IPL 2020ને લીલી ઝંડી મળતા જ બહિષ્કારની ધમકી, આ છે તેની પાછળનું કારણ

IPLમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીની સ્પોન્સરશિપ ચાલુ રાખવાના નિર્ણય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલી સ્વદેશી જાગરણ મંચે નારાજગી વ્યક્ત કરી છે. મંચે કહ્યું કે જો ચાઈનીઝ મોબાઈલ કંપનીની સાથે IPLનો સંબંધ તુટતો નથી તો પછી સંગઠન આયોજનના બહિષ્કારની અપીલ કરશે. દેશભક્ત નાગરિકો દ્વારા દેશમાં IPLની વિરૂદ્ધ અભિયાન ચાલશે. સ્વદેશી જાગરણ મંચે ગુસ્સો કરતાં કહ્યું કે જ્યારે […]

IPL 2020ને લીલી ઝંડી મળતા જ બહિષ્કારની ધમકી, આ છે તેની પાછળનું કારણ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:47 PM

IPLમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીની સ્પોન્સરશિપ ચાલુ રાખવાના નિર્ણય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલી સ્વદેશી જાગરણ મંચે નારાજગી વ્યક્ત કરી છે. મંચે કહ્યું કે જો ચાઈનીઝ મોબાઈલ કંપનીની સાથે IPLનો સંબંધ તુટતો નથી તો પછી સંગઠન આયોજનના બહિષ્કારની અપીલ કરશે. દેશભક્ત નાગરિકો દ્વારા દેશમાં IPLની વિરૂદ્ધ અભિયાન ચાલશે. સ્વદેશી જાગરણ મંચે ગુસ્સો કરતાં કહ્યું કે જ્યારે સમગ્ર દુનિયા ચાઈનીઝ કંપનીઓનો બહિષ્કાર કરી રહી છે, ત્યારે IPL તેને આશ્રય આપી રહી છે.

Cricket rasiko mate sara samachar sri lanka bad have IPL 2020 ni mejbani mate aa desh ni offer

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ સંયોજક અશ્વિની મહાજને કહ્યું ચીનના હુમલામાં ભારતીય સૈનિકો શહીદ થયા બાદ દેશમાં ચાઈનીઝ સામાન અને કંપનીઓના બહિષ્કારનું અભિયાન ચાલી રહ્યું છે, સમગ્ર દેશની ભાવના ચીનની વિરૂદ્ધ છે. એવી સ્થિતીમાં IPLના આયોજકોએ ચાઈનીઝ મોબાઈલ કંપનીને પ્રાયોજક બનાવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ IPL ચલાવતા લોકોની અસંવેદનશીલતાને દર્શાવે છે. જો નિર્ણય પર વિચાર ના થયો તો પછી અમારી પાસે IPLના બહિષ્કાર કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અશ્વિની મહાજને કહ્યું કે IPL એક વ્યવસાય છે. આ વ્યવસાયને ચલાવનારા લોકો દેશ અને તેની સુરક્ષાની ચિંતાઓ પ્રત્યે અસંવેદનશીલ છે. જ્યારે સમગ્ર દુનિયા ચાઈનીઝ કંપનીઓનો બહિષ્કાર કરી રહી છે. ત્યારે IPL તેમને આશ્રય આપી રહી છે. તેમને સમજવુ જોઈએ કે રાષ્ટ્રથી ઉપર કંઈ નથી. વધુમાં અશ્વિની મહાજને કહ્યું કે અમે IPLના આયોજકોને આગ્રહ કરીએ છે કે તે ચીની કંપનીઓને પોતાના પ્રાયોજકના રૂપમાં પરવાનગી આપવાના નિર્ણય પર પુન:વિચાર કરે. એવું ના થવા પર અમે દેશભક્ત નાગરિકોને IPLના બહિષ્કાર કરવા માટે પ્રેરિત કરીશું. રાષ્ટ્રની સુરક્ષા અને ગરિમાથી ઉપર કંઈ પણ નથી, ક્રિકેટ પણ નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">