Breaking News : IND vs BAN : બાંગ્લાદેશે જીત્યો ટોસ, ભારત કરશે બોલિંગ, શાકિબ આજની મેચમાંથી બહાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં વર્લ્ડ કપનો મુકાબલો 2 વાગ્યે શરૂ થશે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. શાકિબ આજની મેચમાં નહીં રમે. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાએ કોઈ પરિવર્તન ન કરતા વિનિંગ કોમ્બિનેશન સાથે જવાનો નિર્ણય કર્યો છે.
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની તેની ચોથી મેચમાં બાંગ્લાદેશના પડકારનો સામનો કરી રહી છે. ભારતની જેમ આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ (Bangladesh) ની આ ચોથી મેચ છે. આ મેચનો ટોસ થયો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) એ કહ્યું કે જો ટોસ જીત્યો હોત તો પહેલા બોલિંગ કરવાનું જ પસંદ કર્યું હોત.
બાંગ્લાદેશ 25 વર્ષ બાદ ભારતીય ધરતી પર વનડે રમશે
પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી આ મેચ થોડી ઐતિહાસિક પણ છે. કારણ કે આ મેચના બહાને બાંગ્લાદેશની ટીમ 25 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટીમ ઈન્ડિયા સામે વનડે મેચ રમી રહી છે. બાંગ્લાદેશે છેલ્લે 1998માં મુંબઈના વાનખેડે મેદાન પર ટીમ ઈન્ડિયા સામે ODI મેચ રમી હતી.
બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો મોટો નિર્ણય
આજની મેચમાં ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ કોઈ પરિવર્તન ન કરતા વિનિંગ કોમ્બિનેશન સાથે જ જવાનો નિર્ણય કર્યો છે, જ્યારે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન બદલાઈ ગયો છે. આ મેચમાં શાકિબ અલ હસનની જગ્યાએ નઝમુલ હુસૈન શાંતો સુકાની કરશે.
Toss & Team News
Bangladesh have elected to bat against #TeamIndia.
A look at India’s Playing XI
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #INDvBAN | #MeninBlue pic.twitter.com/RuFBkS8XMj
— BCCI (@BCCI) October 19, 2023
બાંગ્લાદેશમાં 2 ફેરફારો
બાંગ્લાદેશની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, પહેલો તેના કેપ્ટનના રૂપમાં અને બીજો ફાસ્ટ બોલિંગ વિભાગમાં, બોલિંગમાં તસ્કીન અહેમદની જગ્યાએ નસુમ અહેમદને તક મળી છે.બંને ટીમની પ્લેઈંગ 11
ભારતની પ્લેઈંગ 11 :
શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો : IND vs BAN: રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને આપશે તક, આ હશે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11!
બાંગ્લાદેશની પ્લેઈંગ 11 :
લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાઝ, તોહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઇસ્લામ.