Ahmedabad Test: ઈશાંત શર્મા 100મી ટેસ્ટ રમનારા બીજા ભારતીય ઝડપી બોલર બન્યા

|

Feb 24, 2021 | 11:16 PM

Ahmedabad Test: અનુભવી ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્મા આજે તેમની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમ્યા. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઉતર્યા બાદ ઈશાંત હવે પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી કપિલ દેવ બાદ 100 ટેસ્ટ મેચ રમનાર બીજો ભારતીય ઝડપી બોલર બની ગયા છે.

Ahmedabad Test: ઈશાંત શર્મા 100મી ટેસ્ટ રમનારા બીજા ભારતીય ઝડપી બોલર બન્યા
Ishant Sharma

Follow us on

Ahmedabad Test: અનુભવી ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્મા આજે તેમની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમ્યા. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ઉતર્યા બાદ ઈશાંત હવે પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી કપિલ દેવ બાદ 100 ટેસ્ટ મેચ રમનાર બીજો ભારતીય ઝડપી બોલર બની ગયા છે. આ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ. જેનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદે કર્યું હતું. આ સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર પ્રેક્ષકની છે અને તે હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે.  Ahmedabadના આ સ્ટેડિયમમાં ભારતના મહાન ટેસ્ટ બોલર અનિલ કુંબલેએ પણ તેની 100મી ટેસ્ટ રમી હતી.

 

બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં પ્રવેશ કર્યો હતો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2007માં ઢાકા બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચની શરૂઆત કરનાર ઈશાંતે અત્યાર સુધીમાં 99 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં 32.22ની સરેરાશથી કુલ 302 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારતમાં રમાયેલી 39 ટેસ્ટમાં કુલ 103 વિકેટ ઝડપી છે, જ્યારે તેણે વિદેશમાં રમાયેલી 60 ટેસ્ટમાં 199 વિકેટ ઝડપી છે. ભારતમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 78 રનમાં નવ વિકેટ છે, જ્યારે વિદેશીમાં 10 રન આપીને 10 વિકેટ ઝડપી છે.

 

છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

ઈશાંતે 2018થી સતત ટેસ્ટમાં સારો દેખાવ કર્યો છે. વર્ષ 2018થી તેણે 20 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 76 વિકેટ લીધી છે અને આ દરમિયાન તેણે ચાર વખત પાંચ વિકેટ પણ લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈશાંતે અત્યાર સુધીમાં 11 વાર પાંચ વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધીમાં 99 ટેસ્ટમાં 302 વિકેટ ઝડપી છે. ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ બોલિંગ ઝડપી બોલરોમાં કપિલ દેવ (1978–1994)131 ટેસ્ટ રમીને તેમની કારકિર્દીમાં કુલ 434 વિકેટ લઈને પ્રથમ ક્રમે રહ્યા હતા. આ ક્રમમાં ઈશાંતનું બીજું નામ આવે છે. ત્રીજા સ્થાને ઝહીર ખાન છે, જેમણે 92 ટેસ્ટ મેચ (2000-2014) રમ્યા છે અને કુલ 311 વિકેટ લીધી છે. ચોથા સ્થાને ભૂતપૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથ છે  જેમણે (1991–1992 ની વચ્ચે) કુલ 67 ટેસ્ટ મેચોમાં 231 વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચો: IND vs ENG: પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 99 રન કર્યા, રોહિત શર્માની ફીફટી

Next Article