AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boxing News: ગુજરાતની મેરીકોમ બનવા માગતી આ બોક્સરનાં પંચ સામે ટકવું છે મુશ્કેલ, ઓલિમ્પિકમાં 7 મેડલની ધરાવે છે નેમ, જાણો કોણ છે “છોટા પેકેટ બડા ધમાકા”

કષ્ટભંજન દેવમાં અપાર શ્રદ્ધા ધરાવતા આ પરિવાર આગળ કશું નથી વિચારતો એટલું જ કહે છે કે 'તુમ રક્ષક કાહુ કો ડરના'

Boxing News: ગુજરાતની મેરીકોમ બનવા માગતી આ બોક્સરનાં પંચ સામે ટકવું છે મુશ્કેલ, ઓલિમ્પિકમાં 7 મેડલની ધરાવે છે નેમ, જાણો કોણ છે છોટા પેકેટ બડા ધમાકા
It is difficult to stand against the punch of this boxer who wants to be the MaryKom of Gujarat
| Updated on: Dec 13, 2021 | 4:42 PM
Share

Gujarat Boxing News: એક દીકરીનાં મોઢા પર જ્યારે કોઈ દયા ખાધા વગર તમારે પંચ મારવાનો હોય તો ! માતા સામે બોક્સિંગ રીંગમાં દીકરીનાં મોઢા પર જડબાતોડ જ્યારે પંચ પડતા હોય અને છતા માતા પિતાને એમ કહેવામાં આવે કે તમારા માટે આ દિકરી છે પણ મારા માટે તો આ એક બોક્સર (Boxer) છે. જે ઉમરમાં લાડમાં માતા કદાચ દીકરીને ઉચકી લે એ 4 વર્ષની ઉમરે માતાને ઉચકી લેતી દીકરી અને સૌથી છેલ્લુ પણ અંતિમ નહી એમ  પોતાની ઉમર કરતા વધારે ઉંચાઈ તરફ જઈ રહેલી એ ઉગતી પ્રતિભા, એ ઉગતી બોક્સીંગની ખેલાડીની કે જેણે પ્રણ લઈ લીધુ છે કે મેરીકોમ(Mary Kom)નાં 6 ઓલિમ્પિક મેડલ (Olympic Medal) સામે તે દેશ માટે 7 મેડલ લાવવા માગે છે અને આ પ્રતિભા છે ગુજરાતનાં અમદાવાદમાં રહેતી 13 વર્ષની કાવ્યા જોશી(kavya Joshi)ની કે જેણે હવે બોક્સિંગનાં ગ્લોવ્ઝથીજ પોતાના સપનાને પૂરૂ કરવાની તાકાત ભેગી કરવા લાગી છે.

નાનપણથી જ સ્પોર્ટસમાં અલગ પ્રકારની ઋચિ ધરાવતી કાવ્યાએ વિવિધ સ્પોર્ટસ પર હાથ પણ અજમાવી જોયો જો કે સરવાળે ભાગાકાર જેવી સ્થિતિ હંમેશા બનેલી રહી. સમય જો કે વ્યતિત ભલે થઈ રહ્યો હતો પણ જતો નોહતો રહ્યો. 31 ડિસેમ્બર 2016, દંગલ ફિલ્મ આવી અને કાવ્યા એ તેને જોઈ અને જીંદગીના બદલાવનું અસ્સલ પિક્ચર તો હવે બદલાયું અને કાવ્યાને એમ હતું કે કુસ્તી એટલે જ બોક્સિંગ અને તેમે બોક્સિંગમાં જવાનું નક્કી કરી લીધુ. જો કે નક્કી કરી લેવું અને તેને પાલન કરવું વચ્ચે 360 ડિગ્રીનો ફરક હોય છે.

બોક્સિંગની તાલીમનાં એક તમાચાની એ ગુંજ

કાવ્યાએ બોક્સિંગમાં જવાનું નક્કી કરી લીધા બાદ શરૂ થઈ હતી આખા પરિવારની પરીક્ષા ગણો કે તાલીમ. એકલવ્ય કોચીંગ એકેડમીનાં કોચ અને 6 વાર ગુજરાત સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયન રહેલા રમેશ મહેતા પાસે કાવ્યાની ટ્રેનીંગ શરૂ તઈ. બોક્સિંગ રીંગમાં ખુલ્લા ગાલ પર તમાચાને લઈ ઉઠી જતા સોળ અને બોક્સિંગ પંચથી ફરી જતા મોઢાને જોવું એ માતા પિતા માટે આંખમાં પાણી લાવનારૂ હતું. જો કે કોચ રમેશ મહેતા સંભળાવી દેતા કે તમારા માટે આ દીકરી છે પણ મારા માટે તો એ બોક્સર છે. કાવ્યા શરૂઆતનાં સમયમાં જ્યારે મારને લઈ પીછેહટ કરતી ત્યારે કંટાલી ને પિતા હિતેશ જોશીએ નક્કી કર્યુ કે તેને ક્વિટ કરાવી દેવું, જો કે કોચની સમજાવટ અને અપીલે આ પ્રતિભાને સમાજ સામે લાવીને મુકી જ દીધી.

પિતા થઈને દીકરીના મોઢા પર પંચ મારવાની પ્રેકટીસ

કાવ્યા પાછળ જેટલું ધ્યાન કોચે આપ્યું છે તેટલું જ યોગદાન ગણો કે બલિદાન તેના માતા પિતાનું છે કે જેમણે આ બોક્સરને તૈયાર કરવા માટે પોતાના શોખથી લઈને સમય પણ બદલી નાખ્યો છે અને જીવનનો પ્રવાહ પણ. દીકરી જે પ્રવાહમાં આગળ ધપી રહી છે તે પ્રવાહને જ હવે સમયનું વહેણ બનાવી નાખનારા જોશી પરિવારનાં મોભી પોતે પણ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ રહી ચુક્યા છે અને એટલે જ તે ફિટનેશથી લઈ કાવ્યાના ન્યૂટ્રિશનલ વેલ્યુનું સતત ધ્યાન રાખે છે.

જે ઉમરમાં આજકાલનાં બાળકોનાં હાથમાં મોબાઈલ કે ટેબલેટ વધારે જોવા મળે છે તે ઉમરમાં કાવ્યાનાં હાથ બોક્સિંગ પેડ પર સતત ચાલતા જોવા મળે છે. તે મોબાઈલ જોવે છે પણ માત્ર બોકિસંગ મેચના વિડિયો જોવા માટે. તે ટીવીનો ઉપયોગ કરે છે તો બોકિસંગની રમાતી મેચને જોવા માટે. ફાસ્ટફુડ અત્યાર સુધીમાં તેણીએ ગણીને બે વાર ખાધું હશે અને આજ હાલત સમગ્ર પરિવારની પણ છે. કાવ્યાનાં સપોર્ટમાં પરિવારે પણ બહારનું ખાવાનું બિલકુલ બંધ કરી દીધુ છે.

કાવ્યાનું વર્કઆઉટ શિડ્યુલ

  1. સવારે 4.45 વાગ્યે ઉઠી જવાનું અને દુધ પીવાનું
  2. 4.45 વાગ્યે દુધ પી ને 10 મિનિટ માટે ફરી સુઈ જવાનું
  3. 5.15 વાગ્યે સવારે તૈયાર થઈ જવાનું
  4. 5.40 એ સવારે નિકળીને 6.30 વાગ્યે કોચીંગ સેન્ટર પર પહોચવું
  5.  સવારે 8 વાગ્યા સુધી પ્રેકટીસ કરીને રીટર્નમાં કારમાં જ ડ્રાયફ્રુટ ખાવાનું
  6. ઘરે આવીને જ્યુસ કે સ્પ્રાઉટ કે સરગવાનું સુપ , લંચમાં ભાખરી કે રોટલી લેવાની પણ ભાત બંધ
  7. ત્યાર બાદ પૂજા કરીને ભણવાનું અને જમીને સુઈ જવાનું અને ત્યાર બાદ 1.30 કલાક ફરી ભણના પર ધ્યાન
  8. બપોરે 4 કલાકે પ્રોટીન શેક કમ્પલસરી લેવાનો અને 5.15 વાગ્યા સુધી સાંજે પ્રેકટીસ કરવાની
  9. ટીવી જોવાનું બંધ કરી દીધુ છે છતા પણ તણાવને દુર કરવા ક્યારેક કોઈ હાસ્ય સિરિયલ 15 મિનિટ માટે
  10. રાતે 9 કલાકે કાવ્યા સાથે આખો પરિવાર સુઈ જાય છે

2 વર્ષમાં મારી દિકરીનું બાયોપિક આવે તે ઈચ્છા

કાવ્યાનાં પિતાએ તેના બોકિસંગના શોખને લઈ નોકરી છોડીને બિઝનેશ શરૂ કર્યો, વિદેશમાં સ્થાયી થવાની ઓફ પણ ફગાવી દીધી. પિતા હિતેશ જોશીએ જણાવ્યું કે પરીક્ષા ત્યારે થતી કે જ્યારે પ્રેકટીસ માટે મારે પુરી તાકાતથી કાવ્યાને પંચ મારવા પડતા. આજે સ્થિતિ એ છે કે 17 તારીખે રમાયેલી અમદાવાદની એક મેચમાં તેણે નેશનલ મેડલ વિનર પ્રતિસ્પર્ધીને ત્રણ પૈકીનાં બીજા રાઉન્ડમાં નોક આઉટ કરી દીધી હતી. 200 LBSથી 700 પ્લસ LBSનાં પંચ પર પહોચેલી કાવ્યાની આ જ તો તાકાત બનવા લાગી કે જે હવે તેનાથી વધારે મોટી ઉમરનાં મેલ સ્પર્ધકો સાથે પણ ભીડી જાય છે. આ બધા દ્રશ્યો જોઈએ ત્યારે દંગલ મુવી તરવરી ઉઠે છે અને પિતા હિતેશ જોશી 2 વર્ષમાં તેની બાયોપિક આવે તેવો દ્રઢ સંકલ્પ લઈને બેઠા છે.

જવાબદારી ઉઠાડે છે નહી કે એલાર્મ- અર્ચિતા જોશી

માતા અર્ચિતા જોશી પણ કાવ્યાનાં ઘડતરમાં એક એવો પાયો છે કે જે જેટલો જમીનમાં છે તેટલો જ ઉપર પણ છે અને અને એ જ પાયા પર કાવ્યાની કારકિર્દીનાં ઘડતરની ઈમારત ઉભી થઈ રહી છે. કાવ્યા સાથે સવારે 4.45 વાગ્યે ઉઠી જતા તેમની માતા સ્પ્રાઉટ બનાવવાથી લઈ સુપ અને ગ્રાઉન્ડ પર પ્રેકટીસ માટે સાથે વર્ક આઉટ કરવું એમની જીદંગીનો હિસ્સો બની ગયો છે. તે કહે છે કે જ્યારે કોરોના ચરમ પર હતો ત્યારે પણ તેમણે એક દિવસ કોચીંગ જમ્પ નથી કર્યું. નવરાત્રીમાં બીજી છોકરીઓ તાળી પાડીને ગરબા રમતી હતી ત્યારે દીકરી બોકિસંગ ગ્લોવ્ઝથી રમી રહી હતી. આજે હું એક જ વસ્તુ વિચારૂ છું કે ‘કાવ્યા ઈઝ એ ચેમ્પિયન’. હું માતા તરીકે કદાચ વર્કઆઉટ કરાવવામાં ઢીલી પડુ પણ તેના હેલ્ધી ડાયટમાં ક્યારેય કોઈ સમજુતી નથી કરતી

ખેલ મહાકુંભ બાદ હવે નેશનલ લેવલ માટે તૈયારીઓ શરૂ

ગુજરાત સબ જુનિયર સ્ટેટ ચેમ્પિયન શીપ જીત્યા બાદ હવે ખેલ મહાકુંભમાં ભાગ લેવો અને પછી રાષ્ટ્રીય સ્તરની મેચમાં ભાગ લેવો અને તેના માટે તૈયારીએ શરૂ કરી દીધી છે. પરિવાર ઈચ્છે છે કે બધુ વ્યવસ્થિત રીતે પાર પડ્યુ તો કાવ્યાને અમેરિકામાં પ્રોેશનલ ટ્રેનીંગ મળે અને તે નિયમો સમજે પછી વધારે તાકાત સાથે બોકિસંગ રીંગમાં ફતેહ મેળવે. કાવ્યાની ઈચ્છા છે કે મેરીકોમે દેશ માટે 6 મેડલ જીત્યા છે તે 7 મેડલ જીતવા માગે છે.

બર્ગર, પિત્ઝા, મેગી અને નુડલ્સનાં ગુચળામાં ગુંચવાયા વગર કાવ્યા 13 વર્ષની ઉંમરે સ્પોર્ટસ માટે જાણે શોખ અને સ્વાદની દિક્ષા જાણે લઈ ચુકી છે.  પ્રેકટીસ તેનું આદ્યાત્મ બની ગયું છે અને બોકિસંગ રીંગ તેનું મંદિર. કષ્ટભંજન દેવમાં અપાર શ્રદ્ધા ધરાવતા આ પરિવાર આગળ કશું નથી વિચારતો એટલું જ કહે છે કે ‘તુમ રક્ષક કાહુ કો ડરના’ .. કાવ્યાની આ ઉગતી સફર ઘણા ઉગતા સિતારાઓ માટે કઈક કરવા માગતા લોકો માટે માર્ગદર્શ બની રહે તેની શુભેચ્છા આપવી જ ઘટે..

g clip-path="url(#clip0_868_265)">