બાળપણથી ક્રિકેટ શીખીને દુનિયાની શ્રેષ્ઠ બોલર બનનારી મહાન મહિલા ખેલાડી ‘ઝુલન ગોસ્વામી’નો આજે 38મો જન્મદિવસ

|

Nov 25, 2020 | 7:33 PM

એક એવી મહીલા ખેલાડી કે જેણે બાળપણથી કષ્ટ ઉઠાવીને સફળ મહિલા ક્રિકેટર બની શકી. સફળ સફળ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીનો આજે 38મો જન્મ દિવસ છે. ઝુલનનો જન્મ પશ્ચિમ બંગાળના છકાડા ગામે 25 નવેમ્બર 1983એ થયો હતો. ગામના લોકો અને પરીવારજનો લાડમાં બબુલ તરીકે ઓળખે છે. ઝુલન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 182 વન-ડે, 10 ટેસ્ટ અને […]

બાળપણથી ક્રિકેટ શીખીને દુનિયાની શ્રેષ્ઠ બોલર બનનારી મહાન મહિલા ખેલાડી ઝુલન ગોસ્વામીનો આજે  38મો જન્મદિવસ

Follow us on

એક એવી મહીલા ખેલાડી કે જેણે બાળપણથી કષ્ટ ઉઠાવીને સફળ મહિલા ક્રિકેટર બની શકી. સફળ સફળ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીનો આજે 38મો જન્મ દિવસ છે. ઝુલનનો જન્મ પશ્ચિમ બંગાળના છકાડા ગામે 25 નવેમ્બર 1983એ થયો હતો. ગામના લોકો અને પરીવારજનો લાડમાં બબુલ તરીકે ઓળખે છે. ઝુલન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 182 વન-ડે, 10 ટેસ્ટ અને 68 ટી-20 મેચ રમી ચુકી છે. 2007માં આઈસીસી વુમન ક્રિકેટર ઓફ ધ યર પસંદ પામી હતી, આ એ વર્ષ હતુ કે ત્યાં સુધી કોઈ ભારતીય પુરુષ ક્રિકેટરને આ એવોર્ડ નહોતો મળી શક્યો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

23 વર્ષ પહેલા ભારતમાં મહિલા વિશ્વકપમાં રમવાની તક મળી હતી. 300થી વધુ વિકેટ હાંસલ કરનારી તે એક માત્ર મહિલા બોલર છે. ઝુલન 120 કીમી પ્રતિ કલાકની ઝડપે બોલીંગ કરનારી બોલર છે, જે મહિલા ક્રિકેટમાં સર્વાધિક છે. જેને આઈસીસી દ્વારા સૌથી ઝડપી મહિલા બોલર આંકવામાં આવી હતી. વર્ષ 2017માં મહિલા વર્લ્ડ કપના ભારત પાકિસ્તાનની રોમાંચક મેચ બાદ પાકિસ્તાની બોલર કાયનાત ઈમ્તિયાઝે ઝુલન સાથે તસ્વીર શેર કરી એક ખાસ વાત લખી. પાકિસ્તાની ખેલાડીએ લખ્યુ હતુ કે ભારતની દિગ્ગજ અને સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીને વર્ષ 2005માં મેદાનમાં જઈને જ ક્રિકેટ રમવાનું સપનુ જોયુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઝુલને સ્ટાર બોલર બનવા માટે ખુબ કઠીન પરિસ્થિતીઓમાંથી યુવતી થઈને ગુજરવુ પડ્યુ છે, તેની આ તપસ્યા લાખ્ખો યુવતીઓ અને મહિલાઓ માટે પ્રેરણાં આપે છે. ઝુલન પોતાના ગામ છકાડામાં ગામના છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી, ત્યારે છોકરાઓ તેની મજાક ઉડાવતા હતા. તેની ધીમી બોલ પર છોકરાઓ ચોગ્ગા અને છગ્ગા લગાવતા હતા, જેને લઈને ધીરે ધીરે તેણે ગંભીરતાપૂર્વક બોલીંગ પર ધ્યાન આપ્યુ. નાનકડા ગામમાં રહેતી ઝુલનને પોતાના સપનાઓને પાર પાડવા ના તો ઘરવાળાઓનો સાથ હતો કે ના તો કોઈ ગુરુ મળ્યુ હતુ. આમ લાંબો સમય સુધી સપનાઓને માટે ભટકવુ પડ્યુ હતુ.

આ પણ વાંચો:  ન્યુઝીલેન્ડના ભારતીય મૂળના સાંસદ ડો. ગૌરવ શર્માએ સંસ્કૃત ભાષામાં લીધા શપથ, જુઓ શપથનો વીડિયો

નાનકડી ઉંમરમાં સવારે ચાર વાગ્યે ઉઠીને ટ્રેન પકડતી હતી, બાદમાં ચાલીને ગ્રાઉન્ડ સુધી પહોંચતી હતી. દરરોજ 80 કીમી લોકલ ટ્રેન ન સફર ટ્રેનીંગ માટે કરતી હતી, ટ્રેન છુટી જાય તો એકલી જ ગામના મેદાનમાં પ્રેકટીસ કરતી હતી. તેના પરીવારને આ રીતે વહેલી સવારે એકલી દૂર જવુ પસંદ નહોંતુ, જેથી ટ્રેનીંગ બંધ કરાવી દીધી. ત્યારબાદ ગુરુ સ્વપન સાધુએ તેમના પરીવારને મનાવીને તેને દિશા બતાવી, આમ આખરે દેશ જ નહી દુનિયાની કામિયાબ બોલર બની શકી. ઝુલને પ્રથમ ટેસ્ટ લખનૌમાં ઇંગ્લેંડ વિરુદ્ધ 14-17 જાન્યુઆરી 2002એ રમી હતી, ત્યારે તે 18 વર્ષની હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article