શું શેરબજારની તેજી ઉપર લાગી શકે છે બ્રેક? નજીકના સમયમાં 10% સુધી કરેક્શનનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો વિગતવાર

એવેન્ડસ કેપિટલ પબ્લિક માર્કેટ્સ ઓલ્ટરનેટ સ્ટડીઝ એલએલપીના સીઈઓ એન્ડ્રુ હોલેન્ડ(Andrew Holland)એ કહ્યું છે કે આ તમામ વિકાસ પછી પણ આગામી કેટલાક દિવસોમાં શેરબજારમાં 10 ટકા સુધીની નબળાઈ નોંધાઈ શકે છે.

શું શેરબજારની તેજી ઉપર લાગી શકે છે બ્રેક? નજીકના સમયમાં 10% સુધી કરેક્શનનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો વિગતવાર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 2:31 PM

કોરોના સંકટની ગંભીર અસરો બાદ ભારતીય અર્થતંત્રમાં ઘણા ક્ષેત્રોમાં રિકવરી જોવા મળી રહી છે અને તેના કારણે અલગ – અલગ કંપનીઓના વ્યવસાયમાં સુધારો નોંધાઈ રહ્યો છે. કોવિડ સંકટ પછી લોકોએ જે રીતે કાર, ટીવી, ફ્રિજ વગેરે ખરીદવા માટે ખર્ચ કરવાનું શરૂ કર્યું છે તે મુજબ દેશમાં ઘણાં ક્ષેત્રોની કંપનીઓના વ્યવસાયમાં સુધારો થવાની અપેક્ષા છે.

એવેન્ડસ કેપિટલ પબ્લિક માર્કેટ્સ ઓલ્ટરનેટ સ્ટડીઝ એલએલપીના સીઈઓ એન્ડ્રુ હોલેન્ડ(Andrew Holland)એ કહ્યું છે કે આ તમામ વિકાસ પછી પણ આગામી કેટલાક દિવસોમાં શેરબજારમાં 10 ટકા સુધીની નબળાઈ નોંધાઈ શકે છે.

વ્યાજ દર સંદર્ભે હોલેન્ડે કહ્યું છે કે ઘણા ક્ષેત્રોની નબળી કામગીરી વધુ ઘટી રહી છે. યુ.એસ. માં વ્યાજ દરો અને મૂડી બજારોમાં વધતી પ્રવાહિતા સંબંધિત અનેક વિકાસ છે. આ જ કારણ છે કે શેરબજારમાં તેજી નોંધાઈ રહી છે. શેરબજાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેજી નોંધાવી રહ્યું છે. શેરબજારમાં કરેક્શન ઘણા લાંબા સમયથી શેરબજારમાં 5% 10% કરેક્શન આવ્યું નથી તેથી અપેક્ષા છે કે આગામી કેટલાક મહિનાઓમાં 5-10% કરેક્શન શેરબજારમાં નોંધાઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શેરબજારમાં સતત ત્રણ દિવસથી સપાટ કારોબાર આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) ફ્લેટ ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,172 પોઇન્ટની સપાટીએ ખુલ્યો છે અને નિફ્ટી(Nifty)એ 17,312 પોઇન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. હાલ બન્ને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના બે સત્રમાં પણ બજારમાં કારોબારના અંતે કોઈ ખાસ ઉતાર – ચઢાવ જોવા મળ્યો ન હતો.

શું બજારની તેજી ઉપર બ્રેકે લાગશે ? એવેન્ડસ કેપિટલ પબ્લિક માર્કેટ્સ ઓલ્ટરનેટ સ્ટડીઝ એલએલપીના સીઈઓ એન્ડ્રુઝ હોલેન્ડએ કહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં શેરબજારમાં 10 ટકા સુધીની નબળાઈ નોંધાઈ શકે છે. કરેક્શન સહિતના કારણોસર તેમણે આ અનુમાન દર્શાવ્યા છે.

શેરબજાર હાલ લાલ નિશન નીચે  આજે શેરબજારની શરૂઆત નબળી થઇ હતી . સેન્સેક્સ હાલ લાલ નિશાન niછે કારોબાર કરી રહ્યો છે. બપોરે ૨.૨૦ વાગ્યાના અરસામાં સેન્સેક્સ ૫૦ અંક ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આજની નીચલી સપાટી 58,084.99 હતી . બીજી તરફ નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સ ૧૭૩૦૨ સુધી ગગડ્યો હતો.

આ પણ વાંચો : GST નો આ નિયમ તમને અચરજ પમાડશે ! રોટલી પર 5% પણ પરોઠા પણ ચૂકવવો પડશે 18% ટેક્સ , જાણો શું છે આ પાછળ તર્ક

આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી આ બેંક ની ચેકબુક બનશે નકામી ! જો તેમાં તમારું ખાતું હોય તો તાત્કાલિક આ પગલું ભરો નહીંતર પડશો મુશ્કેલીમાં

g clip-path="url(#clip0_868_265)">