શોકિંગ : આમિર ખાને જણાવી તેના જીવનની અંગત વાતો, દીકરી ઇરા વિષે કીધી આ વાત

શોકિંગ : આમિર ખાને જણાવી તેના જીવનની અંગત વાતો, દીકરી ઇરા વિષે કીધી આ વાત
Aamir Khan Family File Photo

બોલીવુડના લેજેન્ડરી ગણાતા અભિનેતા આમિર ખાન એક એવા અભિનેતા છે કે, જે પોતાની અંગત જિંદગીના રહસ્યો મીડિયા સામે ભાગ્યે જ ખોલે છે. આમિર ખાને તેમના પરિવાર વિષે હંમેશા મૌન સેવ્યું છે. આમિર ખાને તાજેતરમાં તેમની દીકરી ઇરા અને આઝાદ વિષે અમુક બાબતોનો ખુલાસો કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 27, 2022 | 5:39 PM

બોલીવુડના (Bollywood) લેજેન્ડરી ગણાતા અભિનેતા આમિર ખાને (Aamir Khan) તાજેતરમાં શોકિંગ ખુલાસો કર્યો હતો કે તેણે થોડા વર્ષો પૂર્વે બૉલીવુડ છોડવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તેને સમજાયું હતું કે જ્યારે તે તેના બાળકો મોટા થઈ રહ્યા હતા ત્યારે તેઓ તેમની સાથે નહોતા. પરંતુ અશ્રુભીની આંખે તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે (Kiran Rao) અને તેમની દીકરી ઇરા ખાને તેને તેના આ નિર્ણય અંગે પુનર્વિચાર કરવા માટે રાજી કર્યા હતા. અમે તમને જણાવી દઈએ કે, આમિર ખાન અને કિરણ રાવે સંયુક્તપણે છૂટાછેડા ગત વર્ષે લીધા હતા. તેમનો આ નિર્ણય પણ લોકોને ખુબ જ શોકિંગ લાગ્યો હતો.

અભિનેતા આમિર ખાને આજે સવારે (27/03/2022) મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેણે પોતાની જિંદગીની અમુક અજાણી વાતો જણાવી હતી. આમિરે છેલ્લાં બે વર્ષથી તે આત્મનિરીક્ષણાત્મક મૂડ વિશે વાત કરી હતી. આમિર ખાને કહ્યું કે, બીજા બધાની જેમ તેણે પણ ઘણું ગુમાવ્યું છે, પરંતુ આ કોરોના મહામારી દરમિયાન તેણે ઘણું મેળવ્યું છે. ગયા વર્ષે, આમિરે તેની પત્ની કિરણ રાવથી અલગ થવાની જાહેરાત કરી હતી, જેની સાથે તેણે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. મારી દીકરી ઇરાએ મને સમજાવ્યું કે તમે સિનેમા આવી રીતે છોડી ના શકો. હું મારા સંતાનો- મારી દીકરી ઇરા અને દીકરા આઝાદને ખુબ જ પ્રેમ કરું છું.

અમે તમને જણાવી દઈએ કે, આમિરે આ ઇવેન્ટ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે, આટલા વર્ષો સુધી તેને તેના બાળકો અને તેના પરિવાર માટે હાજર ન રહેવાના લીધે તે ખૂબ જ ખરાબ લાગણી અનુભવે છે. આ ઇવેન્ટમાં, અભિનેતાએ માત્ર તેના બાળકો સાથેના તેના સંબંધો વિશે જ નહીં, પરંતુ ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ સાથેના તેના નવા સંબંધોના સમીકરણ વિશે પણ વાત કરી હતી.

આમિરે આ ઇવેન્ટમાં આગળ જણાવ્યું હતું કે, “મને એવું લાગે છે કે મેં મારું જીવન મારા સપનાનો પીછો કરવામાં અને તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ પ્રવાસ દરમિયાન મેં મારા પ્રિયજનો પર ધ્યાન આપ્યું નહીં. મારા માતા-પિતા, મારા ભાઈ-બહેન, મારા બાળકો, મારી પહેલી પત્ની રીના, મારી બીજી પત્ની કિરણ, તેમના માતા-પિતા… કદાચ હું તેમના માટે પૂરતો સમય ફાળવી શક્યો નથી. મારી પુત્રી ઇરા ખાન હવે 23 વર્ષની છે. મને ખાતરી છે કે તેણી જ્યારે નાની હતી ત્યારે તેણીના જીવનમાં મારી હાજરી ચૂકી હશે. તેણીની પોતાની ચિંતાઓ, ડર, સપના અને આશાઓ હશે. હું તેના માટે ત્યાં ન હતો, હું હવે આ જાણું છું. હું તેના સપના, ડર અને આશાઓ જાણતો ન હતો, પરંતુ હું મારા દિગ્દર્શકોના ડર અને સપના અને આશાઓ જાણતો હતો.”

આમિરે આગળ કહ્યું કે. તેને એ વાતનો અહેસાસ થયો છે કે સમય એ માનવી પાસે રહેલું સૌથી મૂલ્યવાન સંસાધન છે. “અમે જાણીએ છીએ કે એક દિવસ અમારો સમય પૂરો થઈ જશે, પરંતુ અમને ખબર નથી કે ક્યારે. આમિરે તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ કિરણ અને રીના દત્તા સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે તે રીના સાથે મોટો થયો છે, અને જો તેઓ ક્યારેય લગ્ન ન કરે તો પણ તેઓ મિત્રો રહેશે. કિરણ વિશે, આમિરે સ્વીકાર્યું કે લોકો તેમના અલગ થયા હોવા છતાં તેમને જાહેરમાં સાથે જોતા આશ્ચર્ય અનુભવે છે. અમે લોકો આજે પણ એક જ ફ્લેટમાં ઉપર-નીચેના માળ પર રહીએ છીએ.

આ પણ વાંચો – આમિર ખાને કોરોના સમયગાળા દરમિયાન છોડી દીધી હતી એક્ટિંગ, સુપરસ્ટારે કર્યો આ ખુલાસો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati