VIDEO: આર્જેન્ટીનાના 4 ખેલાડીઓને પકડવા મેદાનમાં ઉતર્યા પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ, બ્રાઝિલ સાથેની મેચ રદ
બ્રાઝિલ (Brazil) અને આર્જેન્ટીના(Argentina)ના વચ્ચે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ શરૂ થયાના માત્ર 10 મિનિટ પછી, આરોગ્ય કર્મચારીઓ અને પોલીસની ટીમ મેદાન પર આવી અને ઇંગ્લેન્ડથી આવેલા ખેલાડીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું
VIDEO: બ્રાઝિલ અને આર્જેન્ટીના વચ્ચે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ શરૂ થયાના માત્ર 10 મિનિટ પછી, આરોગ્ય કર્મચારીઓની ટીમ મેદાન પર આવી અને તે ખેલાડીઓની ઓળખ શરૂ કરી હતી. ફૂટબોલ મેચ દરમિયાન ઘટનાઓ બનતી રહે છે. પરંતુ, આ ઘટના થોડી અલગ છે. અહીં 4 ખેલાડીઓને પકડવા માટે લાઇવ મેચમાં પોલીસ અને આરોગ્ય કર્મચારીઓની ટીમ મેદાનમાં આવે છે. આ કારણે મેચ પણ રદ કરવી પડી છે. હા, આ ઘટના રવિવારે રાત્રે બની હતી, જ્યારે બ્રાઝિલ(Brazil) અને આર્જેન્ટિ(Argentina)ના વચ્ચે ચાલી રહેલી મેચમાં કેટલાક પોલીસકર્મીઓ અને આરોગ્ય કર્મચારીઓ અચાનક મેદાન પર આવ્યા હતા.
🚨⚽️ | NEW: Footage shows Brazilian officials entering the pitch during the Brazil vs Argentina game to allegedly detain 4 Argentinian players who had entered the country from England pic.twitter.com/3X0PkNghmN
— Football For All (@FootballlForAll) September 5, 2021
જે ચાર ખેલાડીઓ તેમને પકડવા માટે મેદાન પર પહોંચ્યા હતા તે તમામ આર્જેન્ટીનાના છે. તેમના નામ માર્ટિનેઝ, જીવોની, રોમેરો અને બુએન્ડિયા છે. આ ચાર ખેલાડીઓ પર કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
ICYMI. Brazil v Argentina is wild. Game stopped after 10 mins bc a bunch of health officials and cops came on to pitch and, according to commentator, are detaining the 4 PL based Argentina players (Martinez, Buendia, Romero and Lo Celso) for not quarantining.
— Gabriele Marcotti (@Marcotti) September 5, 2021
આ મેચ વર્લ્ડ કપ ક્વોલિફાયરની હતી, જે રમતા પહેલા આર્જેન્ટીના (Argentina)ના ચાર ખેલાડીઓને બ્રાઝિલ (Brazil)ના આરોગ્ય વિભાગ દ્વારા 10 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તે બધા પ્રીમિયર લીગમાં ભાગ લઈને ઇંગ્લેન્ડથી સીધા બ્રાઝીલ (Brazil) પહોંચ્યા હતા. પરંતુ તેણે આમ ન કર્યું અને સીધો જ મેચ રમવા ગયા.
કોરોના નિયમોના ઉલ્લંઘનને કારણે મેચ રદ્દ
બ્રાઝિલ (Brazil) અને આર્જેન્ટીના(Argentina)ના વચ્ચે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ શરૂ થયાના માત્ર 10 મિનિટ પછી, આરોગ્ય કર્મચારીઓ અને પોલીસની ટીમ મેદાન પર આવી અને ઇંગ્લેન્ડથી આવેલા ખેલાડીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું. કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનને કારણે અહીં આ મેચ પણ રદ કરવામાં આવી હતી.
મેચ રદ્દ થયા બાદ બ્રાઝિલ અને આર્જેન્ટીના(Argentina)ના ખેલાડીઓ પણ એકબીજા વચ્ચે વાતો કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મેસ્સી અને નેમાર પણ વાત કરતા જોવા મળ્યા હતા. જ્યારે બ્રાઝિલ અને આર્જેન્ટીના(Argentina)ના વચ્ચેની આ મેચ રદ કરવામાં આવી હતી, ત્યારે તે સમયે સ્કોર 0-0ની બરાબરી પર હતો.
આ પણ વાંચો : CPL 2021 :પાકિસ્તાની ક્રિકેટરની એક ભુલને કારણે આઉટ થતા બેટ્સમેન ગુસ્સે થયો જુઓ VIDEO
આ પણ વાંચો : IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ