CM Balwantrai Gopalji Mehta Full Profile in Gujarati: રાજ્યમાં ‘પંચાયતી રાજ્યના શિલ્પી’ ગણાતા બળવંતરાય ગોપાલજી મહેતા
CM Balwantrai Gopalji Mehta Full Profile in Gujarati: રાજ્યમાં 'પંચાયતી રાજ્યના શિલ્પી' ગણાતા બળવંતરાય ગોપાલજી મહેતાએ (Balwantrai Goplaji Mehta) ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

CM Balwantrai Gopalji Mehta Full Profile in Gujarati: રાજ્યમાં ‘પંચાયતી રાજ્યના શિલ્પી’ ગણાતા બળવંતરાય ગોપાલજી મહેતાએ (Balwantrai Goplaji Mehta) ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 1920 માં અસહકારની રાષ્ટ્રીય ચળવળ જોડાયા હતા અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ એવા વ્યક્તિ હતા જેમણે વિદેશી ડિગ્રી લેવાની ના પાડી હતી. ટપાલ વિભાગ, ભારત સરકાર તરફથી 17 ફેબ્રુઆરી, 2000 ના દિને તેમના 100 મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે એક ખાસ ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતને પ્રગતિશીલ બનાવનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા વિશે વિગતવાર માહિતી જાણીએ.
અંગત જીવન (Personal Life)
બલવંત રાય મહેતાનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં ભાવનગરમાં 19 ફેબ્રુઆરી, 1900 ના દિવસે થયો હતો. તેમના પત્નીનું નામ સરોજ બહેન હતું.
શિક્ષણ (Education)
બલવંતરાય મહેતાએ બી.એ. સુધી અભ્યાસ કર્યો, પરંતુ વિદેશી સરકારનું પ્રમાણપત્ર લેવા ઇનકાર કર્યો હતો.
રાજકીય કારર્કિર્દી (Political Career)
1. બળવંતરાય મહેતાની રાજકીય સફરનો પ્રારંભ યુવાવયે જ થઈ ગયો હતો. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો અને 1920 માં અસહકારની રાષ્ટ્રીય ચળવળ જોડાયા હતા.
2. તેમણે વર્ષ 1921માં સ્વતંત્રતા ચળવળ માટે 1921 માં ભાવનગર પ્રજા મંડળ સ્થાપના કરી હતી.
3. વર્ષ 1930 થી 1932 દરમિયાન તેઓ નાગરિક અસહકાર આંદોલનમાં સહભાગી થયા હતા.
4. 1942ની ભારત છોડો ચળવળમાં ત્રણ વર્ષ માટે તેઓએ જેલવાસ ભોગવ્યો હતો. બ્રિટિશ રાજ દરમિયાન તેઓએ જેલમાં કુલ 7 વર્ષ ગાળ્યા હતા.
મહાત્મા ગાંધીના સૂચનથી બન્યા કોંગ્રેસ સમિતિના સભ્ય
આઝાદીની ચળવળમાં સતત સક્રિય રહેલા બળવંત રાયને મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યપદ બનાવાનું સૂચન કર્યું હતું. આ સૂચન સ્વીકારીને બળવંતરાય કોંગ્રેસના સભ્ય બન્યા હતા. જવાહરલાલ નેહરુ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા ત્યારે, બળવંતરાય મહેતા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. તેઓ બે વખત લોકસભામાં સંસદના સભ્ય તરીકે 1949 અને 1957માં ચૂંટાયા હતા. તેઓ સંસદના અંદાજ સમિતિ ચેરમેન હતા. તેમણે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને નેશનલ એક્સ્ટેંશન સેવાના કામને આગળ ધપાવ્યું હતું. પરીક્ષણ કરવા માટે અને તેમના વધુ સારી રીતે કામ માટે પગલાં સૂચવે છે. તેઓ જાન્યુઆરી 1957માં ભારત સરકાર દ્વારા સુયોજિત સમિતિ અધ્યક્ષ બન્યા હતા. આ સમિતિએ નવેમ્બર 1957 માં તેનો અહેવાલ સુપરત કર્યો હતો અને પંચાયતી રાજ તરીકે ઓળખાતી ‘લોકશાહી વિકેન્દ્રીકરણ’ ની યોજનાનો સ્થાપનાની ભલામણ કરી છે. 19 સપ્ટેમ્બર, 1963 ના રોજ તેઓ ગુજરાત રાજયના બીજા મુખ્યમંત્રી બન્યા હતા.
અવસાન (Death)
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે 19 સપ્ટેમ્બર 1965માં તેઓ અમદાવાદથી આશરે 400 કિલોમીટર દૂર દ્વારકા પાસેના મીઠાપુર જવાના હતા. અહીં તેઓ એક રેલીમાં ભાષણ આપવાના હતા. તેઓ 19 સપ્ટેમ્બરની બપોરે તેમના પત્ની સરોજબહેન અને ત્રણ સહયોગીઓ તથા એક પત્રકાર સાથે મીઠાપુર જવા માટે બીચક્રાફ્ટ હેલિકોપ્ટરમાં બેઠા હતા. તેના પાઇલટ જહાંગીર એન્જિનિયર હતા. જહાંગીર જંગુ એન્જીનિયર, અગાઉ ભારતીય વાયુસેનાના પાઇલટ હતા, બાદમાં તેઓ ગુજરાતના મુખ્યપ્રધાનના પાઇલટ તરીકે સેવારત થયા હતા. ઉડાન ભર્યાના થોડા સમય બાદ આ હેલિકોપ્ટર પાકિસ્તાની વિમાનના રડારમાં આવ્યું હતું અને ત્યારબાદ આવી સ્થિતિમાં ચીફ પાયલટ જહાંગીર જંગુએ વિમાનની ‘પાંખો હલાવી’ને કૈસ હુસૈનને સંકેત આપ્યો હતો કે પાઇલટ સામેથી કોઈ કામગીરી ન કરે.
ફલાઇટના સંકેત પ્રમાણે પાંખો હલાવવી તેને ‘દયા રાખાવાના’ સંકેત અંગે જોવામાં આવે છે જોકે પાકિસ્તાની પાઇલટ કેન્સ હુસૈને આ સંકેતને અવગણનીને મુખ્યમંત્રીના હેલિકોપ્ટર પર હુમલો કર્યો હતો અને વિમાનમાં વિસ્ફોટ થઈ ગયો હતો અને આ હુમલામાં 19 સપ્ટેમ્બર 1965ના રોજ કચ્છના સૂથરી ગામે બળવંતરાય મહેતા અને તેમના પત્ની સહિત ત્રણ સહયોગીઓ અને એક પત્રકારનું નિધન થઈ ગયું હતું.
(આ ઘટના બાદ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ફાઈટર પાઈલટ કેન્સ હુસૈન તે દિવસે 20 હજાર ફૂટની ઉંચાઈએ ભારતીય સરહદમાં ઘૂસ્યો હતો અને મુખ્યમંત્રીના હેલિકોપ્ટર પર મીઠાપુરથી 100 કિલોમીટર દૂર હુમલો કર્યો હતો.)
સન્માન
ભારત સરકાર તરફથી 17 ફેબ્રુઆરી 2000ના વર્ષમાં તેમના 100મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી. બળવંતરાય મહેતાની સ્મૃતિમાં યાદમાં કચ્છમાં બળવંતસાગર બંધ બનાવવામા આવ્યો છે.