IPLની 2 નવી ટીમો પર પૈસાનો વરસાદ જોઈને શેન વોર્ન કહ્યું, માનવું પડશે કેમ ક્રિકેટ વિશ્વની બીજી લોકપ્રિય રમત છે ?
સોમવારે આઈપીએલની બે નવી ટીમોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એક ટીમ અમદાવાદ અને બીજી લખનૌ હતી. જ્યારે BCCIએ તેની સત્તાવાર જાહેરાત કરી ત્યારે શેન વોર્ને તેના પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી હતી.
IPL: જ્યારથી આઈપીએલની બે નવી ટીમો માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યા છે તે જાણવા મળ્યું છે ત્યારથી શેન વોર્ન (Shane Warne)નું મગજ ચકરાવે ચડ્યું છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્પિનર (Former Australian spinner)ને તેના સૌથી મોટા પ્રશ્નનો જવાબ મળ્યો છે – શા માટે ક્રિકેટ વિશ્વની બીજી સૌથી લોકપ્રિય રમત છે. સોમવારે આઈપીએલની બે નવી ટીમોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એક ટીમ અમદાવાદ (Ahmedabad) અને બીજી લખનૌ હતી. અમદાવાદને CVC કેપિટલ દ્વારા રૂ. 5625 કરોડમાં અને લખનૌને સંજીવ ગોએન્કાની RPSG વેન્ચર્સ લિમિટેડે રૂ. 7090 કરોડમાં ખરીદ્યું હતું. એટલે કે બંને ટીમો માટે કુલ 12,715 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
Wow ! Congratulations to both of the new franchise owners. Staggering amounts of money for each team & shows why cricket has become the 2nd most popular & biggest sport on the planet. $932 & $692 million dollars (USA). Well done to @SGanguly99 & everyone at the @BCCI on the @IPL https://t.co/pFkhKqv9ln
— Shane Warne (@ShaneWarne) October 25, 2021
જ્યારે BCCIએ IPLની બે નવી ટીમોના નામની સત્તાવાર જાહેરાત કરી ત્યારે શેન વોર્ને તેના પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી. તેણે ટ્વિટ કર્યું- શાનદાર. બંને ટીમના માલિકોને મારી શુભેચ્છાઓ. બંને ટીમો માટે મોટી રકમ ખર્ચવામાં આવી હતી, આ સમજાવે છે કે, શા માટે ક્રિકેટ વિશ્વની બીજી સૌથી લોકપ્રિય અને સૌથી મોટી રમત છે. સૌરવ ગાંગુલી (Sourav Ganguly)અને BCCI અને IPL સાથે જોડાયેલી આખી ટીમને મારી શુભકામનાઓ.
2 ટીમો ખરીદવા માટે 10 ટીમોએ બોલી લગાવી
આ બંને ટીમને ખરીદવા માટે કુલ 10 કંપનીઓએ બોલી લગાવી હતી. નવી ટીમો માટે બોલીની પ્રક્રિયા લગભગ સાત કલાક ચાલી હતી. BCCIએ સંપૂર્ણ તપાસ બાદ વિજેતાઓની જાહેરાત કરી હતી. ટેકનિકલ ચકાસણી બાદ અંતિમ રાઉન્ડ માટે બોલી કરવા પાત્ર કંપનીઓમાં RP-SG, અદાણી ગ્રૂપ, HT મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, ટોરેન્ટ ફાર્મા, ઓરબિંદો ફાર્મા, ઓલ કાર્ગો, CVC, કોન્સોર્ટિયમ (જૂથ) કોટક ગ્રૂપ અને માન્ચેસ્ટર યુનાઈટેડની માલિકીની ગ્લેઝર્સ છે. ઇક્વિટી પેઢી દ્વારા હતી.
ગાંગુલીએ નવી ટીમોને શુભેચ્છા પાઠવી છે
બે નવી ટીમોના ઉમેરા સાથે હવે કુલ 10 ટીમો IPL 2022માં રમતી જોવા મળશે. જો ટીમો વધશે તો મેચોની સંખ્યા પણ વધીને 74 થશે. દરેક ટીમ 14-14 મેચ રમશે, જેમાં તેઓ 7 મેચ ઘરઆંગણે અને 7 ઘરની બહાર રમશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ IPLમાં 2 નવી ટીમોનું સ્વાગત કર્યું છે અને તેમને શુભેચ્છા પાઠવી છે.