અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ

|

Mar 16, 2021 | 6:52 PM

ભારત ના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) એ લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પરત ફરવાને લઇને તેણે જબરદસ્ત જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, વ્હાઇટ બોલ થી રમાનારી ફોર્મેટમાં પરત ફરવાને લઇને ચર્ચા હાસ્યાસ્પદ છે.

અશ્વિનને T20 અને વન ડેથી બહાર રાખવાને લઈને પૂછાતા સવાલોથી આપ્યો કંઈક આમ જવાબ
Ravichandran Ashwin

Follow us on

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) લિમિટેડ ઓવરના ફોર્મેટમાં પરત ફરવાને લઈને તેણે જબરદસ્ત જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, વ્હાઈટ બોલથી રમાનારી ફોર્મેટમાં પરત ફરવાને લઈને ચર્ચા હાસ્યાસ્પદ છે. અશ્વિને ભારત (India) તરફથી જુલાઈ 2017માં અંતિમ મર્યાદિત ઓવરની મેચ રમી હતી. ત્યારબાદ તેમને અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને આ ફોર્મેટથી બહાર કરવા કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને યુઝવેન્દ્ર ચહલ અને કુલદિપને મોકો આપવામાં આવ્યો હતો. જોકે જાડેજા મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પરત ફરી ચુક્યો છે, પરંતુ અશ્વિન આમ નથી કરી શક્યો.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અશ્વિને ઈન્ડિયા ટુડે સાથેની એક વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, પોતાને પ્રતિસ્પર્ધા કરવાની જરુર હોય છે. મેં નિશ્વિત રુપથી સંતુલન મેળવ્યુ છે અને જીવનમાં ઘણું બધુ શીખ્યુ છે. જ્યારે પણ મને વન ડે અથવા T20માં પરત ફરવા અંગે પુછવામાં આવે છે તો મને લાગે છે કે આ પ્રશ્ન હસવાને યોગ્ય છે. મને લોકોના સવાલોની કોઈ ચિંતા નથી. લોકોએ કેવા સવાલ પુછવા છે અને તેમની શું રાય છે, હું એ અંગે વિચારીને ચિંતીત નથી. જોકે હાલમાં હું એ જ વિચારુ છુ કે, જ્યારે મેદાન પર રમવા જાઉ, ત્યાંથી પોતાના ચહેરા પર એક સ્મિત સાથે પરત ફરુ.

 

 

વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદર બંનેને એક સાથે ટીમમાં સામેલ કરી શકાય નહીં. તેમણે આ માટેનું કારણ બંનેની એક જેવી સ્કીલ્સને બતાવ્યુ હતુ. 34 વર્ષિય અશ્વિન T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધારે વિકેટ ઝડપવાના મામલામાં ત્રીજા નંબર પર છે. અશ્વિને 46 T20 મેચોમાં 52 વિકેટ ઝડપી છે. વન ડેમાં અશ્વિન 111 વિકેટ ઝડપી ચુક્યો છે.

 

આ પણ વાંચો: T20: જોઈને દંગ રહી જશો! વિકેટકીપરે બતાવ્યો અનોખો અંદાજ, વાયરલ થયો વીડિયો

Next Article