AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashifal 28 May 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને શુક્રવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

Rashifal 28 May 2021: આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર
Rashifal 28 May 2021
Rahul Vegda
| Edited By: | Updated on: May 28, 2021 | 7:13 AM
Share

Rashifal 28 May 2021 : આજના રાશિફળમાં વાંચો કઇ રાશિના લોકોને શુક્રવારનો દિવસ ફળશે, અને કઇ રાશિ માટે આવી શકે છે શુભ સમાચાર. વાંચો આજનું રાશિફળ અને જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ અને કેટલું સાથ આપશે આપનું ભાગ્ય

મેષ : દાંપત્ય જીવન માટે અઠવાડિયું સારું રહેશે. જીનવસાથી અથવા પ્રેમી-પ્રેમિકા સાથે એક સુખદ અને મનોરંજક યાત્રા પર જશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

વૃષભ : સ્વાસ્થ્યના મામલામાં સાવધાન રહો. ખાણીપીણીની આદતોમાં સુધારો લાવવો જરૂરી હશે. અવિવાહિતોના વિવાહની વાત બની શકે છે.

મિથુન : સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ બની રહેશે. કાર્યસ્થળ પર ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે અને તમારાં સારાં કાર્યોના વખાણ થશે. ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે.

કર્ક : કંપનીઓથી જોબની સારી ઑફર આવશે. કામની અધિકતા અને ભાગદોડ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવી પડશે અન બચત કરવાની આદત નાખવી પડશે.

સિંહ : કંપનીઓથી જોબની સારી ઑફર આવશે. કામની અધિકતા અને ભાગદોડ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવી પડશે અન બચત કરવાની આદત નાખવી પડશે.

કન્યા : જૂના રોકાણથી પણ સારો લાભ કમાઈ શકશો. આવકના નવા રસ્તા મળશે. બિઝનેસ અને નોકરીમાં બદલાવના સંકેત પણ મળી રહ્યા છે. નવા પ્રેમ સંબંધ બનશે.

તુલા : ક્રોધ, વાણી પર સંયમ રાખો. અવિવાહિતો માટે આ અઠવાડિયે વિવાહનો પ્રસ્તાવ આવશે. બહારની ખાણી-પીણી કરવાથી બચો નહિતર પેટ સંબંધી રોગ પરેશાન કરશે. આર્થિક સ્થિતિ સુધરશે.

વૃશ્ચિક : દાંપત્ય જીવનમાં ચાલી આવતી પરેશાનીઓનો અંત થશે. વેપાર-વ્યવસાયના વિસ્તરણની નવી સંભાવનાઓ તલાશો. ચીજોનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખો નહિતર ઈજાગ્રસ્ત થઈ શકો છો.

ધન : પારિવારિક અને સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા મળશે. સમ્માન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યના મામલામાં થોડા સતર્ક રહેવાની જરૂરત છે. સંતાનના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખો.

મકર : આર્થિક મામલામાં કોઈપણ વ્યક્તિ પર એકદમ ભરોસો ના કરો. દાંપત્ય જીવન માટે દિવસ ઠીક રહેશે. સંબંધોમાં મધુરતા આવશે. બિઝનેસને આગળ વધારવાની યોજના પર કામ કરશો.

કુંભ : આવકમાં વૃદ્ધિના સંકેત છે. પ્રેમી-પ્રેમિકાઓને સંબંધમાં વધુ નજીક આવવાનો મોકો મળશે. સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે. ખાણીપીણી પર ધ્યાન રાખો.

મીન : કાર્ય અને કાર્યસ્થળમાં બદલાવ પણ થનાર છે. જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેઓ જરૂર કરે, સફળતા મળશે. પતિ-પત્નીના સંબંધોમાં મજબૂતી આવશે.

g clip-path="url(#clip0_868_265)">