જાણો, ગોલ્ડ લોન તમારા ક્રેડિટ સ્કોરને પ્રભાવિત કરવામાં કેવી રીતે કરે છે મદદ?

TV9 GUJARATI

|

Updated on: Oct 17, 2022 | 7:40 PM

ગોલ્ડ લોન માટે અરજી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી અરજી પર નિર્ણય લેવા માટે ક્રેડિટ બ્યુરો પાસેથી તમારો ક્રેડિટ રિપોર્ટ માંગે છે. આને સખત પૂછપરછ કહેવામાં આવે છે. આ પ્રકારની પૂછપરછ તમારા ક્રેડિટ રિપોર્ટમાં દેખાય છે.

જાણો, ગોલ્ડ લોન તમારા ક્રેડિટ સ્કોરને પ્રભાવિત કરવામાં કેવી રીતે કરે છે મદદ?
Gold Loan
Image Credit source: File Image

Follow us on

સામાન્ય રીતે લોકો જ્યારે જરૂરિયાત હોય ત્યારે લોન (Loan) લે છે. લોન એ એક પ્રકારની આર્થિક મદદ છે, જે ધિરાણકર્તા દ્વારા આપવામાં આવે છે. સમયસર લોનની ચુકવણી ક્રેડિટ સ્કોર સુધારે છે. ક્રેડિટ સ્કોર (Credit Score) વ્યક્તિના ક્રેડિટ ઈતિહાસનો સંદર્ભ આપે છે. ક્રેડિટ સ્કોર તમને જણાવે છે કે તમે તમારી લોન કેટલી જવાબદારીપૂર્વક ચૂકવો છો. હવે સવાલ એ થાય છે કે શું ગોલ્ડ લોન ક્રેડિટ સ્કોરને અસર કરે છે? તો જવાબ છે- હા. જ્યારે ગોલ્ડ લોનના (Gold Loan) હપ્તાઓની સમયસર ચુકવણી ક્રેડિટ સ્કોરમાં સુધારો કરે છે, તેમાં ડિફોલ્ટ થવાથી ક્રેડિટ સ્કોરમાં પણ તીવ્ર ઘટાડો થાય છે.

ગોલ્ડ લોન માટે અરજી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર ઘટી શકે છે. જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી અરજી પર નિર્ણય લેવા માટે ક્રેડિટ બ્યુરો પાસેથી તમારો ક્રેડિટ રિપોર્ટ માંગે છે. આને સખત પૂછપરછ કહેવામાં આવે છે. આ પ્રકારની પૂછપરછ તમારા ક્રેડિટ રિપોર્ટમાં દેખાય છે. પૂછપરછ વગર લોન મળતી નથી. આવી સ્થિતિમાં જો ક્રેડિટ રિપોર્ટમાં ઘણી બધી પૂછપરછ હોય તો કોઈ સમસ્યા નથી. જો ટૂંકા ગાળામાં તમારો ક્રેડિટ રિપોર્ટ વધુ સંખ્યામાં પૂછપરછ દર્શાવે છે તો તે સૂચવે છે કે કયા તો તમને લોનની વધુ જરૂરિયાત છે અથવા તમે તમારી જરૂરિયાત કરતા વધુ લોન લઈ રહ્યા છો. આમાના કોઈપણ સંકેત સારા નથી અને તમારા ક્રેડિટ સ્કોરને અસર કરશે.

ગોલ્ડ લોન મેળવ્યા પછી તમારે નિયત શરતો અનુસાર પૈસા પાછા આપવા પડશે. લોનની શરતો પૂરી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર વધે છે. સારો ક્રેડિટ સ્કોર બનાવવા માટે સમયસર અથવા સમય પહેલા લોનની EMI ચૂકવવી મહત્વપૂર્ણ છે. સમયસર EMI ચૂકવવુ જવાબદાર ક્રેડિટ વર્તન દર્શાવે છે અને બેંકો આવા લોકોને સરળતાથી લોન આપે છે. આટલુ જ નહીં કેટલીક નાણાકીય સંસ્થાઓ વ્યાજ દરમાં થોડી છૂટ પણ આપે છે. બીજી બાજુ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થવાથી માત્ર તમારો ક્રેડિટ સ્કોર બગડશે નહીં, પરંતુ તમારે લેટ ફી પણ ચૂકવવી પડશે.

ગોલ્ડ લોન તમારા ક્રેડિટ સ્કોરને કેવી રીતે અસર કરે છે તે વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati