ખેડૂતો કૃષિબિલનો કેમ ઉગ્ર વિરોધ કરે છે ? જાણો આ મુદ્દાઓ

|

Jan 15, 2021 | 3:03 PM

દેશમાં ખાસ કરીને ઉતર ભારતના રાજ્યોમાં ખેડૂતો તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલા કૃષિબિલનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. કૃષિબિલને કારણે જ 22 વર્ષથી એનડીએની સાથે રહેલા શિરોમણી અકાલી દળે એનડીએ સાથેનો છેડો ફાડ્યો છે. ત્યારે જાણો કે કેમ આ કૃષિ બિલનો ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે ? ખેડૂતોને […]

ખેડૂતો કૃષિબિલનો કેમ ઉગ્ર વિરોધ કરે છે ? જાણો આ મુદ્દાઓ

Follow us on

દેશમાં ખાસ કરીને ઉતર ભારતના રાજ્યોમાં ખેડૂતો તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં પસાર કરેલા કૃષિબિલનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. કૃષિબિલને કારણે જ 22 વર્ષથી એનડીએની સાથે રહેલા શિરોમણી અકાલી દળે એનડીએ સાથેનો છેડો ફાડ્યો છે. ત્યારે જાણો કે કેમ આ કૃષિ બિલનો ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે ?

ખેડૂતોને નવા કૃષિબિલથી, ટેકાના ભાવ (Minimum Support Price-MSP ) સમાપ્ત થઈ જવાનો ભય સતાવી રહ્યો છે. નવા કૃષિબિલથી અનાજ હવે એપીએમસી (Agricultural produce market committee -APMC)ની બહાર પણ અનાજનું વેચાણ કરી શકે તેવી જોગવાઈ કરી છે. ખેડૂતોનું કહેવુ છે કે, એપીએમસીમાં ખરીદનારા વેપારીઓનું રજીસ્ટ્રેશન થયુ હોય છે. તેઓ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે નહી ખરીદે જ્યારે એપીએમસી માર્કેટની બહારના વેપારીઓનું કોઈ નોંધણી ના હોવાથી ટેકાના ભાવ મળશે જ એવી કોઈ ખાતરી નથી.

સરકારે કૃષિબિલમાં એપીએમસી માર્કેટ ખતમ કરવાનો ક્યાય પણ ઉલ્લેખ નથી પરંતુ આ બિલની અસરથી એપીએમસી માર્કેટ ધીમે ધીમે બંધ થઈ જવાની ભીતિ ખેડૂતોને છે. અને આવો ભય એપીએમસીના વેપારીઓ અને દલાલોને છે તેથી ખેડૂતોની સાથે છે. તેઓનું કહેવુ છે કે, એપીએમસી હશે તો ટેકાના ભાવ રહેશે નહી તો નહી રહે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કૃષિબિલથી એક દેશ બે માર્કેટ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. એપીએમસીની અંદર ખરીદ વેચાણ થતા અનાજ ઉપર 6થી 7 ટકા ટેકસ વસુલવામાં આવે છે. જ્યારે એપીએમસી માર્કેટની બહાર ખરીદ વેચાણ થતા અનાજ ઉપર કોઈ જ પ્રકારનો વેરો વસુલવામાં નહી આવે.

ખેડૂતો એવી દલીલ કરી રહ્યાં છે કે, એપીએમસી માર્કેટના વેપારીઓ અને દલાલો, પોતાને ભરવા પડતો 6થી 7 ટકાનો વેરો બચાવવા માટે માર્કેટની બહાર અનાજની ખરીદી કરશે. આ પ્રથાને કારણે એપીએમસી માર્કેટ પ્રથા અસરગ્રસ્ત થશે. અને ધીમે ધીમે માર્કેટ બંધ થઈ જશે. જેથી ખેડૂતોને ખુલ્લા બજાર ઉપર નિર્ભર રહેવુ પડશે જ્યા ટેકાના ભાવ કરતા વધુ અને ઓછા ભાવ મળી શકે છે.

રાજ્ય સરકારો ને પણ આવક ખોવાનો ડર સતાવી રહ્યો છે. હાલની વ્યવસ્થા મુજબ એપીએમસી માર્કેટમાં થતા ખરીદ વેચાણમાં સરકારને પણ વેરો મળે છે. પરંતુ નવા કૃષિ બિલને કારણે જો કોઈ ખાનગી ખરીદનાર ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરે તો એપીએમસી માર્કેટમાં થનારા સોદા ઉપર લેવાતા વેરાની આવક ગુમાવવી પડે. ખાસ કરીને પંજાબ અને હરિયાણા રાજ્ય સરકારને એપીએમસી થકી નોંધપાત્ર આવક થઈ રહી છે.

કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ પૈકી એક બીલ કોન્ટ્રાક્ટ ફાર્મિગને લગતુ છે. જેમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારના વિવાદમાં કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી. વિવાદ થાય તો સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ (SDM) દ્વારા વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરાશે. અને એની પણ અપિલ જિલ્લા કલેકટર ( ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ- DM) સમક્ષ કરી શકાશે. આ જોગવાઈ અંગે ખેડૂતોને વિશ્વાસ નથી કારણે કે ખેડૂતોનું માનવુ છે કે ડીએમ અને એસડીએમ તો સરકારી છે. સરકાર કહે તેમ કરે.

સરકારે જે જોગવાઈ બિલમાં નથી કરી તેનો વાયદો કેન્દ્ર સરકાર જાહેરમાં કરી રહી છે. તેનાથી ખેડૂતો ભ્રમિત થયા છે. સરકાર જોરશોરથી ટેકાના ભાવની પ્રથા અને એપીએમસી માર્કેટ બંધ નહી થાય તેમ કહી રહી છે. પરંતુ આ વાતનો કૃષિ બિલમાં ક્યાય ઉલ્લેખ નથી. તેથી જ ખેડૂતો ઉગ્ર બનીને આંદોલન કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃપહેલી ઓક્ટોબરથી મિઠાઈ માટે એક્સપાયરી ડેટ દર્શાવવી ફરજીયાત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:20 am, Sun, 27 September 20

Next Article