AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Election Result 2021: TMC છોડી ભાજપમાં સામેલ થનારા અનેક નેતાઓએ કર્યો હારનો સામનો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ના પરિણામ સામે આવી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વાર સત્તામાં પાછી આવવા જઈ રહી છે. ટીએમસી 215 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. ગઈ ચૂંટણીમાં પાર્ટી 211 સીટ જીતવામાં સફળ રહી હતી.

West Bengal Election Result 2021: TMC છોડી ભાજપમાં સામેલ થનારા અનેક નેતાઓએ કર્યો હારનો સામનો
West Bengal Assembly Elections
Niyati Trivedi
| Edited By: | Updated on: May 02, 2021 | 8:21 PM
Share

West Bengal Election Result 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ના પરિણામ સામે આવી રહ્યા છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સતત ત્રીજી વાર સત્તામાં પાછી આવવા જઈ રહી છે. ટીએમસી 215 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. ગઈ ચૂંટણીમાં પાર્ટી 211 સીટ જીતવામાં સફળ રહી હતી.

જો કે આ ચૂંટણીમાં તેમને ભાજપથી ટક્કર મળી રહી છે. ચૂંટણી પહેલા ટીએમસીના કેટલાય નેતા પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેમાં શુભેંદુ અધિકારી, રાજીવ બેનર્જી અને વૈશાલી ડાલમિયાનો જેવા નેતાઓ સામેલ હતા. ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થનારા વધારે નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.

ડોમજુરથી એમએલએ અને મમતા બેનર્જીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજીવ બેનર્જીને પણ હારનો સામનો કરવો પડ્યો છે. જાન્યુઆરી મહીનામાં રાજીવ બેનર્જીએ મંત્રી પદથી રાજીનામુ આપી દીધુ હતુ અને થોડા દિવસ પછી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. પાર્ટીએ તેમને ડોમજુરથી ટિકિટ આપીસ, પરંતુ ટીએમસીના કલ્યાણ ઘોષ સામે હારનો સામનો કરવો પડ્યો.

રાજીવ બેનર્જી અને શુભેંદુુ અધિકારીની જેમ વૈશાલી ડાલમિયા પણ ચૂંટણી પહેલા ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. વૈશાલી ડાલમિયા આઈસીસી અને બીસીસીઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ જગમોહન ડાલમિયાના દિકરી છે. 2016ની ચૂંટણીમાં મમતા બેનર્જીએ તેમને બાલી સીટથી ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે ભાજપની ટિકિટથી મેદાનમાં હતા. પરંતુ આ વખતે ટીએમસીના રત્ના ચેટર્જીએ તેમને હરાવી દીધા છે. આ સિવાય ટીએમસી છોડી ભાજપમાં જનારા અનેક નેતાઓ હાર્યા છે.

આ પણ વાંચો: Assembly Election Result 2021: રાહુલ ગાંધીએ પરિણામોના ટ્રેન્ડ બાદ હાર સ્વીકારી, કહ્યું આદર્શો અને મૂલ્યો માટે લડતા રહીશું

g clip-path="url(#clip0_868_265)">