Home Loan Prepayment Benefit : હોમ લોન પ્રીપેમેન્ટ લાભદાયક કે નુકસાનકારક? જાણો ઉદાહરણ દ્વારા

|

Apr 28, 2022 | 12:00 PM

જ્યારે પણ તમે બેંકમાંથી હોમ લોન લો છો તો તમે દર મહિને EMI દ્વારા લોનની ચુકવણી કરો છો. ધિરાણ આપનાર બેંક મહિનાની નિયત તારીખે તમારા બેંક ખાતામાંથી EMI રકમ કાપી લે છે.

Home Loan Prepayment Benefit :  હોમ લોન પ્રીપેમેન્ટ લાભદાયક કે નુકસાનકારક? જાણો ઉદાહરણ દ્વારા
Home Loan

Follow us on

Home Loan Prepayment Benefit: હોમ લોનની સતત પ્રિપેમેન્ટ એ એક વિકલ્પ છે જે દરેક હોમ લોન(Home Loan) લેનારાએ કરવું જોઈએ. આ માત્ર લોનની વહેલી ચુકવણીમાં જ મદદ કરતું નથી પરંતુ હોમ લોન પર વ્યાજની રકમ ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે તમારી મહેનતના પૈસા બચાવી શકો છો. લોન લીધા પછી ચુકવણીના પ્રારંભિક વર્ષોમાં વ્યાજની રકમ EMIમાં વધુ અને મુદ્દલની ઓછી હિસ્સો ધરાવે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાનો સમય નજીક આવે છે ત્યારે મૂળ રકમનો હિસ્સો વધુ અને વ્યાજ ઓછું હોય છે.

પ્રીપેમેન્ટ શું છે?

જ્યારે પણ તમે બેંકમાંથી હોમ લોન લો છો તો તમે દર મહિને EMI દ્વારા લોનની ચુકવણી કરો છો. ધિરાણ આપનાર બેંક મહિનાની નિયત તારીખે તમારા બેંક ખાતામાંથી EMI રકમ કાપી લે છે. EMIના બે ઘટકો છે, એક મૂળ રકમ છે અને બીજી વ્યાજની રકમ છે. ઉદાહરણ તરીકે, જો તમે 20,000 ની EMI ચૂકવો છો તો તેમાં મુદ્દલનો એક ભાગ તેમજ વ્યાજ પણ છે.

પ્રિપેમેન્ટ કેવી રીતે મદદરૂપ થાય છે?

જ્યારે પણ તમે લોનનું પ્રિપેમેન્ટ કરો છો ત્યારે પ્રીપેમેન્ટની રકમ નાની હોય કે મોટી તે મૂળ રકમની બાકી રકમ ઘટાડવામાં સીધી મદદ કરે છે.  જો તમે એક મહિનામાં પ્રીપેમેન્ટ કરો છો તો પછીના મહિનામાં બાકીની મૂળ રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. જો તમે પ્રિપેમેન્ટ કરો છો તો તે લોનની વહેલી ચુકવણીમાં મદદ કરશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉદાહરણ દ્વારા સમજો

ધારો કે તમે 7.50 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. તેથી આપણે તેને ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ.

જો તમે દર મહિને રૂ. 16,112ની EMI ચૂકવો છો તો 20 વર્ષ પછી તમે કુલ રૂ. 39 લાખ ચૂકવો છો જેમાંથી રૂ. 20 લાખ મુખ્ય રકમ છે તો વ્યાજની રકમ રૂ. 19 લાખ છે. પરંતુ જો તમે દર મહિને રૂ. 1,000 પ્રીપે કરો છો તો તમે વ્યાજ પેટે રૂ. 2.70 લાખ બચાવી શકો છો. એટલે કે કુલ 240 EMIમાંથી તમે 29 EMI બચાવી શકો છો.

હોમ લોન પ્રીપેમેન્ટ ફક્ત તે જ ગ્રાહકો દ્વારા કરી શકાય છે જેમણે ફ્લોટિંગ રેટ પર હોમ લોન લીધી છે. આ સુવિધા નિશ્ચિત દરે હોમ લોન લેનારાઓ માટે ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો :  અંકલેશ્વરમાં 3 દાયકા બાદ Airstrip ને ગ્રીન સિગ્નલ મળ્યો, મે મહિનામાં પૂર્ણેશ મોદી ભૂમિપૂજન કરશે

આ પણ વાંચો :  Aadhaar Card : શું તમારા આધાર કાર્ડ સાથે કોઈ છેતરપિંડી તો નથી થઇ રહીં ને!!! આ રીતે ખાતરી કરો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article