IPL 2024 : BCCIએ અચાનક અમદાવાદમાં બોલાવી આઈપીએલ ટીમના માલિકોની મીટિંગ, જાણો શું છે કારણ

|

Apr 01, 2024 | 4:28 PM

16 એપ્રિલના રોજ જ્યારે ગુજરાત અને દિલ્હીની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમી રહી હશે. તે સમયે આઈપીએલ ટીમના માલિકોની બીસીસીઆઈ અધિકારીઓની સાથે મીટિંગ હશે.

IPL 2024 : BCCIએ અચાનક અમદાવાદમાં બોલાવી આઈપીએલ ટીમના માલિકોની મીટિંગ, જાણો શું છે કારણ

Follow us on

IPL 2024ની સીઝન શરુ છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, આઈપીએલ ટીમના માલિકોની એક મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગ આઈપીએલની 10 ટીમોના માલિકોની છે. જે 16 એપ્રિલના રોજ અમદાવાદમાં એકઠા થશે. તે દિવસે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ હશે તે સમયે મીટિંગ બોલાવવામાં આવી રહી છે. આઈપીએલ ટીમ માલિકોની મીટિંગ બીસીસીઆઈએ બોલાવી છે.

બીસીસીઆઈએ બોલાવી મીટિંગ

બીસીસીઆઈએ બોલાવેલી મીટિંગમાં તમામ ટીમોની સીઈઓ અને ઓપરેશનલ ટીમનું હોવું જરુરી છે. હવે સવાલ એ છે કે, મીટિંગનું કારણ શું છે. તો આને લઈને સ્પષ્ટ થયું નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક જરુરી મુદ્દાને લઈ વાત થઈ શકે છે. જેના વિશે ટીમોના માલિકોનું હોવું જરુરી છે.

બીસીસીઆઈ સિવાય આ અધિકારીઓ મીટિંગમાં હશે સામેલ

બીસીસીઆઈ દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં અધ્યક્ષ રોજર બન્ની, સેક્રેટરી જય શાહ અને આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલ પણ હશે. મીટિંગ વિશે જાણકારી તમામ ટીમના માલિકોના આઈપીએલના સીઈઓ હેમાંગ અમીન દ્વારા આપવામાં આવી છે. હાલમાં જે જાણકારી શેર કરવામાં આવી છે. તે મીટિંગમાં કોના વિશે હશે તે હજુ સ્પષ્ટ થયું નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આઈપીએલ 2025ના મેગા ઓક્શનને લઈને પણ ચર્ચા

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈએ બોલાવેલી અચનાક મીટિંગમાં શું હશે. તો કહી શકાય કે તેની પાછળનું કારણ લીગની નીતિઓ સાથે સંબંધિત હોઈ શકે છે. આ સિવાય સુત્રો મુજબ આઈપીએલ 2025ના મેગા ઓક્શનને લઈને પણ ચર્ચા થઈ શકે છે.આ સિવાય જે મીટિંગમાં ચર્ચા થઈ શકે છે તે સેલેરી કેપ સાથે પણ જોડાયેલી હોય શકે છે. ગત્ત મિની ઓક્શન દરમિયાન સેલેરી કેપ 100 કરોડ સુધી હતી.

પરંતુ આ વખતે તેમાં વધારો થવાની આશા છે. આ પગલું BCCI દ્વારા બે વર્ષ પહેલા કરવામાં આવેલી 48390 કરોડ રૂપિયાની બ્રોડકાસ્ટ ડીલને ધ્યાનમાં રાખીને લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : IPL 2024 : ચેન્નાઈની હાર બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, આ ટીમે લગાવી લાંબી છલાંગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:40 pm, Mon, 1 April 24

Next Article