની કપ અને ઈન્ડિયા A માટે માત્ર 15 ફર્સ્ટ ક્લાસ મેચોમાં યશસ્વીએ 9 સદી ફટકારી હતી. આટલા જોરદાર પ્રદર્શન પછી જ તેણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો અને અહીં પણ તેણે આ જ કારનામું કર્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">