BSE એ શેરમાં વધુ પડતા ઉતાર – ચઢાવને નિયંત્રિત કરવા ફોર્મ્યુલા બનાવી, આ 31 સ્મોલકેપ શેર પર 23 ઓગસ્ટથી લાગુ થશે

પરિપત્ર અનુસાર, આ માળખામાં માત્ર તે સ્મોલકેપ કંપનીઓનો સમાવેશ થશે જેમની માર્કેટ કેપ 1000 કરોડ રૂપિયાથી ઓછી છે અને જેમના શેરની કિંમત સમીક્ષા તારીખના દિવસે 10 રૂપિયાથી ઉપર છે.

BSE એ શેરમાં વધુ પડતા ઉતાર - ચઢાવને નિયંત્રિત કરવા ફોર્મ્યુલા બનાવી, આ 31 સ્મોલકેપ શેર પર 23 ઓગસ્ટથી લાગુ થશે
Bombay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 8:02 AM

મિડ અને સ્મોલ કેપ શેરોમાં વધુ પડતા ઉતાર – ચઢાવને રોકવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ રૂ 1,000 કરોડથી ઓછી માર્કેટ કેપિટલાઇઝેશનવાળા કેટલાક શેર પર નજર રાખવા માટે નવા મોનિટરિંગ સ્ટેપ્સ રજૂ કર્યા છે. BSE એ એક પરિપત્રમાં આ માહિતી જાહેર કરી હતી.

નવા નિયમો 23 ઓગસ્ટથી અમલમાં આવશે BSE એ કહ્યું કે આ નવા ઉપાય એડ-ઓન પ્રાઇસ બેન્ડ ફ્રેમવર્ક (Add-on Price Band Framework)1,000 કરોડ રૂપિયાથી ઓછી માર્કેટ કેપ ધરાવતી કંપનીઓ અને X, XT, Z, ZP, ZY અને Y ગ્રુપની સિક્યોરિટીઝ પર લાગુ થશે. આ નિયમ હેઠળ આવરી લેવામાં આવેલા 31 શેરોની પ્રાથમ યાદી બહાર પાડવામાં આવી છે. નવા નિયમો 23 ઓગસ્ટથી અમલમાં આવશે

નવા નિયમમાં સમાવિષ્ટ 31 કંપનીઓની યાદી 1. Anjani Foods Ltd 2. Ashiana Agro Industries Ltd 3. Assam Entrade Ltd 4. Available Finance Ltd 5. AVI Polymers Ltd 6. B&A Packaging India Ltd 7. Cosmo Ferrites Ltd 8. Flomic Global Logistics Ltd 9. Garware Synthetics Ltd 10. Gita Renewable Energy Ltd 11. Gopala Polyplast Ltd 12. Halder Venture Ltd 13. Hazoor Multi Projects Ltd 14. IEL Ltd 15. Jaykay Enterprises Ltd 16. LWS Knitwear Ltd 17. Master Trust Ltd 18. One Global Service Provider Ltd 19. Pacheli Industrial Finance Ltd 20. Pan Electronics India Ltd 21. Pooja Entertainment and Films Ltd 22. S & T Corporation Ltd 23. Sangam Renewables Ltd 24. Saraswati Commercial India Ltd 25. Sarthak Industries Ltd 26. SC Agrotech Ltd 27. Shree Worstex Ltd 28. Shri Bajrang Alliance Ltd 29. Siel Financial Services Ltd 30. Svarnim Trade Udyog Ltd 31. Texel Industries Ltd

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મિડકેપ- સ્મોલકેપ શેરોમાં નીચલા સ્તરથી રિકવરી દેખાઈ પરિપત્ર અનુસાર, આ માળખામાં માત્ર તે સ્મોલકેપ કંપનીઓનો સમાવેશ થશે જેમની માર્કેટ કેપ 1000 કરોડ રૂપિયાથી ઓછી છે અને જેમના શેરની કિંમત સમીક્ષા તારીખના દિવસે 10 રૂપિયાથી ઉપર છે. શોર્ટલિસ્ટ કરેલા શેર પર સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક ભાવ મર્યાદા લાગુ થશે. બીજી તરફ દૈનિક પ્રાઇસ બેન્ડ ઉપરાંત વધારાની કિંમત મર્યાદા લાગુ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરેલા શેરની સમીક્ષા 30 કારોબારી દિવસની રહેશે. આ નિયમો માત્ર BSE પર લિસ્ટેડ શેર પર લાગુ થશે. એક્સચેન્જના નિવેદન પછી મિડકેપ, સ્મોલકેપ શેરોમાં નીચલા સ્તરથી રિકવરી જોવા મળી છે.

આ પણ વાંચો :  Krsnaa Dignostics IPO: તમે કરેલા રોકાણના શેર મળ્યા કે આવશે રિફંડ ? તપાસો આ બે સરળ રીત દ્વારા

આ પણ વાંચો : ZOMATO નું જૂન ક્વાર્ટરમાં નુકસાન વધ્યું છતાં શેર 9 ટકા ઉછળ્યો, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">