ફુટબોલ લીગ રમતમાં ઇતીહાસ કરનારી બાલા દેવીએ કહ્યુ યુરોપિયન ક્લબ થી ઘણું શિખવા મળ્યુ

ફુટબોલ લીગ રમતમાં ઇતીહાસ કરનારી બાલા દેવીએ કહ્યુ યુરોપિયન ક્લબ થી ઘણું શિખવા મળ્યુ

ભારતની દિગ્ગજ મહિલા ફુટબોલ પ્લેયર બાલા દેવીએ કહ્યુ છે કે, યુરોપીન ક્લબ માં રેન્જર્સ વુમન એફસી થી રમીને તેમને ઘણું નવુ શિખવા મળ્યુ છે. તેણે કહ્યુ કે, રેન્જર્સ ક્લબમાં સ્કોટલેન્ડ, કેનાડા, યુએસએ અને ફ્રાંસ ના અનેક ખેલાડીઓ છે. મારા માટે તેમની સાથે રમવુ એ ખુબ મોટી ચેલેંનજ છે. જોકે હું તેમાંથી ખૂબ શિખી રહી છુ. […]

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 2:50 PM

ભારતની દિગ્ગજ મહિલા ફુટબોલ પ્લેયર બાલા દેવીએ કહ્યુ છે કે, યુરોપીન ક્લબ માં રેન્જર્સ વુમન એફસી થી રમીને તેમને ઘણું નવુ શિખવા મળ્યુ છે. તેણે કહ્યુ કે, રેન્જર્સ ક્લબમાં સ્કોટલેન્ડ, કેનાડા, યુએસએ અને ફ્રાંસ ના અનેક ખેલાડીઓ છે. મારા માટે તેમની સાથે રમવુ એ ખુબ મોટી ચેલેંનજ છે. જોકે હું તેમાંથી ખૂબ શિખી રહી છુ. બાલા દેવીએ તાજેતરમાં જ રેન્જર્સ થી રમવા દરમ્યાન મધરવેલ સામે ગોલ કર્યો હતો. તે યૂરોપની પ્રોફેશનલ લીગમાં ગોલ કરનારી પ્રથમ મહિલા ભારતીય ફુટબોલર છે.

ફુટબોલ લીગ રમતમાં ઇતીહાસ કરનારી બાલા દેવીએ કહ્યુ યુરોપિયન ક્લબ થી ઘણું શિખવા મળ્યુ

30 વર્ષની બાલા એ એઆઇએએફએફ થી વાતચીત કરવા દરમ્યાન તેણે કહ્યુ હતુ કે અહી નવી નવી ટેકનોલોજીથી મદદ મળે છે. જેમ કે હાલમાં અહી શૂઝમાં સેન્સર લગાવવામાં આવે છે. જેના થી દરેક ખેલાડીના પરફોમન્સના વિશે જાણકારી મળી રહે છે. અમે બોલ ને કયા પગે થી કિક કરીએ છીએ અથવા પાસ કરી છીએ તે પણ જાણકારી મળે છે. આ ઉપરાંત કેટલી રનીંગ કરી અને કેટલી ઝડપ થી કરી તે અંગે પણ ડેટા મળે છે. જેના થી અમે પ્રેકટીશન સેશનમાં અમારા પરફોર્મન્સને વધારે શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.

ફુટબોલ લીગ રમતમાં ઇતીહાસ કરનારી બાલા દેવીએ કહ્યુ યુરોપિયન ક્લબ થી ઘણું શિખવા મળ્યુ

બાલા રેન્જર્સ ક્લબ થી જોડાવવા બાદ થી જ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં જ રહે છે. તે ત્યાં પોતાના દેશને ખૂબ યાદ કરે છે. કોરોનાકાળ દરમ્યાન ના લોકડાઉનમાં પણ તે ત્યાં હતી, જ્યાં તેણે ઇન્ડોર પ્રેકટીશ કરી હતી. તેનુ કહેવુ છે કે રેન્જર્સની પ્લેઇંગ સ્ટાઇલ ભારત થી મળતી આવે છે, હું પણ તે જ રીતે અહી રમી રહી છુ જેમ ભારતમાં રમુ છુ. બસ મને અહી શારીરીક રીતે વધારે જોર લગાવવુ પડે છે કારણ કે અહી ખેલાડી ખુબ ફિટ છે. બાલાએ ગત જાન્યુઆરી માસ દરમ્યાન સ્કોટીશ ક્લબ રેન્જર્સ સાથએ 18 મહિનાની ડિલ સાઇન કરી છે. જે યૂરોપિયન ની કોઇ ક્લબમાં રમવા વાળી પ્રથમ ભારતિય મહિલા ફુટબોલર છે. આ સ્ટાર ફુટબોલરનુ કહેવુ છે કે તેની પ્રેરણાસ્ત્રોત બોક્સર મેરી કોમ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati