WBBL લીગમાં ભારતીય સ્ટાર રિચા ઘોષે ફિલ્ડિંગનો જાદુ બતાવ્યો, સુપર થ્રો ફેંકીને બેટ્સમેનને રનઆઉટ કરી, વીડિયો જોઈ તમે પણ કહેશો OMG

|

Oct 16, 2021 | 7:35 PM

રિચા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ હતી અને બેટથી તેના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કર્યા હતા.

WBBL લીગમાં ભારતીય સ્ટાર રિચા ઘોષે ફિલ્ડિંગનો જાદુ બતાવ્યો, સુપર થ્રો ફેંકીને બેટ્સમેનને રનઆઉટ કરી, વીડિયો જોઈ તમે પણ કહેશો OMG
રિચા ઘોષની શાનદાર ફિલ્ડિંગ

Follow us on

WBBL: વિમેન્સ બિગ બેશ લીગ(Women Big Bash League)માં ભારતના ખેલાડીઓ ખાસ કરીને ફિલ્ડિંગમાં પોતાની શાન બતાવી રહ્યા છે. છેલ્લી કેટલીક મેચોમાં શેફાલી વર્મા (Shafali Verma) અને રિચા ઘોષે(Richa Ghosh) તેમની શાનદાર ફિલ્ડિંગથી ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બંને ખેલાડીઓ પ્રથમ વખત આ લીગમાં ભાગ લઈ રહ્યા છે. રિચા ઘોષ હોબાર્ટ હરિકેન્સ(Hobart Hurricanes) માટે રમે છે. શનિવારે તેણે મેલબોર્ન રેનેગેડ્સ (Melbourne Renegades) સામેની મેચમાં શાનદાર રનઆઉટ કર્યો હતો, જેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

 

રિચા ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ હતી અને બેટથી તેના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કર્યા હતા. આ પછી હોબાર્ટ હરિકેન્સે (Hobart Hurricanes)તેની સાથે કરાર કર્યો. તેમના સિવાય સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, રાધા યાદવ, જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌરે પણ આ લીગમાં જુદી જુદી ટીમો સાથે જોડાઈ છે.

 

રિચા ઘોષની આકર્ષક ફિલ્ડિંગ

શનિવારે રિચા ઘોષ (richa ghosh) પ્રથમ વખત લીગમાં રમવા આવી હતી. મેલબોર્ન ટીમ 122 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. 5મી ઓવરના ચોથા બોલ પર બેટ્સમેન સોફી મોલિનેક્સે હવામાં શોટ રમ્યો હતો. બોલ લાંબા સમય સુધી હવામાં રહ્યો, રિચા ઘોષ બોલ તરફ દોડી પણ કેચ લેવામાં નિષ્ફળ રહી. રિચા ઘોષ બોલથી થોડી દૂર હતી. બેટ્સમેન બીજો રન લેવા દોડ્યા, રિચા ઘોષ તેના ઘૂંટણ પર બેઠી અને સીધી ફટકાથી સ્ટમ્પ પર થ્રો કર્યો. ચાહકોએ સોશિયલ મીડિયા પર રિચા ઘોષની ચપળતા અને શાનદાર ફિલ્ડિંગની પ્રશંસા કરી હતી.

 

હોબાર્ટ હરિકેન્સે નિર્ધારિત 20 ઓવરમાં 121 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલી રિચા ઘોષે (richa ghosh) ટૂંકી પરંતુ આકર્ષક ઈનિંગ રમી હતી. રિચા ઘોષે 14 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં 1 છગ્ગો અને 2 ચોગ્ગા સામેલ હતા. મેલબોર્ન રેનેગેડ્સે આ મેચ 6 વિકેટે જીતી લીધી. હરમનપ્રીત કૌરે રેનેગેડ્સ તરફથી અણનમ 24 રન કર્યા હતા.

 

શેફાલી વર્માનું બિગ બેશ લીગમાં અદભૂત પ્રદર્શન

વિમેન્સ બિગ બેશ (Women Big Bash League)માં સિડની સિક્સર્સની ટીમ માટે મેદાન પર ઉતરેલી શેફાલી વર્મા પ્રથમ મેચમાં પોતાના બેટથી ખાસ કંઈ કરી શકી નહોતી. જોકે તેણે પોતાની ફિલ્ડિંગથી ચાહકોના દિલ પણ જીતી લીધા હતા. શેફાલીએ સધરલેન્ડને સીધો થ્રો મારીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. શેફાલીના જબરદસ્ત થ્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો : Supreme Court : સિંઘુ બોર્ડર પર હત્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, પ્રદર્શન સ્થળ પરથી ખેડૂતોને દુર થવાની અપીલ

Next Article