Taurus Horoscope 2023 : વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે 2023, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

Taurus Rashifal 2023 : વર્ષ 2023 માં, શનિ અને ગુરુ બંને તેમની રાશિઓ બદલશે. એકંદરે, આ વર્ષ તમારા માટે દરેક ક્ષેત્રમાં સફળતા, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ લાવનાર રહેશે.

Taurus Horoscope 2023 : વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે 2023, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે
Taurus Horoscope 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:15 PM

Taurus Rashifal 2023 : વૃષભ રાશિના લોકો માટે શુક્ર તેમનો સ્વામી ગ્રહ છે. શુક્રની ગણતરી શુભ ગ્રહોમાં થાય છે. વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2023 ખૂબ જ શુભ અને સફળ રહેશે. વર્ષ 2023 માં, શનિ અને ગુરુ બંને તેમની રાશિઓ બદલશે. આ સિવાય રાહુ-કેતુ પણ ઓક્ટોબરમાં રાશિ પરિવર્તન કરશે. એકંદરે, આ વર્ષ તમારા માટે દરેક ક્ષેત્રમાં સફળતા, સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ લાવનાર રહેશે.

2023 માં કેવી રહેશે કારકિર્દી

તમારી રાશિના દસમા ભાવમાં શનિદેવ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે આવનારું નવું વર્ષ કરિયરની દૃષ્ટિએ ઘણું સારું રહેશે. કોઈપણ કાર્યમાં તમને તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે. વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ સારું અને સફળ સાબિત થશે. શનિ સિવાય આ વર્ષે દેવગુરુ બૃહસ્પતિ એપ્રિલમાં તમારી રાશિથી 11મા ભાવમાં રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહ જ્ઞાન અને બુદ્ધિનો કારક છે. આ વર્ષે તમે સારી કમાણી કરી શકો છો. તમે તમારા કરિયરમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકશો. તમારી કારકિર્દીમાં તમારા પરાક્રમથી લાભ થવાના મજબૂત સંકેતો છે. બીજી તરફ એપ્રિલ પછી ગુરુ મેષ રાશિમાં આવવાથી અને રાહુ સાથે યુતિ થવાથી તમને વિદેશમાં સારો લાભ અને સફળ કાર્ય મળી શકે છે. નોકરિયાત લોકો માટે વર્ષ ઘણું સારું રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2023 માં કેવી રહેશે નાણાકીય સ્થિતિ

નાણાકીય રીતે, વર્ષના શરૂઆતના કેટલાક મહિના તમારા માટે ઉત્તમ રહેશે. કુંભ રાશિમાં 30 વર્ષ પછી શનિદેવની પોતાની રાશિ, મૂળ ત્રિકોણમાં આવવું તમારા માટે વરદાન સાબિત થશે. કમાણીની સારી તકો મળવાની સંભાવના રહેશે. જે લોકો આ વર્ષે નવો ધંધો શરૂ કરવા માગે છે તેમના માટે આ લાભદાયક સ્થિતિ બની રહેશે. ગુરુની રાશિ પરિવર્તનને કારણે તમને વિદેશમાંથી પણ અચાનક લાભ મળવાની સંભાવના છે.

વૃષભ રાશિફળ 2023 અને કૌટુંબિક સ્થિતિ

પારિવારિક દ્રષ્ટિએ વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2023 મિશ્ર ફળ આપનારુ રહેશે. વર્ષના શરૂઆતના મહિનામાં તમને થોડો તણાવ થઈ શકે છે, પરંતુ આ તણાવ લાંબા સમય સુધી રહેશે નહીં. એપ્રિલ પછી, પારિવારિક તણાવ ઓછો થવા લાગશે કારણ કે તમારા ચોથા ભાવમાં ગુરુના આ ગોચર પછી પરિવારમાં શાંતિ સ્થાપિત થશે.

વૃષભ રાશિફળ 2023 અને શિક્ષણ

વૃષભ રાશિના લોકો માટે વર્ષ શિક્ષણ, પરીક્ષા અને સ્પર્ધાની દ્રષ્ટિએ સારું રહેશે. વર્ષ 2023ની શરૂઆતમાં શનિનું સાતમી દ્રષ્ટી પાંચમા ભાવમાં રહેશે. એપ્રિલમાં ગુરુનું રાશિ પરિવર્તન વિદેશમાં શિક્ષણ મેળવવાની દૃષ્ટિએ સારું રહેશે.

વૃષભ રાશિફળ 2023 અને આરોગ્ય

વર્ષ 2023 ના શરૂઆતના મહિનાઓમાં તમારે સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેવું પડશે. શનિના આઠમા ભાવમાં તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Aries Horoscope 2023 : મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે 2023, જાણો કરિયર, નોકરી અને આર્થિક સ્થિતી વિશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">