IND vs ENG: પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 99 રન કર્યા, રોહિત શર્માની ફીફટી

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાઈ.

IND vs ENG: પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 99 રન કર્યા, રોહિત શર્માની ફીફટી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 24, 2021 | 10:53 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાઈ. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ (Joe Root)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી ટીમ ઈંગ્લેન્ડ માત્ર 112 રન કરીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલ (Akshar Patel) 6 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને (Ashwin) ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ ઈનીંગમાં બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડીયાના રોહિત શર્મા (Rohit Sharma)એ અર્ધશતક સાથે રમતમાં છે. ડે નાઈટ ટેસ્ટની પ્રથમ દિવસની રમતના અંતે ભારત 3 વિકેટે 99 રન કર્યા હતા.

રોહિત શર્માએ આજે શાનદાર રમત દર્શાવી હતી. રોહિત શર્માએ 82 બોલ રમીને 57 રન કર્યા હતા. જેમાં તેણે 9 ચોગ્ગા લગાવ્યા હતા. શુભમન ગીલ 51 બોલ રમીને 11 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી. ભારતે ગીલના સ્વરુપમાં પ્રથમ વિકેટ 33 રનના સ્કોર પર ગુમાવી હતી. ત્યારબાદ તરત જ ચેતેશ્વર પુજારાની પણ આઉટ થતાં 34 રનના ટીમ સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ચેતેશ્વર પુજારા શૂ્ન્ય રનના વ્યક્તિગત સ્કોર પર જ જેક લીચના બોલ પર એલબીડબલ્યુ આઉટ થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી પણ ખાસ રમત દાખવી શક્યો નહોતો. તેમે 27 રન 58 બોલ રમીને કર્યા હતા. તેનો એક આસાન કેચ એન્ડરસનના બોલ પર છુટતા જીવતદાન મળ્યુ હતુ, આમ છતાં તે પોતાની પારી વધારે લંબાવી શક્યો નહોતો. કોહલી જેક લીચના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

ઈંગ્લેન્ડ તરફથી સ્પિનર જેક લીચે જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે 10 ઓવર કરીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે પૂજારા અને વિરાટ કોહલીની વિકેટોને ઝડપી હતી. જ્યારે જોફ્રા આર્ચરે એક વિકેટ ઝડપી હતી. આર્ચરે શરુઆતમાં જ શુભમન ગીલની વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને શરુઆતી રાહત આપી હતી. જોકે રોહિત શર્માએ જવાબદારી ઉપાડી લેતા સ્કોર બોર્ડને ફરતુ રાખ્યુ હતુ. ઇંગ્લેંડે બેટીંગમાં નિષ્ફળતા બાદ બોલીંગ વડે મેચમાં પરત ફરવા માટે કમર કસી છે. જોકે ગુરુવારની રમતની શરુઆત કેવી રહે છે, તેનાથી મેચ પર પકડ કોની રહેશે તે નક્કી થશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">