સરકારી કંપનીમાં રોકાણ માટેની મળી રહી છે તક , 1100 કરોડ માટે મેટલ સેકટરની આ કંપનીમાં સરકાર 10% હિસ્સો વેચશે

હિન્દુસ્તાન કોપરની ઓફર ફોર સેલની ઇશ્યૂ પ્રાઇસ 116 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બુધવારે હિન્દુસ્તાન કોપરનો શેર 1.27% ઘટીને 124.5 રૂપિયા પર બંધ થયો હતો જયારે શેર આજે ગુરુવારે 116.65 ઉપર બંધ થયો હતો.

સમાચાર સાંભળો
સરકારી કંપનીમાં રોકાણ માટેની મળી રહી છે તક , 1100 કરોડ માટે મેટલ સેકટરની આ કંપનીમાં સરકાર 10% હિસ્સો વેચશે
Hindustan Copper

હિન્દુસ્તાન કોપર(Hindustan Copper)ની ઓફર ફોર સેલ આજે શરૂ થઇ છે. સરકારે હિન્દુસ્તાન કોપરમાં 10% હિસ્સો વેચવાની તૈયારી કરી છે. સરકાર આ હિસ્સો 1122 કરોડ રૂપિયામાં વેચશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવ તુહીનકાંત પાંડેએ ટ્વિટ કર્યું હતું કે, “ઓફર ફોર સેલ દ્વારા સરકાર હિન્દુસ્તાન કોપરમાં 10 ટકા હિસ્સો વેચશે. તેમાં 5% ગ્રીન શૂ ઓપ્શન છે. હિન્દુસ્તાન કોપરના વેચાણ માટેની ઓફર આજે એટલે કે 16 સપ્ટેમ્બરે ખુલશે અને છૂટક રોકાણકારો શુક્રવાર સુધી બોલી લગાવી શકે છે.

ઇશ્યૂ પ્રાઇસ 116 રૂપિયા
હિન્દુસ્તાન કોપરની ઓફર ફોર સેલની ઇશ્યૂ પ્રાઇસ 116 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બુધવારે હિન્દુસ્તાન કોપરનો શેર 1.27% ઘટીને 124.5 રૂપિયા પર બંધ થયો હતો જયારે શેર આજે ગુરુવારે 116.65 ઉપર બંધ થયો હતો. આજના કારોબારના અંતે સ્ટોકમાં 7.95 રૂપિયા મુજબ 6.38% ઘટાડો નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2021 માં હિન્દુસ્તાન કોપરનો ચોખ્ખો નફો રૂ 110 કરોડ હતો જયારે અગાઉના નાણાકીય વર્ષ 2020 માં 598 કરોડનું નુકસાન હતું.

વર્ષ 2020 માં કંપનીની આવક 888.81 કરોડ રૂપિયા છે
નાણાકીય વર્ષ 2021 માં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) ની કુલ આવક 1822 કરોડ રૂપિયા હતી. જ્યારે નાણાકીય વર્ષ 2020 માં કંપનીની આવક 888.81 કરોડ રૂપિયા હતી. સરકારે નાણાકીય વર્ષ 2022 માં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે સરકાર અત્યાર સુધીમાં માત્ર 8369 કરોડ રૂપિયા જ એકત્ર કરવામાં સફળ રહી છે.

સરકારે એક્સિસ બેંકમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે. સરકારે આ હિસ્સો SUUTI (pecified Undertaking of the Unit Trust of India) મારફતે વેચ્યો હતો. સરકારે એક્સિસ બેંકમાં હિસ્સો વેચીને 3994 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જ્યારે NMDC માં હિસ્સો વેચીને 3654 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. સાથે જ સરકારે હુડકોમાં હિસ્સો વેચીને 720 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

એર ઇન્ડિયાનું વિનિવેશ
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ માહિતી આપી છે કે ટ્રાન્ઝેક્શન એડવાઇઝરને એર ઇન્ડિયાના વિનિવેશ માટે નાણાકીય બિડ મળી છે. આ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

15 સપ્ટેમ્બરે એર ઇન્ડિયામાં વિનિવેશ માટે છેલ્લી તારીખ તરીકે રાખવામાં આવી છે અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં. એર ઇન્ડિયાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે આ ડીલ પૂર્ણ થશે.

અગાઉ વર્ષ 2018 માં સરકારે એર ઇન્ડિયામાં 76 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી હતી પરંતુ સરકારના તમામ પ્રયાસો બાદ પણ એર ઇન્ડિયા માટે કોઈ ખરીદદાર મળ્યો નથી. આ પછી સરકારે નક્કી કર્યું કે તે એર ઇન્ડિયાને સંપૂર્ણપણે વેચશે .

આ પણ વાંચો :  GST Council : આવતીકાલે નાણામંત્રીની અધ્યક્ષતામાં 45 મી GST Council meeting મળશે, જાણો ક્યા મુદ્દા રહેશે કેન્દ્રસ્થાને ?

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી જૂની Cheque Book નકામી બનશે, જો તમારું આ સરકારી બેંકોમાં ખાતું હોય તો તરત જ કરો બેંકનો સંપર્ક

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati