Horoscope Today-Taurus: વૃષભ રાશિના જાતકોને આજે અભ્યાસમાં સાનુકૂળતા રહે, ધંધાર્થી લોકોને પણ મળી શકે છે સફળતા

|

Mar 28, 2022 | 6:02 AM

Aaj nu Rashifal: જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાશે.

Horoscope Today-Taurus: વૃષભ રાશિના જાતકોને આજે અભ્યાસમાં સાનુકૂળતા રહે, ધંધાર્થી લોકોને પણ મળી શકે છે સફળતા
Horoscope Today Taurus

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ રાશિ

સખત મહેનત અને પરિશ્રમથી તમે કોઈપણ મુશ્કેલ કાર્યમાંં સફળતા હાંસલ કરશો તેથી તમે મન અને આત્માની શાંતિનો અનુભવ કરશો. કોઈપણ પડકારનો સ્વીકાર તમને સફળ બનાવશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે.

નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારું મનોબળ ઘટવા ન દો. મનમાં કોઈ ખાલીપો અનુભવાશે. તમારી જાતને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. ભવિષ્યની કોઈપણ યોજના આ સમયે નિષ્ફળ થઈ શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોઈપણ પ્રકારના ધંધાકીય કામમાં બેદરકારી ન રાખો, કોઈ મોટો ઓર્ડર તમારા હાથમાંથી નીકળી શકે છે. કેટલાક લોકો તમને ગૂંચવવાનો પ્રયત્ન કરશે. બીજાની વાતમાં ન પડો, તમારા નિર્ણયને બીજા બધાથી ઉપર રાખો.

લવ ફોકસ– જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. યુવાનોની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાશે.

સાવચેતીઓ– શક્ય હોય તેટલું ઓછું બહારના વાતાવરણમાં જવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય પણ થોડું નરમ રહેશે.

શુભ રંગ – વાદળી

લકી અક્ષર – R

ફ્રેન્ડલી નંબર- 7

Next Article