BCCIનાં સંવિધાન સંશોધનની પીટીશન પર સુપ્રીમ જાન્યુઆરીમાં કરશે સુનાવણી, પદ કાર્યકાળને લઇને સૌની નજર

|

Dec 10, 2020 | 9:51 AM

ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડના સંવિધાન સંશોધનની પીટીશન પર બુધવારે થનારી સુનાવણી ટળી ગઇ હતી. સુપ્રીમ કોર્ટ હવે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરશે. ત્યાં સુધી બોર્ડના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ પર બનેલા રહી શકશે. સુપ્રીમની સુનાવણી ટળી જવાને લઇને હવે 24 ડીસેમ્બરે મળનારી એજીએમ ની અધ્યક્ષતા ગાંગુલી કરી શકશે. […]

BCCIનાં સંવિધાન સંશોધનની પીટીશન પર સુપ્રીમ જાન્યુઆરીમાં કરશે સુનાવણી, પદ કાર્યકાળને લઇને સૌની નજર

Follow us on

ભારતીય ક્રિકટ કંટ્રોલ બોર્ડના સંવિધાન સંશોધનની પીટીશન પર બુધવારે થનારી સુનાવણી ટળી ગઇ હતી. સુપ્રીમ કોર્ટ હવે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહમાં સુનાવણી કરશે. ત્યાં સુધી બોર્ડના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પોતાના પદ પર બનેલા રહી શકશે.

સુપ્રીમની સુનાવણી ટળી જવાને લઇને હવે 24 ડીસેમ્બરે મળનારી એજીએમ ની અધ્યક્ષતા ગાંગુલી કરી શકશે. જેમાં જય શાહ અને જ્યોર્જ પણ હાજર રહી શકશે. પીટીશનમાં કહેવામાં આવ્યુ છે કે, બીસીસીઆઇએ ગત વર્ષે થયેલી એજીએમમાં 9, ઓગષ્ટ 2018 થી લાગુ કરેલા કૂલીંગ ઓફ પીરીયડમાં જવાના નિયમોમાં સંશોધન કરીને પદાધીકારીઓનો કાર્યકાળ વધારવાની સ્વિકૃતી આપી દીધી હતી. સંવિધાન તેવા વ્યક્તિઓને લઇને તૈયાર કરવામાં આવ્યુ હતુ, જેમની પાસે ત્રીસ્તરીય સંરચના અને કામકાજનો જમીની સ્તરનો અનુભવ નહોતો. કે ના તો તેમની પાસે ક્રિકેટ પ્રશાસનનો કોઇ અનુભવ હતો. તો વળી અનુભવી લોકોને પ્રશાસનને દુર કરવાને લઇને, ક્યાક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રુપે ક્રિકેટનુ નુકશાન ભોગવવુ પડે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં


સાથએ જ એ પણ તર્ક આપવામાં આવ્યો છે કે, બીસીસીઆઇ એક ઓટોનોમસ બોડી છે. તેની પાસે પ્રશાસનનો અધીકાર હોય છે. જેમાં તે પોતાના સંવિધાનમાં બદલાવ પણ કરી શકે છે. એટલે તેમણે સુપ્રિમ કોર્ટની મંજુરી લેવાની અનિવાર્યતા ખતમ કરી શકાય. બોર્ડના સંશોધન મુબજ ગાંગુલી અને શાહ બંને પર કૂલીંગ ઓફ પીરીયડ પર જવાના નિયમ ત્યારે જ લાગુ થશે. ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડમાં પાંચ વર્ષ અને ત્રણ મહિના સુધી અધ્યક્ષ રહી ચુક્યા છે, જે કારણે તેમની પાસે બીસીસીઆઇના અધ્યક્ષ પદ માટે 9 મહિનાનો જ કાર્યકાળ બચ્યો હતો. જય શાહ પણ ગુજરાત ક્રિકેટ સંઘમાં સચિવ રહી ચુક્યા છે. હવે કૂલીંગ ઓફ પીરીયડ નિયમમાં છુટછાટ બાદ જ ગાંગુલી અને શાહ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article