ભારતીય બેટ્સમેનોએ IPLમાં લગાડી છે ચોગ્ગાઓની રમઝટ, ટોપ ટેનમાં માત્ર બે વિદેશી ખેલાડીનો સમાવેશ

IPL 2020ની 13 સિઝન હવે શરૂ થવા માટે જઈ રહી છે, અત્યાર સુધીનો ઈતિહાસ ખુશીનાં આંસુઓથી લઈને જીતની ખુશીના સમાચાર સુધીનો રહ્યો છે. આ લીગમાં જ રેકોર્ડ પણ એવા સ્થાપિત થયા છે કે જેણે લોકોને ઉત્સાહિત કર્યા છે સાથે રોમાંચિત પણ કર્યા અને હેરાન પણ કર્યા છે. એમાંથી જ એક રેકોર્ડ છે સૌથી વધારે ચોગ્ગા […]

ભારતીય બેટ્સમેનોએ IPLમાં લગાડી છે ચોગ્ગાઓની રમઝટ, ટોપ ટેનમાં માત્ર બે વિદેશી ખેલાડીનો સમાવેશ
https://tv9gujarati.com/latest-news/bhartiya-batsman…samvesh-thay-che-160990.html
Follow Us:
| Updated on: Sep 17, 2020 | 7:45 PM

IPL 2020ની 13 સિઝન હવે શરૂ થવા માટે જઈ રહી છે, અત્યાર સુધીનો ઈતિહાસ ખુશીનાં આંસુઓથી લઈને જીતની ખુશીના સમાચાર સુધીનો રહ્યો છે. આ લીગમાં જ રેકોર્ડ પણ એવા સ્થાપિત થયા છે કે જેણે લોકોને ઉત્સાહિત કર્યા છે સાથે રોમાંચિત પણ કર્યા અને હેરાન પણ કર્યા છે. એમાંથી જ એક રેકોર્ડ છે સૌથી વધારે ચોગ્ગા લગાડવાનો પણ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચોગ્ગા લગાડવા વાળા ટોપ-10 બેટ્સમેનમાં 8 ભારતીય છે.

ધવનનાં ધમાકામાં ઉડ્યા મોટા મોટા દિગ્ગજ,આ છે પાંચ ટોપ-5

IPLનાં 12 વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધીારે બાઉન્ડ્રી પાર કરાવવાનો રેકોર્ડમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો છે. આ યાદીમાં ટોપ પર છે ભારતીય ખેલાડી ગબ્બર એટલે કે શિખર ધવન. આ ખેલાડી પાછલા વર્ષે દિલ્હી કેપીટલ્સમાં હતો અને તેણે 524 ચોગ્ગા લગાડ્યા હતા.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

બીજા નંબર પર છે 493 ચોગ્ગા લગાડીને નામ કાઢનારા સુરેશ રૈના છે. ચેન્નાઈ સુપર કિંગ્સનાં હિસ્સા રહેલા રૈનાનો આ વખતે જલવો જોવા નહી મળે. લીસ્ટમાં ત્રીજા ક્રમે ગૌતમ ગંભીરનું નામ અંકિત છે. દિલ્હી અને કોલકાતાનાં કેપ્ટન રહી ચુકેલા ક્રિકેટર ગૌતમ ગંભીરે 491 ચોગ્ગા માર્યા હતા.

આ જાણીને બધાને હેરાની થઈ શકે છે કે લીગમાં સૌથી વધારે રન બનાવવા વાળા રોયલ ચેલેન્જર બેંગલોરનાં કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર છે. પાછલી 12 સિઝનથી RCB માટે રમી રહેલા વિરાટ કોહલીએ 480 ચોગ્ગા માર્યા છે. વિરાટ પછી નંબર પાંચ પર ઓસ્ટ્રેલિયાનાં ખેલાડી ડેવિડ વોર્નર છે, હૈદરાબાદ સનરાઈઝર્સની કેપ્ટન્સી કરનારા વોર્નરે 458 ચોગ્ગા લગાડ્યા છે.

ગેલ કરતા આગળ રોહિત અને રહાણે

ફટાફટ ક્રિકેટની જ્યારે વાત આવે ત્યારે ક્રિસ ગેલનો ચહેરો બધાની સામે તરત તરવરે છે. ગેલનાં નામે સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ છે પરંતુ ચોગ્ગા લગાડવાની બાબતમા તે ભારતીય ખેલાડીઓ કરતા પણ પાછળ છે. આ લીસ્ટમાં રોબીન ઉથપ્પા નંબર 6 પર છે જેમણે 435 ચોગ્ગા લગાડ્યા છે.

સાતમાં સ્થાન પર રોહિત શર્મા છે કે જેણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 431 ચોગ્ગા માર્યા હતા. વાત અજીક્ય રહાણેની તો તેણે 404 ચોગ્ગા લગાડીને આઠમાં સ્થાન પર રહ્યો હતો.

T-20ની દુનિયાનાં સૌથી ખતરનાક બેટ્સમેન વેસ્ટઈન્ડિઝનાં ગેલ દ્વારા અત્યાર સુધીમાં 369 ચોગ્ગા લગાડવામાં આવ્યા હતા. RCBનાં વિકેટકીપર પાર્થિવ પટેલ પણ આ લીસ્ટમાં છે તેમણે 365 ચોગ્ગા લગાડ્યા અને તે દસમાં નંબર પર છે.

હવે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી સીઝન 13 માં આ આંકડાઓમાં સતત ફેરફાર સર્જાતો રહેશે, જોવાનું એ રહે છે કે શું ફરી એકવાર ભારતીય ખેલાડીઓ પોતાનું સ્થાન અકબંધ રાખી શકે છે કે કેમ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">