‘ગાંધીનગરની વાતો’ ભાગ-4: ભાજપ ક્યાં ‘v’ ફેક્ટરથી ‘વિકટરી’ સુધી પહોંચવા માંગે છે?

|

Apr 02, 2021 | 8:22 PM

ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કેમ્પેઈન શરૂ કરી દીધું છે. જો કે ગાંધીનગર (Gandhinagar) મનપામાં ભાજપ અને કોંગ્રેસનો એક સમાન વર્ચસ્વ હોવાનું ઈતિહાસ સાક્ષી પૂરે છે,

ગાંધીનગરની વાતો ભાગ-4: ભાજપ ક્યાં v ફેક્ટરથી વિકટરી સુધી પહોંચવા માંગે છે?

Follow us on

ગાંધીનગર મહાનગરપાલિકાની (Gandhinagar Municipal Corporation) ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ કેમ્પેઈન શરૂ કરી દીધું છે. જો કે ગાંધીનગર (Gandhinagar) મનપામાં ભાજપ અને કોંગ્રેસનો એક સમાન વર્ચસ્વ હોવાનું ઈતિહાસ સાક્ષી પૂરે છે, ત્યારે ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે. ભાજપ આ વખતે તેમના કાર્યકર્તાઓને ચૂંટણીની વ્યુરચનામાં ચાર ‘v’ પર ફોક્સ કરવાનું કહ્યું છે. આ ચાર ‘v’ એટલે વિશ્વાસ, વાતાવરણ, વ્યુહરચના અને વ્યવસ્થા. કોરોનાકાળમાં થયેલી 6 મનપાની ચૂંટણીમાં મતદાન ખૂબ ઓછુ રહ્યું હતું, ત્યારે ગાંધીનગર મનપામાં તેનું પુનરાવર્તન ના થાય એ માટે મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડવા માટે જરૂરી તમામ વ્યવસ્થા અત્યારથી જ પુરી પાડવા સૂચના આપવામાં આવી છે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અંગે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા સ્પષ્ટ છે કે ‘મહાનગર’માં ભાજપની ‘મહાજીત’ થવા જઈ રહી છે, મહાનગરમાં નવા વિસ્તાર ઉમેરાયા બાદની આ પ્રથમ ચૂંટણીમાં ભાજપ વિજયના ચાર ‘V’ એટલે કે વિશ્વાસ, વાતાવરણ, વ્યૂહચના અને વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપીને જનતાના આશીર્વાદથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે. ભાજપ તરફી વાતાવરણ બનાવવા નબળા વોર્ડમાં સતત સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. જો કે ભાજપ દ્વારા ચૂંટણી જીતવાની વ્યુહરચના હેઠળ બુથ અને પેજ પર સીધું ફોક્સ કરી રહી છે.

 

 

આગામી દિવસોમાં 11 વોર્ડમાં આવતા 284 બુથમાં 1-1 બુથની જવાબદારી સિનિયર નેતાઓ અને મંત્રીઓને સોંપવામાં આવશે. સાથે જ છેલ્લા 5 વર્ષમાં સરકાર ગાંધીનગર કોર્પોરેશન તથા ભાજપ દ્વારા કેવા શહેરમાં વિકાસ માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી એના પર સતત લોકો સાથે ચર્ચા કરી લોકોનો વિશ્વાસ જીતી ભાજપ તરફી મતદાન કરાવવા સૂચન કરાયું છે. ત્યારે જોવાનું એ છે કે કાર્યકર્તાઓની મહેનતને જનતા સહકાર આપશે કે નહીં? બુથ સ્તરમાં માઈક્રો પ્લાનિંગ અને ચાર ‘v’ની થિયરી ગાંધીનગર વોર્ડમાં કમલ ખીલવવામાં કેટલી કારગત નીવડશે?

 

આ પણ વાંચો: ‘ગાંધીનગરની વાતો’ ભાગ-3: ગાંધીનગર મનપામાં ઉમેદવારોના નામ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં

Published On - 8:10 pm, Fri, 2 April 21

Next Article