ઓલ રાઉન્ડર ઇરફાન પઠાણે કરી કમાલ, T 20 ક્રિકેટમાં હાંસલ કરી ઉપલબ્ધિ

|

Dec 13, 2020 | 6:32 PM

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ હાલ શ્રીલંકામાં એલપીએલમાં રમી રહ્યો છે. કેંડી ટસ્કર તરફ થી રમી રહેલા પઠાણે એક ખાસ ઉપલબ્ધી પોતાને નામે કરી છે. પઠાણના નામે હવે ટી20 ક્રિકેટમાં 2000 થી વધુ રન થઇ ચુક્યા છે. જાફના સ્ટાલિંસ ની સામે રમતા આ ઉપલબ્ઘી તેણે હાંસલ કરી છે. તેણે 19 બોલમાં 25 રનની ઇનીંગ […]

ઓલ રાઉન્ડર ઇરફાન પઠાણે કરી કમાલ, T 20 ક્રિકેટમાં હાંસલ કરી ઉપલબ્ધિ

Follow us on

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ હાલ શ્રીલંકામાં એલપીએલમાં રમી રહ્યો છે. કેંડી ટસ્કર તરફ થી રમી રહેલા પઠાણે એક ખાસ ઉપલબ્ધી પોતાને નામે કરી છે. પઠાણના નામે હવે ટી20 ક્રિકેટમાં 2000 થી વધુ રન થઇ ચુક્યા છે. જાફના સ્ટાલિંસ ની સામે રમતા આ ઉપલબ્ઘી તેણે હાંસલ કરી છે. તેણે 19 બોલમાં 25 રનની ઇનીંગ રમી હતી. જે મેચ તેની ટીમ જીતી ચુકી છે.

આ ઉપરાંત પણ ઇરફાન પઠાણ ટી20 ફોર્મેટમાં હવે 2000 રન સાથે 150 વિકેટ લેનારો તે બીજો ભારતીય ખેલાડી બન્યો છે.  આ પહેલા આ રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે હતો. ટી20 ફોર્મેટમાં 173 વિકેટ ઝડપનાર પઠાણને 2000 રન પુરા કરવા 142 ઇનીંગ રમવી પડી છે. પઠાણે આ લીગમાં અત્યાર સુધીમાં ચાર મેચ રમી છે. જોકે તેને હજુ સુધી એક પણ વિકેટ લીગમાં હાંસલ થઇ શકી નથી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પઠાણે ચાલુ વર્ષે જ જાન્યુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો હતો. તેણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 2012 માં રમી હતી. જ્યારે આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ વર્ષ 2003માં કર્યુ હતુ. પઠાણ ભારત વતી 29 ટેસ્ટ, 120 વન ડે અને 24 ટી20 મેચ રમ્યો છે. આ ઉપરાંત આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઇ સુપર કિંગ્સ, રાઇઝીંગ પુણે સુપર જાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ તરફ થી ભાગ લીધો હતો. છેલ્લે 2017માં આઇપીએલમાં 2017 માં રમી હતી. વર્ષ 2020માં આઇપીએલમાં કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:31 pm, Sun, 13 December 20

Next Article