Sharada Mukherjee Profile: બ્યુટી આઇકોન મનાતા શારદા મુખર્જી રાજકીય ક્ષેત્રે સફળ મહિલા

|

Jun 29, 2022 | 11:06 AM

Sharda Mukherjee Gujarat Governor Full Profile in Gujarati : શારદા મુખર્જીએ પતિ સુબ્રતો મુખર્જીના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.

Sharada Mukherjee Profile: બ્યુટી આઇકોન મનાતા શારદા મુખર્જી રાજકીય ક્ષેત્રે સફળ મહિલા
Sharada Mukherjee Gujarat Governor Full Profile in Gujarati

Follow us on

શારદા મુખર્જી (Sharada Mukherjee) મહારાષ્ટ્રના રત્નાગિરીથી ત્રીજી અને ચોથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વાયુસેનાના પ્રમુખ સુબ્રતો મુખર્જીના પત્ની હતા. શારદા મુખર્જી પંડિત નેહરુની બહેન વિજયાલક્ષ્મી પંડિતની ભત્રીજી પણ હતા.  શારદા મુખર્જીએ  પતિ સુબ્ર્તો મુખર્જીના અવસાન બાદ  રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ  ગુજરાત અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ  (Governor)તરીકે પણ સેવા આપી હતી.

અંગત જીવન (Personal Life)

શારદા પંડિતનો જન્મ 24 ફેબ્રુઆરી 1919ના રોજ રાજકોટ, ગુજરાત ખાતે મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રતાપ સીતારામ પંડિત હતા. તેમની માતા સરસ્વતીબાઈ પંડિત ફિલ્મ અભિનેત્રી દુર્ગા ખોટેના બહેન પણ હતા. નેહરુની બહેન વિજયાલક્ષ્મી પંડિત તેમની કાકી થતા હતા. શારદા પંડિતનું શિક્ષણ કેથેડ્રલ ગર્લ હાઈસ્કૂલ મુંબઈ, એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબઈ અને લૉ કૉલેજ મુંબઈમાં થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલા, તેમણે એરફોર્સ અધિકારી સુબ્રતો મુખર્જી સાથે લગ્ન કર્યા, જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ એર ચીફ માર્શલ હતા. શારદા મુખર્જીને તેમના સમયમાં બ્યુટી આઇકોન માનવામાં આવતા હતા.

રાજકીય કારર્કિર્દી(Political Career)

પતિના મૃત્યુ પછી  તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. શારદા મુખર્જી તેમના પતિ વાયુસેનામાં હતા ત્યારે સમાજ સેવા અને ચેરિટીની ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તે ભારતીય વાયુસેનાના ચેરિટી એસોસિએશનના સભ્ય હતા. ત્યારે ઈન્દિરા ગાંધી આ સંગઠનના પ્રમુખ હતા. તે પ્લાનિંગ કમિશનમાં ડિફેન્સ અફેર્સ સ્ટડી ટીમના સભ્ય પણ હતા. શારદા મુખર્જી 1960 માં ટોક્યોમાં તેમના પતિના મૃત્યુ પછી રાજકારણમાં સક્રિય થઈ. કોંગ્રેસ પાર્ટીએ તેમને 1962માં મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં રત્નાગિરી લોકસભાથી ટિકિટ આપી હતી. શારદા મુખર્જીએ અહીં સારી જીત નોંધાવી હતી. તેમણે પ્રજા સમાજવાદી પાર્ટીના અર્જુન વિચારેને હરાવ્યા હતા. તે ફરી એકવાર 1967માં રત્નાગીરી લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા  હતા અને જનસંઘના આર.વી. કાલસેકરને હરાવ્યા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સંસદના સભ્ય તરીકે, રાષ્ટ્રીય શિપિંગ બોર્ડના સભ્ય, સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિ, રાષ્ટ્રીય નાની બચત યોજના સલાહકાર બોર્ડ. તેણીએ આ બોર્ડમાં ઘણી મહત્વની સલાહ પણ આપી હતી.967માં કોંગ્રેસનું વિભાજન થયા બાદ તેમનો ઝુકાવ જનતા પાર્ટી તરફ હતો. 1977માં દેશમાં જનતા પાર્ટીની સરકાર રચાયા બાદ શારદા મુખર્જીને 5 મેના રોજ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એક વર્ષ પછી, તેમની ગુજરાતના રાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી. તેઓ 1983 સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા. વિશ્વના ઘણા દેશોની મુલાકાત લઈ ચૂકેલા શારદા મુખર્જી અખબારોમાં સંરક્ષણ બાબતો પર લખતા હતા.

 

Published On - 5:02 pm, Mon, 27 June 22

Next Article