BCCI AGM: ક્રિકેટ બોર્ડની સભામાં કયા મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા અને કયા લેવાયા નિર્ણય, વાંચો આ અહેવાલ
અમદાવાદમાં 24 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. જેમાં આઈપીએલ (IPL)થી લઈને ઘરેલુ ક્રિકેટરોના હિતો અને ઓલમ્પિક (Olympic)માં ક્રિકેટને શામેલ કરવા જેવા મુદ્દાઓ પર નિર્ણય કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 24 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. જેમાં આઈપીએલ (IPL)થી લઈને ઘરેલુ ક્રિકેટરોના હિતો અને ઓલમ્પિક (Olympic)માં ક્રિકેટને શામેલ કરવા જેવા મુદ્દાઓ પર નિર્ણય કરવામાં આવ્યા હતા. સૌથી મોટો નિર્ણય આઈપીએલમાં 2 ટીમો વધારવાનો હતો. જેના પર બોર્ડે અંતિમ મહોર પણ લગાવી દીધી હતી. આ સાથે જ હવે લીગમાં 10 ટીમ થઈ જશે. આ ઉપરાંત પણ કેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય કરવામાં આવ્યા હતા.
બોર્ડની આ AGM કોરોના વાઈરસને લઈને તેના નિશ્વિત સમયે યોજી શકાઈ નહોતી. ગુરુવારે અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ (Motera Stadium)માં બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah)ની હાજરીમાં તમામ રાજ્ય એસોસીએશન અને પ્રતિનિધીઓની બેઠક થઈ હતી.
AGMમાં આ મુદ્દાઓ પર થઈ ચર્ચા અને લેવાયા નિર્ણય
- IPLમાં 2 નવી ટીમોને સામેલ કરવાની મંજૂરી અપાઈ છે. આ સાથે જ લીગમાં હવે 8થી વધીને ટીમની સંખ્યા 10 થઈ. જોકે 10 ટીમો 2022ની સીઝનથી એક સાથે રમી શકશે. એટલે કે આગામી 2021ની સિઝન 8 ટીમો મુજબ જ આયોજીત કરવામાં આવશે.
- ICC બોર્ડમાં સૌરવ ગાંગુલીને નિર્દેશક રુપે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સચિવ જય શાહ વૈકલ્પિક નિર્દેશક અને વૈશ્વિક સંસ્થાની મુખ્ય કાર્યકારી સમિતિમાં ભારતના પ્રતિનિધી હશે.
- ઘરેલુ ક્રિકેટની આવનારી સિઝન કોરોના વાઈરસને લઈને નાની રહેશે. જેને લઈને ઘરેલુ ક્રિકેટરોને ભારે આર્થિક નુકશાન થશે. AGMમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, આવનારા સમયમાં જે પણ ટુર્નામેન્ટ આયોજીત નહીં થાય તો તેના બદલામાં ખેલાડીઓને વળતર ચુકવાશે.
- આ સાથે જ BCCI એ ઘરેલુ ક્રિકેટર્સના વિમા કવરને 5 લાખથી વધારીને 10 લાખ કરી દેવાયુ છે.
- ઓક્ટોબર 2021માં ટી20 વિશ્વકપ અને 2023માં વન-ડે વિશ્વકપ ભારતમાં રમાનાર છે. જેને લઈને ICCને ટેક્સમાં છુટ આપવા માટે સચિવ જય શાહ અને કોષાધ્યક્ષ અરુણ ધૂમલ ભારત સરકારને આ અંગે ચર્ચા કરશે.
- 2028 ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાને લઈને હજુ વધુ ચર્ચા કરવાની જરુરીયાત છે. બોર્ડ આ માટે ભારતીય ઓલ્પિમક સંઘની સાથે વાત કરશે અને રેવન્યુ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
- બોર્ડમાં હિતોના ટકરાવના મુદ્દાઓને નિપટાવવા માટે એક માર્કેટીંગ સમિતીની રચના કરવામાં આવશે. જે બોર્ડની સ્પોન્સરશિપ ડીલને લઈને હિતોના ટકરાવને મામલે નજર રાખશે.
- આ સાથે જ રાજીવ શુકલાને ઓપચારિક રુપે બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જે માહિમ વર્માનું સ્થાન લેશે. જેમણે આ વર્ષના શરુઆતમાં ઉત્તરાખંડ ક્રિકેટ સંઘના અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.
આ પણ વાંચો: રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પંજાને ફટકો, પ્રદેશ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ આપ્યું રાજીનામું