AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: સૌરવ ગાંગુલીએ લડત આપી જેને ડેબ્યુ કરાવ્યુ હતુ, તે અશોક ડીંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી

ભારત અને બંગાળના અનુભવી ઝડપી બોલર અશોક ડીંડા (Ashok Dinda)એ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે 2 ફેબ્રુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરી લીધી હતી.

BCCI: સૌરવ ગાંગુલીએ લડત આપી જેને ડેબ્યુ કરાવ્યુ હતુ, તે અશોક ડીંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી
Ashok Dinda
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 03, 2021 | 12:08 AM
Share

ભારત અને બંગાળના અનુભવી ઝડપી બોલર અશોક ડીંડા (Ashok Dinda)એ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે 2 ફેબ્રુઆરીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી જાહેર કરી લીધી હતી. આ સાથે જ તેના દોઢ દાયકાના કેરિયરનો અંત આવ્યો હતો. ભારત માટે તે 13 વન ડે અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાવાળા અને 36 વર્ષીય ડિંડા 2019-20ના સત્રમાં ફક્ત રણજી ટ્રોફી રમવા માટે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો સામનો કર્યા બાદ આ સિઝનની શરુઆતમાં ગોવાથી જોડાઈ ગયા હતા. ગોવાના માટે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ત્રણ મેચો રમી બાદમાં તેમને લાગ્યુ કે તેનુ શરીર સાથ નથી આપી રહ્યુ.

ડિંડાએ ઈડન ગાર્ડન્સમાં મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ, આજે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છુ. મેં BCCI અને ગોવા ક્રિકેટ સંઘને આ સંબંધે ઈમેઈલ મોકલી આપ્યો છે. ડિંડાએ BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે 2005-06ની સિઝનમાં લોકોની વિરુદ્ધ જઈને પુણેમાં આ ઝડપી બોલરને મહારાષ્ટ્ર સામે ડેબ્યુનો મોકો મળ્યો હતો. બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અવિષેક ડાલમિયા, સચિવ સ્નેહાશીષ ગાંગુલી અને સંયુક્ત સચિવ દેવવ્રત દાસે ડિંડાને તેના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ચાંદિની પટ્ટિકા પણ આપી હતી.

ડિંડાએ ઈન્ડીયન પ્રિમીયર લીગ (IPL)માં દિલ્હી ડેયરવિલ્સ, કોલકત્તા નાઈટ રાઇડર્સ, પુણે વોરિયર્સ, રાઈઝીંગ પુણે સુપરજાયંટસ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધીત્વ કર્યુ હતુ. આ ઝડપી બોલરે 78 આઈપીએલ મેચમાં 22.20ની સ્ટ્રાઈક રેટથી 68 વિકેટ ઝડપી હતી. ડિંડાએ 116 પ્રથમ શ્રેણી મેચોમાં 420 વિકેટ હાંસલ કરી હતી. તે ઉત્પલ ચેટર્જી બાદ બંગાળનો બીજી સફળ બોલર હતો.

અશોક ડિંડાએ વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે પોતાની વન ડે કેરિયરની શરુઆત કરી હતી. પરંતુ વર્ષ 2013માં ઇંગ્લેંડ સામેના મુકાબલા બાદ ભારતીય ટીમથી બહાર થઈ ગયો હતો. ત્યાર બદ તે ફરીથી ટીમ ઈન્ડીયામાં સામેલ થઈ શક્યો નહોતો. તેણે 13 વન ડે મેચમાં 12 વિકેટ ઝડપી હતી. તેમજ T20ની નવ મેચમાં 17 વિરેક ઝડપી હતી. તેણે ડિસેમ્બર 2009માં શ્રીલંકા સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્રણ વર્ષ બાદ ડીસેમ્બર 2012માં પાકિસ્તાનની સામેની મેચના બાદ તે આ ફોર્મેટમાંથી પણ બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: Covid-19: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ, ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બહાર થવાને આરે

g clip-path="url(#clip0_868_265)">