અંકિતા રૈનાને ઓસ્ટ્રેલીયન ઓપનમાં સ્થાન, ગ્રાન્ડ સ્લેમમાં સ્થાન મેળવનારી બીજી મહિલા ભારતીય ખેલાડી

અંકિતા રૈનાને ઓસ્ટ્રેલીયન ઓપનમાં સ્થાન, ગ્રાન્ડ સ્લેમમાં સ્થાન મેળવનારી બીજી મહિલા ભારતીય ખેલાડી
મહિલા ડબલ્સ વર્ગમાં મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી ઇતિહાસ રચી દીધો

ભારતની યુવા ખેલાડી અંકિતા રૈના (Ankita Raina) એ રવિવારે મહિલા ડબલ્સ વર્ગમાં મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી ઇતિહાસ રચી દીધો છે. સોમવાર થી શરુ થનારી ઓસ્ટ્રેલીયન ઓપન (Australian Open) ના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનારી કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) ના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવારી ત્રીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી (tennis player) છે.

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Feb 08, 2021 | 1:17 PM

ભારતની યુવા ખેલાડી અંકિતા રૈના (Ankita Raina) એ રવિવારે મહિલા ડબલ્સ વર્ગમાં મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી ઇતિહાસ રચી દીધો છે. સોમવારથી શરુ થનારી ઓસ્ટ્રેલીયન ઓપન (Australian Open) ના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનારી કોઇ પણ ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) ના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવારી બીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી (tennis player) છે. આ 28 વર્ષીય ભારતીય ખેલાડીએ રોમાનિયાની મિહેલા બુઝારનેકુ (Mihaela Buzarnescu) સાથે જોડી બનાવી છે. તેને મહિલા જોડીમાં સિધો જ પ્રવેશ મળ્યો છે.

આ પહેલા ફક્ત સાનિયા મિર્ઝા (Sania Mirza) અને નિરુપમા વૈધનાથને  જ ભારત તરફ થી ગ્રાન્ડ સ્લેમના મુખ્ય ડ્રોમાં સ્થાન મળ્યુ છે. સાનિયા બાદ બીજી ભારતીય મહિલા ખેલાડી છે, જે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની મહિલા યુગલમાં ભાગ લેશે. નિરુપમાંએ સૌથી પહેલા 1998માં ઓસ્ટ્રેલીયા ઓપનમાં મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યુ હતુ. અંકિતાએ PTI ને કહ્યુ હતુ કે, આ ગ્રાન્ડ સ્લેમ માટે મારો પ્રથમ મુખ્ય ડ્રો છે. માટે તે સિંગ્લસ છે કે ડબલ્સ પણ હું ખુશ છુ. અનેક વર્ષોની મહેનત બાદ હું અહી સુધી પહોંચી શકી છુ. માત્ર આકરી મહેનત નથી કરી પરંતુ, લોકોના સહયોગ અને આશિર્વાદ થી હું અહી સુધી પહોચી શકી છુ. હું તેને નથી ભુલી શકતી.

અંકિતાએ કહ્યુ હતુ કે, એક મિત્ર એ મને કહ્યુ હતુ કે, મિહેલા જોડીદાર શોધી રહી છે. મે તેને વાત કરી હતી અને તે તૈયાર થઇ ગઇ હતી. હું તેની સાથે આ પહેલા નથી રમી, પરંતુ હું લેફ્ટ હેન્ડ ખેલાડી સાથે રમી ચુકી છુ. આનાથી એક સારુ સંયોજન બની ગયુ છે. હું તેને લઇને ખૂબ ઉત્સાહિત છુ. આ રીતે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં ચાર ભારતીય રમશે. સુમિત નાગલ પુરુષ સિંગ્લસમાં જ્યારે રોહન બોપન્ના અને દિવિઝ શરણ ડબલ્સમાં રમશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati