Birthday: સાઉથ આફ્રિકાનો સુપરમેન એબી ડિવિલીયર્સ ક્રિકેટમાં અનેક રેકોર્ડ સર્જી ચુક્યો છે

|

Feb 17, 2021 | 11:51 AM

સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેનમાં ગણાતો એબી ડિવીલીયર્સ (AB de Villiers) નો આજે જન્મ દિવસ છે. તે આજે પોતાના 37મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. તેની ઝડપ અને સ્ફૂર્તી અને આતશી રમતને લઇને સાઉથ આફ્રિકા (South Africa) નો તે સુપરમેન (Superman) તરીકે ઓળખવામાં આવે છે.

Birthday: સાઉથ આફ્રિકાનો સુપરમેન એબી ડિવિલીયર્સ ક્રિકેટમાં અનેક રેકોર્ડ સર્જી ચુક્યો છે
એબી ડિવીલીયર્સના નામે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી શતક લગાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

Follow us on

સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેનમાં ગણાતો એબી ડિવીલીયર્સ (AB de Villiers) નો આજે જન્મ દિવસ છે. તે આજે પોતાના 37મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. તેની ઝડપ અને સ્ફૂર્તી અને આતશી રમતને લઇને સાઉથ આફ્રિકા (South Africa) નો તે સુપરમેન (Superman) તરીકે ઓળખવામાં આવે છે.

17 ફ્રેબ્રુઆરી 1984માં તે દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા (Pretoria) માં જન્મ્યો હતો. તે આમ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાઉથ આફ્રિકાને માટે રમે છે. પરંતુ દુનિયાની અનેક T20 લીગમાં રમતો નજરે પડે છે. એબી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નો સારો દોસ્ત પણ કહેવાય છે. બંને જણા IPLમાં RCB માં સાથે રમે છે. એબી એ વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી.

એબી ડિવીલીર્સ જૂનિયર લેવલ પર ગોલ્ફ, ટેનિસ અને રગ્બી રમતો રહે છે. માત્ર 21 વર્ષની ઉંમરે જ એબી સાઉથ આફ્રિકા ક્રિકેટનો ફ્યુચર કહેવાતો હતો. ડિવીલીયર્સ એ ટેસ્ટ કેરિયરમાં બે બેવડી સદી ફટકારી છે. જેમાં એક પાકિસ્તાન સામે અને બીજી ભારત સામે. તેણે પાકિસ્તાન સામે નવેમ્બર 2010માં અણનમ 278 રન બનાવ્યા હતા. આ પહેલા એપ્રિલ 2008માં તેણે અમદાવાદમાં ભારત સામે અણનમ 217 રન બનાવ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એબી ડિવીલીયર્સના નામે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી શતક લગાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેણે માત્ર 31 બોલમાં જ સદી ફટકારી હતી. જે મેચમાં તેણે 149 રન બનાવ્યા હતા. તેના નામે વન ડે ક્રિકેટમાં 16 બોલમાં ફીફટી ફટકારવાનો પણ રેકોર્ડ છે. તે ત્રણ વાર આઇસીસી ના વન ડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચુક્યો છે.

એબી ડિવીલીયર્સે કેરિયરમાં 114 ટેસ્ટ, 228 વન ડે અને 78 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 22 શતક અને 46 અર્ધશતક લગાવ્યા છે. ટેસ્ટ માં તેણે કુલ 8765 રન બનાવ્યા હતા. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 278 રનનો છે. વન ડે માં તેણે કુલ 9577 રન બનાવ્યા છે. જેમાં 25 સદી અને 53 અર્ધ શતક સામેલ છે. તો T20 ક્રિકેટેમાં 10 અર્ધ શતકની મદદ થી 1672 રન બનાવ્યા છે. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરમાં 9 વિકેટ પણ ઝડપી છે.

વર્ષ 2018માં તેણે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ જાહેર કરી દીધો હતો. જોકે એબી ડિવીલીયર્સના બાબતે લોકો એમ પણ તર્ક લગાવી રહ્યા છે કે, તે T20 વિશ્વકપમાં ભાગ લઇ ક્રિકેટમાં વાપસી કરશે. જોકે આ બાબત હાલમાં અધિકારીક નથી. જોકે મેનેજમેન્ટ જો ઇચ્છે છે તો, સંભવ થઇ શકે છે. એબી ખુદ પણ તે માટે ઇચ્છા વ્યક્ત કરી ચુક્યો છે.

Next Article