Bio Bubble: આઈપીએલ પછી BBCI નો બાયો-બબલ 3 વખત નિષ્ફળ ગયો, જાણો કેમ ?

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ કોરોનાને કારણે રદ્દ કરવામાં આવી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, બીસીસીઆઈએ કોરોના વચ્ચે યુએઈમાં આઈપીએલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

Bio Bubble: આઈપીએલ પછી BBCI નો બાયો-બબલ 3 વખત નિષ્ફળ ગયો, જાણો કેમ ?
Marylebone Cricket Club
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 2:01 PM

Bio Bubble: બાયો-બબલ ત્રણ વખત નિષ્ફળ ગયો છે. છેવટે, દર વખતે શું થઈ રહ્યું છે ? બેદરકારી ક્યાં હતી ? ચાલો સમજીએ. આ વર્ષે માર્ચ-એપ્રિલમાં રમાયેલી આઈપીએલની 14 મી સીઝન, ખેલાડી (Player)ઓ અને કોચ કોરોના (Corona)થી સંક્રમિત થયા બાદ મેચ બંધ થઈ હતી. IPL દરમિયાન 4 ખેલાડીઓ અને બે કોચ સંક્રમિત થયા હતા.

સૌ પ્રથમ, KKR ના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર અને ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ એલ બાલાજી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. તે પછી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રાને પણ ચેપ લાગ્યો. જે બાદ IPLને સ્થગિત કરવી પડી હતી.

IPLમાં બાયો-બબલ કેમ તૂટ્યો?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતમાં આયોજિત આઈપીએલ (Indian Premier League) દરમિયાન ચેન્નાઈની કંપની દ્વારા ખેલાડીઓને ટ્રેકિંગ ડિવાઈસ આપવામાં આવ્યું હતું. આ ઉપકરણ ખરાબ હોવાનું બહાર આવ્યું છે. આ કારણે ખેલાડીઓનું ટ્રેકિંગ થઈ શક્યું નથી. ફ્રેન્ચાઇઝીએ આ અંગે બોર્ડમાં ફરિયાદ પણ કરી હતી. ટીમના અધિકારીએ કહ્યું હતું કે, તેઓ એક શહેરથી બીજા શહેરમાં ગયા છે, પરંતુ જ્યારે ઉપકરણ પરનો ડેટા આવ્યો ત્યારે તેમાં અગાઉના શહેર વિશેની માહિતી હતી.

શ્રીલંકા પ્રવાસ દરમિયાન તબીબી અધિકારીની બેદરકારી

આ વર્ષે જુલાઈમાં, ભારતીય ટીમના ખેલાડી કૃણાલ પંડ્યા શ્રીલંકાના પ્રવાસ દરમિયાન શિખર ધવનની કેપ્ટનશીપમાં કોરોના સંક્રમિત થયા હતા. સાત ખેલાડીઓ આઇસોલેશનમાં ગયા હતા. આ પછી, બીજી અને ત્રીજી ટી 20 (Third T20) માટે નેટબોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. જેમાં કોરોના પ્રોટોકોલને અનુસરવામાં તબીબી અધિકારીની બેદરકારી બહાર આવી હતી.

ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ ખેલાડીઓએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો

મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Coach Ravi Shastri), બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, ફિઝિયો નીતિન પટેલ, યોગેશ પરમાર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટ સીરિઝની વચ્ચે ચેપ લાગ્યો હતો. આ કારણે છેલ્લી ટેસ્ટને રદ કરવી પડી હતી. તે જ સમયે, સીરિઝની શરૂઆત પહેલા, રિષભ પંતને પણ ચેપ લાગ્યો હતો. આ પ્રવાસમાં પણ કોરોના પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન ન કરવાની વાત કરવામાં આવી હતી.

સીરિઝની શરૂઆત પહેલા, ઘણા ખેલાડીઓ માસ્ક (Mask) વગર યુરો કપ ફાઇનલ અને વિમ્બલ્ડન મેચ જોવા ગયા હતા. તે જ સમયે, હોટલમાં બાયો-બબલ તૈયાર કરવામાં આવ્યો ન હતો. સીરિઝની મધ્યમાં, ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પુસ્તક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો : Australia Cricket: ટિમ પેન અફઘાનિસ્તાન સામે રમવા માંગતો નથી, જાણો શું છે કારણ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">