Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 61000 ને પાર પહોંચ્યો

શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 767 પોઈન્ટ ઉછળીને 60687 ના સ્તર પર બંધ થયો હતોજ્યારે નિફ્ટી 229 પોઈન્ટના ઉછાળા સાથે 18103 ના સ્તર પર બંધ થયો હતો.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 61000 ને પાર પહોંચ્યો
Bomay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:40 AM

મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Share Market) સારી સ્થિતિમાં ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 60,837.40 ઉપર ખુલ્યો હતો જેનું શુક્રવરનું બંધ સ્તર 60,686.69 હતું. આજના કારોબારમાં ઇન્ડેક્સ 61000 ને પાર પહોંચ્યો હતો. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ આજે 18,140.95 ઉપર ખુલ્યો હતો. શુક્રવારે નિફટી 18,102.75 ઉપર બંધ થયો હતો.

વૈશ્વિક સંકેતો મજબૂત ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. 15 નવેમ્બરના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ શુક્રવારે અમેરિકી બજારો પણ વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. ડાઉ જોન્સ 179 પોઈન્ટ વધીને 36100 ના સ્તરે બંધ રહ્યો હતો. Nasdaq અને S&P 500 ઈન્ડેક્સ પણ મજબૂત રહ્યા હતા.બીજી તરફ જો આજે એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં 0.38 ટકા અને નિક્કીમાં 0.57 ટકાની તેજી જોવા મળી રહી છે. સ્ટ્રેટ ટાઇમ્સ, કોસ્પી સહિતના અન્ય સૂચકાંકો પણ મજબૂત દેખાઈ રહ્યા છે.

આજે આ કંપનીઓના પરિણામ જાહેર થશે કેટલીક કંપનીઓ 15 નવેમ્બરે તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવા જઈ રહી છે. તેમાં Tinplate, Hemadri Cements, Binani Industries, Silver Oak , East India Securities, Esaar, GCCL Construction, GV Films, Integra Capital Management, KSS, MSP Steel & Power, Newtime Infrastructure, Parle Industries, PB Films, PG Foils, Rajesh Exports અને Samtel Indiaનો સમાવેશ થાય છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ શેરો ચર્ચામાં રહેશે કોલ ઈન્ડિયાનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 2,951.6 કરોડથી ઘટીને 2,932.7 કરોડ થયો છે. કંપનીની આવક રૂ. 21,153.1 કરોડથી વધીને રૂ. 23,291 કરોડ થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ONGCનો નફો વધીને રૂ. 18,347.7 કરોડ થયો છે. બાકીની આવક પણ વધીને રૂ. 24,353.6 કરોડ થઈ છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ F&O હેઠળ NSE પર આજે 8 શેરોમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. તેમાં Bank of Baroda, BHEL, Escorts, Indiabulls Housing Finance, NALCO, Punjab National Bank, SAIL અને Sun TV Networkનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાં રૂ. 511.10 કરોડનું રોકાણ કર્યું હતું તો બીજી તરફ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ પણ રૂ. 851.41 કરોડનું રોકાણ કર્યું હતું.

શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 767 પોઈન્ટ ઉછળીને 60687 ના સ્તર પર બંધ થયો હતોજ્યારે નિફ્ટી 229 પોઈન્ટના ઉછાળા સાથે 18103 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પર IT ઇન્ડેક્સ ટ્રેડિંગમાં 2 ટકા વધ્યો હતો. જ્યારે ફાયનાન્શીયલ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સમાં 1.5 ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.7 લાખ કરોડનો વધારો થયો છે.

આ પણ વાંચો :  SBI માત્ર 4 ક્લિક પર આપી રહી છે સસ્તાં દરે Personal Loan, જાણો કઈ રીતે કરવી અરજી અને શું છે પ્રક્રિયા

આ પણ વાંચો : રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

g clip-path="url(#clip0_868_265)">