AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: મલેશિયાએ માત્ર 16 રન બનાવ્યા, છતાં પણ ભારતના હાથમાંથી છીનવાઈ જવાની હતી જીત

India Women vs Malaysia Women: મહિલા એશિયા કપમાં વરસાદે ભારતની બીજી મેચની મજા બગાડી નાખી હતી, પરંતુ ભારતીય ટીમની જીત થઇ હતી અને આ તેની સતત બીજી જીત છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ત્રીજી મેચ 4 ઓક્ટોબરે UAE સામે રમાશે.

Asia Cup: મલેશિયાએ માત્ર 16 રન બનાવ્યા, છતાં પણ ભારતના હાથમાંથી છીનવાઈ જવાની હતી જીત
Asia Cup : Indian Women team won by 30 runs against Malaysia
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 7:11 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Cricket Team) એશિયા કપ-2022માં તેનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું હતું અને તેની બીજી મેચમાં મલેશિયાની ટીમને હરાવી હતી અને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ સોમવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે 30 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ચાર વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં મલેશિયાની ટીમે બે વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા હતા અને ત્યારે જ વરસાદ પડયો હતો, જેના પછી મેચ રમાઈ શકી નહોતી. મેચ ફરી શરૂ ન થતાં અમ્પાયરોએ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કર્યો હતો અને ભારતની જીત થઇ હતી.

આ પહેલા ભારતે પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. જો કે, આ મેચ ભારતના ખેલાડીઓ માટે ઘણી સારી રહી હતી. ટીમના ટોપ-3 ખેલાડીઓએ આ મેચમાં જોરદાર સ્કોર કર્યો હતો અને ટીમને સારા સ્કોર તરફ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ T20 માં પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી પાંચ ઓવર રમવી જરૂરી છે. ભારતે પાંચ ઓવર ઉપર વધુ બે બોલ ફેંક્યા હતા, પછી મેચમાં વરસાદનો વિઘ્ન નડયો હતો, જો પાંચ ઓવર ન થઈ શકી હોત અને વરસાદના કારણે મેચ રમાઈ ન શકી હોત તો આ મેચ રદ કરવાનો નિયમ હતો.

મેઘનાની અડધી સદી

આ મેચમાં સ્મૃતિ મંધાનાને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને શાબહિનેની મેઘનાએ શેફાલી વર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને શાનદાર બેટિંગ કરી હતી. મેઘનાએ અડધી સદી ફટકારી હતી. તેણે 53 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા. આ મેચમાં શફાલી વર્માએ સારી બેટીંગ કરી હતી. સતત નિષ્ફળ રહેલી શફાલીએ 46 રનની ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. આ બંને સિવાય રિચા ઘોષે પણ પોતાની આગવી શૈલી બતાવી હતી. તેણે 19 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા.

ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતે બેટિંગ ન કરી અને અન્ય ખેલાડીઓને તક આપી હતી. કિરણ નવગિરે ચોથા ક્રમ પર બેટિંગ કરવા આવી હતી પરંતુ તે ખાતું ખોલાવી શકી નહોતી. રાધા યાદવે ચાર બોલમાં આઠ રન બનાવ્યા હતા. દયાલન હેમલતા ચાર બોલમાં 10 રન બનાવીને અણનમ રહી હતી. પોતાની ઇનિંગ્સમાં આ ખેલાડીએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી.

મલેશિયાની નબળી શરૂઆત

182 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મલેશિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવરના ચોથા બોલ પર દીપ્તિ શર્માએ કેપ્ટન વિનફિલ્ડ ડુરાસિંગમને ખાતું ખોલાવ્યા વગર જ આઉટ કરી દીધી હતી. વાન જુલિયાને રાજેશ્વરી ગાયકવાડે એક રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી હતી. માસ એલિસાએ 14 અને એલ્સા હન્ટરે માત્ર એક જ રન બનાવ્યા હતા જ્યારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ મેચ ફરીથી યોજાઈ શકી ન હતી.

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">