ભારતીય ક્રિકેટને ચલાવી રહ્યા છે અમિત શાહ અને શ્રીવાસન, BCCIના પૂર્વ સદસ્યે કર્યા આક્ષેપ

|

Nov 23, 2020 | 8:47 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇને પાછલા કેટલાક વર્ષથી પ્રશાસકોની બનેલી સમિતિ ચલાવી રહી હતી. પરંતુ જ્યારે સૌરવ ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા એટલે તે સમિતિ સમાપ્ત થઇ ગઇ હતી. હવે આ સમિતિના પુર્વ સદસ્ય રામચંદ્ર ગુહાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર કેટલાંક આરોપ લગાવ્યા છે. પ્રસિધ્ધ ઇતિહાસકારે દાવો કર્યો છે કે, ભારતીય ક્રિકેટમાં ભાઇ […]

ભારતીય ક્રિકેટને ચલાવી રહ્યા છે અમિત શાહ અને શ્રીવાસન, BCCIના પૂર્વ સદસ્યે કર્યા આક્ષેપ

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇને પાછલા કેટલાક વર્ષથી પ્રશાસકોની બનેલી સમિતિ ચલાવી રહી હતી. પરંતુ જ્યારે સૌરવ ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા એટલે તે સમિતિ સમાપ્ત થઇ ગઇ હતી. હવે આ સમિતિના પુર્વ સદસ્ય રામચંદ્ર ગુહાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર કેટલાંક આરોપ લગાવ્યા છે. પ્રસિધ્ધ ઇતિહાસકારે દાવો કર્યો છે કે, ભારતીય ક્રિકેટમાં ભાઇ ભત્રીજા વાદ એક મોટી ચિંતા છે.

2017 માં સુપ્રિમ કોર્ટ દ્રારા સીઓએ ના સદસ્યોમાંથી એક સ્વરુપે નિયુક્ત રામચંદ્ર ગુહાને બીસીસીઆઇના પ્રશાસનમાં પારદર્શિતા સુનિશ્વિત કરવાનો આધાર સોંપ્યો હતો. પોતાના નવા પુસ્તક,  ‘The Commonwealth of Cricket: A Lifelong Love Affair with the Most Subtle and Sophisticated Game Known to Humankind’ માં, પોતાના કાર્યકાળ વિશે લખ્યુ છે. જ્યારે તે પ્રશાસકોની સમિતિના સદસ્ય હતા, જે સમિતિ બીસીસીઆઇ ચલાવતી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ગુહાએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો છે કે બીસીસીઆઇના પુર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન અને ગૃહ પ્રધાન અમિત શાહ ભારતીય ક્રિકેટને ચલાવી રહ્યા છે. તેમણે એ પ્રણાલીની પણ આલોચના કરી હતી કે જે રણજી ટ્રોફીના ખેલાડીઓને સમય પર ચુકવણા કરવામાં નિષ્ફળ રહી હતી. તેમણે કહ્યુ હતુ કે, એન શ્રીનિવાસન અને અમિત શાહ આજ પ્રભાવી સ્વરુપ થી ભારતીય ક્રિકેટને ચલાવી રહ્યા છે. રાજ્ય સંઘ કોઇની પુત્રી, કોઇના પુત્ર દ્રારા ચલાવવામાં આવે છે. બોર્ડ સાજીશ અને ભાઇ-ભત્રીજાવાદમાં ડુબેલુ છે. રણજી ટ્રોફીના ખેલાડીઓને તેમની બાકી લેણા રકમની ચુકવણી કરવામાં પણ ખુબ વાર લગાડી રહી છે. જે સુધાર કરવાની આશા કરવામાં આ હતી કે નથી થયા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article