AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI માત્ર 4 ક્લિક પર આપી રહી છે સસ્તાં દરે Personal Loan, જાણો કઈ રીતે કરવી અરજી અને શું છે પ્રક્રિયા

SBI પર્સનલ લોન ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં પર્સનલ લોન 9.60 ટકાના પ્રારંભિક વ્યાજ દરે ઓફર કરવામાં આવી રહી છે.

SBI માત્ર 4 ક્લિક પર આપી રહી છે સસ્તાં દરે Personal Loan, જાણો કઈ રીતે કરવી અરજી અને શું છે પ્રક્રિયા
State Bank of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:15 AM
Share

SBI personal loan: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ખૂબ જ સરળ રીતે અને પોસાય તેવા દરે પર્સનલ લોન ઓફર કરે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે કોઈપણ વ્યક્તિએ અંતિમ વિકલ્પ તરીકે વ્યક્તિગત લોન લેવાનું નક્કી કરવું જોઈએ. પરંતુ જો તમને જરૂર હોય તો તમે SBI પાસેથી આ લોન ઘરે બેસીને પણ માત્ર ક્લિક કરી લઈ શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓછા વ્યાજ દરે લોન મળશે SBI પર્સનલ લોન ઓછા વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં પર્સનલ લોન 9.60 ટકાના પ્રારંભિક વ્યાજ દરે ઓફર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે વધુ વ્યાજ માત્ર ઘટતા બેલેન્સ પર જ ચૂકવવું પડશે, જેના કારણે તમને રાહત મળશે. લોન માટે અરજી કરવા માટે તમારે ખૂબ જ નજીવો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે. તમારે કોઈપણ હિડન ચાર્જીસ અથવા વહીવટી ચાર્જ ચૂકવવાની જરૂર નથી.

ઓછામાં ઓછા દસ્તાવેજથી કામ થશે પર્સનલ લોન માટે અરજી કરવા માટે તમને બહુ ઓછા દસ્તાવેજોમાં કામ થઇ જશે. જો તમે પ્રીપેમેન્ટ કરશો તો તેના પર કોઈ દંડ લાગશે નહીં. તમે SBIની અધિકૃત વેબસાઈટ પર જઈને પણ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

તમે પ્રિ – એપ્રુવ્ડ પર્સનલ લોન માટે પણ અરજી કરી શકો છો તમે બેંકની એપ YONO SBI પર માત્ર 4 ક્લિક કરીને પ્રિ – એપ્રુવ્ડ પર્સનલ લોન માટે પણ અરજી કરી શકો છો. આ માટે કોઈ ફિઝિકલ જરૂરિયાત રહેશે નહીં. બ્રાન્ચમાં જવાની પણ જરૂર નહીં પડે. YONO એપ પર 24X7 સુવિધા ઉપલબ્ધ છે. તમે ખૂબ જ ઝડપથી અને 4 ક્લિકમાં લોન મેળવી શકો છો. જો કે બેંકનું કહેવું છે કે હાલમાં આ લોન ગ્રાહકોની તે શ્રેણીઓને આપવામાં આવી રહી છે જેઓ અમારા દ્વારા પહેલાથી જ નક્કી કરાયેલા કેટલાક માપદંડો પર પહેલાથી પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

આ પણ વાંચો : EPF: નોકરીમાંથી નિવૃત્તિ બાદ PF ના કેટલા મળશે પૈસા? 35 વર્ષની ઉંમર અને 15 વર્ષના બેઝિકના ઉદાહરણ સાથે સમજો સંપૂર્ણ ગણતરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">