અશ્વિન ઝડપી શકે છે 700-800 વિકેટ, નાથન લિયોન પાસે નથી કાબેલિયતઃ મુરલીધરન

Avnish Goswami

|

Updated on: Jan 15, 2021 | 11:06 AM

શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ ભારતીય સ્પિનર અશ્વિન (R Ashwin) ને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. મુરલીધરને કહ્યુ છે કે, આ સમયના સ્પિન બોલરોમાં અશ્વિન કાબેલ નજર આવી રહ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 700-800 વિકેટ ઝડપી શકે છે. શ્રીલંકાના પૂર્વ સ્પિનર એ નાથન લિયોન (Nathan Lyon) ને આ યાદીમાં રાખવા માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

અશ્વિન ઝડપી શકે છે 700-800 વિકેટ, નાથન લિયોન પાસે નથી કાબેલિયતઃ મુરલીધરન
મુરલીધરને કહ્યુ કે, અશ્વિનની પાસે મોકો છે. કારણ કે તે શ્રેષ્ઠ બોલર છે

Follow us on

શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ ભારતીય સ્પિનર અશ્વિન (R Ashwin) ને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. મુરલીધરને કહ્યુ છે કે, આ સમયના સ્પિન બોલરોમાં અશ્વિન કાબેલ નજર આવી રહ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 700-800 વિકેટ ઝડપી શકે છે. શ્રીલંકાના પૂર્વ સ્પિનર એ નાથન લિયોન (Nathan Lyon) ને આ યાદીમાં રાખવા માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. રવિચંદ્રન અશ્વિનનુ પ્રદર્શન ઓસ્ટ્રેલીયા (Australia ) સામે ટેસ્ટ સીરીઝમાં ખૂબ જ શાનદાર રહ્યુ હતુ. તે અત્યાર સુધીની છ ઇનીંગમાં ત્રણ વાર સ્ટીવ સ્મિથ (Steve Smith) ને આઉટ કરી ચુક્યો છે. અશ્વિને સિડની ટેસ્ટ (Sydney Test) દરમ્યાન પોતાના બેટીંગના દમ પર ભારતીય ટીમની હારને ટાળી હતી.

લંડનના ટેલીગ્રાફ સમાચાર પત્રને માઇકલ વોનની કોલમમાં મુરલીધરને કહ્યુ હતુ કે, અશ્વિનની પાસે મોકો છે. કારણ કે તે શ્રેષ્ઠ બોલર છે. તેના સિવાય કોઇ બોલર 800 વિકેટ સુધી પહોંચી નહી શકે. નાથન લિયોનમાં તે કાબેલિયત નથી. તે 400 વિકેટની નજીક છે. જોકે ત્યાં પહોંચવા માટે ખૂબ મેચ રમવી પડશે. મુરલીધરન આગળ પણ કહે છે કે, ટી20 અને વન ડે ક્રિકેટ થી બધુ જ બદલાઇ ગયુ છે. જ્યારે હું રમતો હતો ત્યારે બેટ્સમેન ટેકનીક ધરાવતા હતા અને વિકેટ સપાટ રહેતી હતી. હવે તો ત્રણ જ દિવસમાં મેચ ખતમ થવા લાગી રહી છે. મારા સમયગાળામાં બોલરોએ પરીણામ લાવવા માટે અને ફિરકીના કમાલનો વધારે પ્રયાસ કરવો પડતો હતો. આજકાલ લઇન અને લેન્થ પકડી રાખવા પર પાંચ વિકેટ મળે છે, કારણ કે આક્રમક રમતી વેળા બેટ્સમેન લાંબો સમય ટકી નથી શકતા.

અનિલ કુંબલે, સૈકલીન મુશ્તાક અહેમદ અને બાદમાં હરભજન સિંહના સમય દરમ્યાન મુરલીધરન રમતમાં હતા. મુરલી કહે છે કે, તે સમયે સ્પિનરોએ વિકેટ લેવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી. તે જ કારણ હતુ કે બીજા બોલને શોધવામાં કામ કરવુ પડતુ હતુ. હવે ટી20 આવવાને લઇને વિવિધતામાં બદલાવ આવ્યો છે. મુરલીધરને ડીઆરએસ આવવા બાદ ફક્ત એકજ સીરીઝ 2008માં ભારત સામે રમી હતી. તેનુ માનવુ છે કે, જો આ ટેકનીક તેમના સમયે હોત તો તેમની વધારે વિકેટ હોઇ શકતી. તેમણે કહ્યુ હતુ કે હું એ કહીશ કે, ડીઆરએસ હોત તો મારા નામે વધારે વિકેટ હોઇ શકતી. કારણ કે ત્યારે બેટ્સમેન પેડનો ઉપયોગ ખૂબ આસાની થી નહોતા કરી શકતા તેમને શંકાના લાભ મળતો હતો.

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati