Breaking News : ક્રિકેટ ચાહકોને લાગશે ઝટકો, ODIમાં બેવડી સદી ફટકારનાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયાના વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારા સૌથી મજબૂત ખેલાડીઓમાંના એક ગ્લેન મેક્સવેલે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. આ ખેલાડીએ પોતાના 13 વર્ષના વનડે કરિયરમાં 2 વખત વર્લ્ડકપ જીત્યો છે.

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે અચાનક વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષના મેક્સવેલે પોતાના 13 વર્ષના વનડે કરિયરમાં અનેક શાનદાર ઈનિગ્સ રમી અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને 2 વખત વનડે વર્લ્ડ કપ (2015 અને 2023) જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે 50 ઓવરના ક્રિકેટને અલવિદા કહ્યું છે પરંતુ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ હજુ રમવાનું ચાલું રાખશે.
View this post on Instagram
મેકસવેલનું વનડે કરિયર
મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે 149 વનડે મેચ રમી છો. જેમાં તેમણે 3990 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 4 સદી અને 23 અડધી સદી ફટકારી છે. તેમની સૌથી યાદગાર ઈનિગ્સ 2023ના વનડે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી 201 રનની અણનમ ઈનિગ્સ છે. જે વનડે ઈતિહાસમાં સૌથી શાનદાર ઈનિગ્સમાંથી એક છે. આ ઈનિગ્સમાં મેક્સવેલે ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. મેક્સવેલે બોલિંગમાં પણ સારું યોગદાન આપ્યું અને તેના કરિયરમાં 72 વિકેટ લીધી છે.
મેક્સવેલે પોતાના સંન્યાસ વિશે શું કહ્યું?
મેક્સવેલે પોતાના સંન્યાસની જાહેરાત કરતા કહ્યું કે, મને લાગે છે કે, ટીમને થોડો નિરાશ કરી રહ્યો છું. કારણ કે,શરીર પરિસ્થિતિઓ અનુસાર પ્રતિક્રિયા કરી રહ્યું છે. મેં ઓસ્ટ્રેલિયાના પસંદગીકારોના અધ્યક્ષ, જ્યોર્જ બેઈલી સાથે સારી વાતચીત કરી, અને તેમને પૂછ્યું કે આગળ વધવા માટે તેમના શું વિચારો છે.અમે 2027 ના વર્લ્ડ કપ વિશે વાત કરી અને મેં તેમને કહ્યું કે મને નથી લાગતું કે હું તે કરી શકીશ, હવે સમય આવી ગયો છે કે મારા રિપ્લેસમેન્ટની યોજના બનાવીએ જેથી તેઓ આ સ્થાન સંભાળી શકે અને તેને પોતાનું બનાવી શકે. આશા છે કે તેને આ ભૂમિકા ભજવવા માટે પૂરતી તકો મળશે.
મેક્સવેલે પોતાની શાનદાર ઈનિગ્સ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમી બેવડી સદી ફટકારી કહ્યું કે, હું ખુબ ભાગ્યશાળી છું કે, તમે જે વસ્તુ માટે મહેનત કરી હોય.તેને દુનિયાની સામે રાખવી. આ મારું બેસ્ટ છે.